Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • સોના-ચાંદીના ભાવ
  • સરકારી યોજના 2023
    • મકાન સહાય યોજના
    • સ્માર્ટફોન યોજના 2023
    • સિલાઈ મશીન યોજના
    • માવઠા સહાય 2023
    • ટ્રેક્ટર સહાય 2023
  • નવા વિડીયો
  • જાહેરાત આપો
Khedutbhai WhatsApp Group
Deen dayal Avas Yojana | Gujarat makan sahay yojana

Awas Yojana 2023: દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

Last Updated on: 21/06/2023 by Kishan Pindariya

દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 – Pandit Din Dayal Upadhyay Awas Yojana : આ યોજના એક સરકારી યોજના છે. ધણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેવી કે વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના, ત્યારબાદ દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ યોજના, કોઈ વ્યક્તિને નવો કોઈ ધંધો કે વ્યવસાય કરવા માટે માનવ ગરિમા યોજના પણ ઓનલાઇન ચાલે છે, અને કોઈ વિદ્યાર્થી વિદેશ ભણવા જવા માટે ઈચ્છતા હોય તો તેના માટે “વિદેશ અભ્યાસ લોન યોજના” પણ ચાલે છે. પરંતુ આજે આપણે જે લોકો ગરીબ વર્ગના છે જેમની પાસે રહેવા માટે ઘર નથી, અને તેઓ ઝુંપડાઓમાં રહે છે, તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું. અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ચાલતી “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023” વિશે ખુબજ ઊંડાણ પૂર્વક માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાની યાત્રા દરમિયાન દીવ અને સીલવાશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી બનાવેલ ઘરોની ચાવીઓ સોંપી દીધી હતી. અને તેણે રાષ્ટ્રંને ₹4,850 કરોડ ની પરિયોજનાનું હસ્તાંતરણ પણ કર્યું હતું. આ પરિયોજનામાં એક એન્જીન્યર કોલેઝ, શોપિંગ દુકાન, અને માર્કેટ સામીલ હતા. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા માણસોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા માણસોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે સહાય આપવામાં આવે છે. અને 2 વર્ષની અવધિ આપવામાં આવી છે મકાન પૂર્ણ કરવાની.

Pandit Deendayal Upadhyay Awas Yojana 2023 Details


યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000ની મકાન સહાય

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય હેતુ


આ યોજના એટલે કે દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2023-24) દરમ્યાન મકાનની સહાય માટે રૂ.1,20,000 ની સહાય મળવા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ છે. હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાઈ છે, અને તે અરજીના ડોક્યુમેન્ટ પુરા ન હોય તો 10 દિવસમાં પૂરા કરીને મોકલી આપવાના હોય છે. ચકાસણી કરી લીધા પછી સ્થળ તપાસ કરી તમામ માન્ય લાભાર્થીઓની યાદી કરી ગાંધીનગર ખાતે મોકલાય છે. તેમાં વિધવા અને અતિઆવશ્યક ને પ્રથમ મોકો આપ્યા પછી તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરવામાં આવશે, અને તેમાં પાસ થયેલ લાભાર્થીઓને પહેલો ₹40,000 હપ્તો, બીજો હપ્તો ₹60,000 અડધા લેવલે મકાન બનાવ્યા બાદ મળવા પાત્ર છે.

છેલ્લે મકાનની તમામ કામગીરી પુરી કરી તેમજ શૌચાલય ન હોય તો શૌચાલય બનાવી મકાનને તકતી માર્યા પછી ₹20,000 નો હપ્તો મળતો હોય છે. પહેલો હપ્તો મળ્યા પછી બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.

લાભાર્થીઓની પાત્રતા


દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 નો લાભ કોણ કોણ લઈ શકે છે, અને લાભાર્થીઓની અમુક પાત્રતાઓ નક્કી કરવામાં આવતી હોય છે તેની નીચે મુજબ માહિતી આપવામાં આવી છે.

  • આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ મૂળ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  •  આર્થિક, સામાજિક, અને શૈક્ષણિક રીતે પછાત તેમ જ વિચરતી વિમુકત જાતિમાંથી હોવી જોઈએ.
  • પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું ખૂબ જ જરૂરી છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે, તો તે વ્યક્તિ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઈચ્છતા લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવું જોઈએ, અને જો હોય તો તે વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહિ.
  • પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ.1,20,000 થી વધુ ના હોવી જોઈએ.
  • લાભ લેનાર વ્યક્તિ જો શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની આવક ₹1,50,000 થી વધારે ન હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • જે વ્યક્તિ પાસે બી. પી. એલ કાર્ડ હોય તે વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવે છે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023ની સહાય કેવી રીતે મળશે અને કેટલી મળશે?


આ યોજનાનો લાભ લેવા માટે જે સહાય આપવામાં આવે છે, તે સહાય કેટલી મળશે અને તેના માટે શું શું કરવું જોઈએ, તેની આપણે વિગતવાર માહિતી મેળવીશું જે નીચે મુજબ આપવામાં આવેલી છે.

આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિને કુલ ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. જે પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો અથવા અંતિમ હપ્તો તેમ કરીને આપવામાં આવતા હોય છે. અને તે તમામ હપ્તાઓ નીચે મુજબ આપવામાં આવેલ છે.

  • પ્રથમ હપ્તો ₹40,000 નો આપવામાં આવશે, જેનાથી લાભાર્થીએ મકાનનું કામ શરૂ કરવા માટેનો રહેશે.
  • બીજો હપ્તો ₹60,000 નો આપવામાં આવશે, આ હપ્તો મકાનનો હપ્તો જયારે લેટરમોકલવામાં આવશે, ત્યારે જ આપવામાં આવશે.
  • ત્રીજો અને અંતિમ હપ્તો ₹20,000 નો રહશે, આ હપ્તાની રકમ લાભ લેનાર વ્યક્તિનું આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.

