જીરાના બજાર ભાવમાં 65%નો ઘટાડો, હવે 12000 ભાવ ક્યારે થશે? | Jeera price in unjha mandi today

Jeera price in unjha mandi today: ગયા વર્ષે જિરા ના બજાર ભાવ ખુબ જ સારા મળતાની સાથે આ વર્ષે ખેડૂતોએ જીરાનું રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો વાવેતરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. ત્યારે બાદ બીજા ક્રમાંકે સુરેન્દ્રનગર અને ત્રીજા ક્રમાંકે મોરબી માં જીરાનું વાવેતર થયું હતું. વાવેતર વિસ્તારના આંકડાઓની વાત કરીયે તો એકલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ 1,09,900 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું. સુરેન્દ્રનગરમાં 74,800 હેક્ટર તથા મોરબીમાં 73,400 હેક્ટરમાં જીરાયે જાજરમાન જમાવટ કરી હતી.

આવડા મોટા વાવેતર અને ત્યાર બાદ આટલા ઊંચા ઉત્પાદન બાદ જે વસ્તુનો દર હતો તે જ બન્યું. જીરાના બજાર ભાવ માં આ વર્ષે 60% થી લઈને 65% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જે ખેડૂતોના જુના જીરાનો સ્ટોક પડ્યો છે અને તેમની પાસે થી વેપારીઓએ જીરા 12000 સુધીમાં માંગ્યા હતા અને વધારે ભાવ લેવાના મોહ માં ખેડૂતો બેઠા હતા તેઓને હવે રાતડા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આટલા નીચા ભાવ જવાથી હવે જીરાના ખેડૂતોના મોઢે એક જ શબ્દ સાંભળવા મળે છે. કે, હવે આવનારા દિવસોમાં જીરાના ભાવ કેવા રહેશે? શું જીરાના ભાવ ફરી 12000 થશે કે કેમ?

Jeera price in unjha mandi today


જીરુંની બજારમાં અત્યારે માર્ચ શિપમેન્ટમાં નિકાસકારોના લોડિંગ આવી રહ્યા છે. અને ફેબ્રુઆરીમાં માર્ચ ડિલિવરીના ઘણા નિકાસ શોદા થયા હતા. જેને પગલે અત્યારે જે માલ આવે છે તે પીવાઈ જાય છે. બીજી તરફ જુનો સ્ટોક ખાલી છે અને કેરીઓવરમાં બે થી અઢી લાખ થયું હોવાથી ખરીદી ચાલુ છે. જેને પગલે બજારો ઘટતા અટક્યા છે. જીરુના વેપારીઓ કહે છે. કે, એકવાર રાજસ્થાનનું પ્રેશર ચાલુ થયા બાદ બજારમાં થોડું કરેક્શન આવી શકે છે. અને સમયે જ જે ભાવ નીચા આવવાના હશે તે આવી જશે. અને ચાલુ સિઝનના નીચા ભાવ માર્ચ મહિનામાં હોળી પહેલા આવી જાય તેવી ધારણા છે. જીરું બેંચમાર્ક વાયદો રૂપિયા 550 વધીને 26,750 સપાટી પર બંધ રહ્યો હતો.

દેશમાંથી ફેબ્રુઆરીમાં પૂરા થયેલા સીજન વર્ષમાં જીરુની નિકાસમાં આગલા વર્ષની તુલનાએ 25,000 નો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય જીરુંની નિકાસમાં વધતા ભાવ સાથે એકધારો ઘટાડો જોવા મળ્યો છે. જીરૂની નિકાસના આંકડાઓ મુજબ માર્ચ 2025 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન જીરુંની કુલ 1.55 લાખ ટનની નિકાસ થઈ છે. જે આગલા વર્ષે 1.80 લાખ ટનની નિકાસ થઈ હતી. ત્યારે બે વર્ષ પહેલાં 2.47 લાખ ટનની નિકાસ થઈ હતી.

Jeera price in unjha mandi today


જીરુ ની 55 કિલોની એક બોરી મુજબ નિકાસ જોઈએ તો છેલ્લા વર્ષમાં 28.13 લાખ ગુણીની નિકાસ થઈ છે. જે આગલા વર્ષે 32.64 લાખ ગુણી અને બે વર્ષ પહેલાં 44.85 લાખ ગુણીને નિકાસ થઈ હતી. જીરુંના વેપારીઓ કહે છે. કે, જીરૂના ભાવ ગત સિઝનમાં વધીને દિવાળી પહેલા 65,000 ની ઓલ ટાઈમ ઉંચી સપાટી સુધી પહોંચી ગયા હોવા થી તેની નિકાસને અસર પહોંચી છે.

હવે, નવી સિઝનમાં પાક બમણો છે અને ભાવ 60 થી 65 ટકા જેટલા ઘટી ગયા હોવાથી નિકાસ વધીને 2 લાખ ટન ઉપર થાય તેવો પ્રાથમિક અંદાજ અત્યારે વિકાસકારો મૂકી રહ્યા છે. જીરાનો પાક નવી સિઝનમાં એક કરોડ બોરી ઉપર આવવાનો અંદાજ છે. વળી તુર્કી, સીરિયા અને ચાઈના સહિતના બીજા દેશોમાં પણ જીરુંના વાવેતર સારા થાય તેવો અંદાજ હોવા થી ભારતીય જૂની નિકાસ કેટલી માત્રામાં થાય છે. તેના ઉપર બજારનો આધાર રહેલ છે. જો કે, જૂન-જુલાઈ સુધી વિશ્વમાં એક માત્ર ભારત પાસે જ જીરું હોય છે. જેનો આપણે મોટો ફાયદો મળતો હોય છે.

માહિતી ઉપયોગી લાગે તો વધારે ખેડૂતો સુધી આ પોસ્ટ મોકલો જેથી તે લોકો પણ જીરાની હાલની પરિસ્થિતિ જાણી શકે. બાકી ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી રોજના બજાર ભાવ તથા નવા ખેતી વિષયક અપડેટના વિડિઓ તમારા સુધી પહોંચતા રહે. જય કિસાન…. આભાર 🙏

બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ


જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 અહી ક્લિક કરો

Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:


ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ

તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 2,00,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.