Go Green Yojana 2024 | ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવતી જોવા મળે છે, તેમાંની આ એક યોજના શ્રમિકો માટે છે. આજના સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી થી ચાલતા વાહનોની માંગ વધી છે, જેના કારણે પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આવા પ્રકારના પ્રદૂષણ ને કારણે હવામાન પર અસર જોવા મળે છે. હવામાન ખરાબ હોવાના કારણે અવાજનું પ્રદૂષણ પણ વધી રહ્યુ છે. પેટ્રોલ ડીઝલ અને સી.એન.જી થી ચાલતા વાહનો આજની આવકની સામે ખુબ જ ખર્ચાળ સાબિત થાય છે. આજની મોંઘવારીની સામે બીના પ્રદૂષણ વાહનોનો ટ્રેંડ ચાલુ થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોની ડીમાન્ડ વધી રહી છે. સરકારશ્રી દ્વારા Gujarat GO Green Yojana 2024 ચાલુ કરવામાં આવી છે, જેની બધી જ માહિતી આપણે નીચે મુજબ મેળવીશું.

GO GREEN યોજના 2024


યોજનાGo Green શ્રમીક યોજના
યોજનાનો ઉદ્દેશ્યશ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
લાભાર્થી જુથરાજયના નોંધાયેલા શ્રમીકો
સહાય ની રકમસ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.
અમલીકરણગુજરાત લેબર વેલ્ફેર ફંડ
ઓફીસીયલ વેબસાઈટwww.gogreenglwb.gujarat.gov.in

ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી


શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN INDIA તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.

ગો ગ્રીન યોજના હેઠળ અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી કરવામાં આવે તો તેના પર 30% થી 50% અથવા ₹30,000 ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.

ગો ગ્રીન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?


ગો ગ્રીન યોજનાનો લાભ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ શ્રમયોગીઓ અને આઇ.ટી.આઇ ના વિધ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

ટૂ-વ્હીલરની ખરીદી પર નક્કી થયેલા નિયમો


આ યોજના હેઠળ સહાય માટે અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે નિયમો નીચે મુજબ છે.

  1. GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) તથા FAME-2 (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
  2. એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે, તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ (અલગ) ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
  3. ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહી.
  4. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં જે નિર્માણ પામેલા હશે તે વાહનોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

આ વેબ પોર્ટલ પર કરી શકાશે અરજી


રોડ ટેક્સ અને RTO ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગીને ઓનલાઈન અરજીઓ કરવાની હોય છે. તે ઓનલાઈન અરજીઓ માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ


  • કન્સ્ટ્રક્શન વર્કર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની શોરૂમ ની કિંમતના 50% અથવા રૂપિયા 30,000 બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
  • ઔદ્યોગિક કાર્યકર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 30% અથવા રૂપિયા 30,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય પેટે ચુકવવામાં આવશે, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી મેળવી શકશે.
  • ITI વિદ્યાર્થીઓ: બેટરીથી ચાલતી ટુ વ્હીલરની ખરીદી પર રૂપિયા 12,000 સહાય મેળવી શકશે.

Go Green Yojana 2023 ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?


ગો ગ્રીન યોજના હેઠળ લાભ લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેના માટે આપણે બધા સ્ટેપ નીચે મુજબ આપ્યા છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે બાજુની લિંક ઉપર ક્લિક કરવાનું રહશે. https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9
  • ત્યારબાદ તમને Register Your Self નામનું બટન જોવા મળશે તેના પર કિલક કરો. અથવા https://gogreenglwb.gujarat.gov.in/RegistrationGLWB.aspx લિંક ઉપર કિલક કરો.
  •  ફોર્મમાં પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • તમામ વિગતો ભરી લીધા પછી યુઝર ક્રિએટ કરો.
gujarat go green yojana 2023
gujarat go green yojana 2023
  • Login & Update Profile
  • Login કરી લીધા પછી યોગ્ય માહિતીની ચકાસણી કરવી અને જો માહિતી યોગ્ય ન હોય તો સુધારાવધારા કરી શકો છો.
  • Apply For Scheme
  • સ્ટેપ 1 અને 2 યોગ્ય હશે તો યોજના હેઠળ અરજી ઓપન થશે અને માંગ્યા મુજબની માહિતી ભરો.
  • Submit Application
  • આપે ભરેલું ફોર્મ યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરી લો.
  • જો તમે ભરેલું ફોર્મ યોગ્ય લાગે તો એપ્લીકેશન સબમીટ કરો.

Go Green Yojana 2024 FAQs


ટૂ-વ્હીલરની ખરીદી હેઠળ કેટલાક પ્રશ્નો પુછવામાં આવતા હોય છે, જે પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.

  1. Gujarat GO Green Yojana 2024 અરજી ઓફલાઈન સ્વિકારવામાં આવે છે?
    ના, આ અરજી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે.
  2. Gujarat GO Green Yojana 2024 રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રકિયા શું છે?
    https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9 લીંક ઉપર ક્લિક કરો. અને ઉપર તમને જણાવેલ સ્ટેપ મુજબ કાર્યવાહી કરો.
  3. ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કઈ રીતે સબસીડી આપવામાં આવશે?
    સબસીડી મંજૂર થઇ ગયા બાદ એક્સ-શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવાની રહેશે. વેચાણ થય ગયા બાદ, સબસીડીની રકમ ડીલરના ખાતામાં સીધી જ જમા થય જશે. RTO, રોડ ટેક્સની રકમ ડીલરને પરત કરવામાં આવશે.
  4. ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કોણ કોણ અરજી કરી શકે છે?
    ગુજરાતના પાત્રતા ધરાવતા લોકો અરજી કરી શકે છે.