આ યોજના માટે યોગ્યતા માપદંડ


ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે₹1,20,000 ની સહાય આપવામાં આવશે, જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિ માટે ₹1,50,000 આપવાનું ઠરાવેલ છે.

Pandit Deendayal Upadhyay Awas Yojana 2023 Documents list


દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023ની સહાય મેળવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, અને ઓનલાઈન અરજી કરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોર્ડ કરવાના રહેશે. જેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો.
  • આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું 100% રહેશે.
  • રહેણાંકનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, લાઇસન્સ, ભાડાકરાર, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કોઈ વ્યક્તિ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળ્યું હોય તો તેની જે ફાળવણી કરવામાં આવી હોય તેના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ હોવી જોઈએ.
  • જે માલિકીની જમીન હોય તેનું આધાર કે ડોક્યુમેન્‍ટ.
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી / સિટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • મકાનનું બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી હોવી જોઈએ.
  • BPL નો દાખલો હોવો જોઈએ.
  • આ યોજનામાં રજૂઆત કરનાર વ્યક્તિના પતિ જો મૃત્યુ પામેલ હોય તો તેનો દાખલો ( જો વિધવા હોય તો )
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા, ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી – કમ – મંત્રિશ્રિ ) જે સહીવાળી હોવી જોઈએ.
  • અરજદારની પાસબુક / કેન્સલ ચેક.
  • અરજદારના પાસપોર્ટ સાઇઝનો ફોટો.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ઑનલાઇન અરજી કેવી રીતે કરવી


દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓનલાઈન અરજી કરવાનું ફોર્મ માત્ર તમને સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પરથી જ ભરી શકાશે. આ યોજનાની અરજી કેવી રીતે કરવી તેની માહિતી અમે દ્રશ્ય દ્વારા વર્ણવી છે, જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલા Google Search ખોલવાનું રહેશે પછી તેમાં e samaj kalyan portal લખવાનું રહેશે.
How to apply for pandit deen dayal avas yojana 2023
  • ત્યારબાદ તમારે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાં તમને “Director Developing Castes Welfare” પેજ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમને નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાતી જોવા મળશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરીને તે ખોલવાની રહેશે.
  • જો તમે e samaj kalyan યોજનામાં registration ન કરેલું હોય તો પહેલા તમારે રજીસ્ટેશન કરવું પડશે તેના માટે તમારે “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
Pandit deen dayal avas yojana form 2023
  • જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. જેનો નમૂનો ઉપર મુજબ આપવામાં આવેલ છે તે તમે જોઈ શકો છો.
  • નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે. જેમાં User Id, Password અને Captcha Code જે બનાવેલ હતો તેના આધારે લોગીન કરવાનું રહેશે.
Pandit deen dayal avas yojana schema 2023
  • લોગીન થય ગયા પછી Citizen Login માં Pandit Dindayal Awas Yojana Online Apply પર ક્લિક કરવાનું રહેશે.

Online Application

  • ત્યારબાદ એમાં પૂછવામાં આવેલ પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ તેમાં ઘર વિહોણા કે જેની પાસે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
  • જે પુછવામાં આવેલ ઘરની બધી માહિતી ભરી લીધા પછી, માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસણી કરી લેવી ત્યાર પછી જ Save પર ક્લિક કરવાનું રહેશે.
  • ફાઈનલ અરજી Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
  • છેલ્લે, તમને પ્રિન્‍ટ એપ્લિકેશન આવશે તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

આ યોજના માટેની મહત્વની લિંક્સ


સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/
દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી પત્રકઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 FAQs


દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 વિશે ઘણા બધા પ્રશ્ન પુછવામાં આવતા હોય છે, અને ક્યાં ક્યાં પ્રશ્નો પુછવામાં આવતા હોય છે જે નીચે મુજબ છે.

1. Pandit Deendayal Upadhyay Awas Yojanama અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?
જવાબ: Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/

2. Pandit Deendayal Upadhyay Awas Yojana 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023ની સહાય કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.

3. Pandit Deendayal Upadhyay Awas Yojana નો લાભ કોને મળે?
જવાબ: દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક પછાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના વ્યક્તિને મળશે.

4. દીનદયાળ આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?
જવાબ: દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

5. દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
જવાબ: પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ₹1,20,000 ની સહાય મળવાપાત્ર થશે.

6. દીનદયાળ આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવાની?
જવાબ: આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • મકાન સહાય યોજના 2023
  • સ્માર્ટફોન સહાય યોજના 2023
  • ફ્રી સિલાઇ મશીન યોજના 2023
  • ટ્રેક્ટર સહાય યોજના 2023
  • પાક નુકશાન સહાય યોજના 2023

નવા સમાચાર

  • માવઠું નુકસાન સહાય 2023
  • મોચા વાવાઝોડું 2023

નવી યોજનાઓ 2023

  • મકાન સહાય યોજના 2023
  • સ્માર્ટફોન સહાય યોજના 2023
  • સિલાઇ મશીન યોજના 2023
  • માવઠું નુકસાન સહાય 2023
  • ટ્રેકટોર સહાય યોજના 2023

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ | APMC Amreli | Amreli price list today
  • રાજકોટ આજના બજાર ભાવ | Rajkot APMC | aaj na bajar bhav
  • ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | ગોંડલ માર્કેટ યાર્ડ | BajarBhav
  • ઊંઝા આજના બજાર ભાવ | Unjha APMC | Unjha apmc rate today
  • વિસનગર આજના બજાર ભાવ | Visnagar APMC | Visnagar aaj na bajar bhav

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2020-2023 Khedutbhai. All rights reserved.