નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. તમે તો જાણો જ છો કે ડુંગળીના ભાવ(Onion Price) અત્યારે સાવ તળિયે બેસી ગયા છે, અને ઘણા ખેડૂતો હવે અસમંજસ માં મુકાઇ ગયા હશે કે ડુંગળી રાખવી કે વેચી દેવી. આવનારા દિવસોમાં ડુંગળી ના ભાવ કેવા રહેશે, તે જાણવા ખેડૂતો આતુર હોય છે. એટલા માટે જ અપને ડુંગળી નો નવો સર્વે લઈને આવ્યા છીએ. આ પૂરી માહિતી વાંચી લેવાથી તમને ડુંગળીના ભાવ કેવા રહી શકે તેનો અંદાજ જરૂર થી આવી જશે.
ડુંગળીનાં ભાવ(Onion Price) અત્યારે પ્રતિ 20 કિલોના રૂ. 70 થી 250-260નાં ભાવ ચાલે છે અને છેલ્લા થોડા સમયથી સરેરાશ સ્ટેબલ છે. લેવાલી ઓછી છે અને સ્ટોક મોટો હોવાથી ભાવમાં સુધારો થાય તેવી સંભાવના હાલ દેખાતી નથી. ડુંગળીની વર્તમાન સ્થિતિ જોતા ડિસેમ્બર મહિના સુધી તેજી થાય તેવું લાગતું નથી. નાશીકનો નવો પાક ડિસેમ્બરમાં આવે ત્યારે ભાવ રૂ .300થી 400 પ્રતિ 20 કિલોનાથઇ શકે છે, પરંતુ એ પહેલાખાસ મોટી તેજી દેખાતી નથી.
નાશીકમાં પણ આવર્ષે ચોમાસુ વાવેતર ઓછું થાય તેવી ધારણાં છે. નીચા ભાવ હોવાથી ખેડૂતો વાવેતર કરવા માટે રાજી નથી. કપાસ, મરચી સહિતનાં બીજા પાકોનાં ભાવ સારા હોવાથી ખેડૂતો ડુંગળીથી દૂર ભાગી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું વાવેતરની વાત કરીએ તો આ વર્ષે માંડ 35 થી 40 ટકા વાવેતર થાય તેવું લાગે છે. નાશીક ક્વોલિટીની ડુંગળીનું અત્યારે વાવેતર થતું હોય છે પરંતુ આવર્ષે ખુબજ ઓછું વાવેતર થશે.
Onion Price Today
સૌરાષ્ટ્રમાં હજી જૂનો સ્ટોક મોટો પડ્યો છે. ગોંડલમાં પ્રોપર ઓછો છે, પરંતુ ગોમટા આજુબાજુ મેળા ભર્યા છે. આ ઉપરાંત ધોરાજી, જામકંડોરણા, ભાયાવદર, કોલકી, અમરેલી જિલ્લામાં અમુક વિસ્તારમાં સારો સ્ટોક પડ્યો છે. મહુવા બાજુ એટલો બધો વધારે નથી. સ્ટોકના માલો હવે 15 દિવસથી લઈને એક મહિનામાં નીકળવા લાગે તેવી સંભાવના છે. વર્તમાન ભાવમાં સ્ટોકિસ્ટોને અત્યારે નુકસાની મોટી જાય તેમ છે પરિણામે વેચવાલી નથી. જો થોડા પણ ભાવ વધે તો વેચવાલી વધી શકે છે. આ વર્ષે સ્ટોકિસ્ટોને પૈસા ગુમાવવાનો જ વારો આવ્યો છે.
ડુંગળીની નિકાસ ખાસ થતી નથી. બાંગ્લાદેશમાં અમુક ક્વોલિટી માલો જાય છે. નાશીકથી તાઈવાન, દુબાઈ જેવા કેટલાક પસંદગીના દેશોમાં નિકાસ થાય છે. ગુજરાતનાં માલની અત્યારે ડિમાન્ય નથી. સાઉથમાં કર્ણાટક – બેંગ્લોર, આંધ્રનો માલ ધીરે ધીરે નીકળવા લાગ્યો છે અને એ લોકલ માંગ ત્યાની પૂરી કરે છે. થોડો માલ નાશીક આવે છે પરંતુ હજી સૌરાષ્ટ્રમાં સાઉથનાં માલની પેરિટી નથી. સાઉથમાં ભાવ કિલોના રૂ .6 થી 15 સુધીના ક્વોટ થાય છે.
બીજા શહેરોના આજના 100% સાચા બજાર ભાવ
જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
જામનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
કોડીનાર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
બોટાદ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
મોરબી માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
ડીસા માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
વિસનગર માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
તમામ શહેરના આજના તાજા બજાર ભાવ જાણવા માટે 👉 | અહી ક્લિક કરો |
કાંદા બજાર ભાવ | Onion Price
ડુંગળીના ભાવ સૌરાષ્ટ્રમાં નાશીક એક નંબર ક્વોલિટીનાં રૂ14 થી 17 પ્રતિ કિલો અને કાઠીયાવાડનાં માલમાં રૂ.11 થી 14 પ્રતિ કિલોની સપાટી પર પહોંચ્યા છે. ડુંગળીમાં આવર્ષે તેજી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી, કદાચ ક્લિીએ 1-2 રૂપિયાનો સુધારો આવે તે પણ તે સુધારો ન ગણી શકાય. કોઈ આકસ્મિક કારણ આવે તો અને તેજી થાય તો વસ્તુ જુદી છે . ડુંગળીમાં આ વર્ષે સ્ટોક વધારે હોવાથી વધુ પડતી તેજી થવાની સંભાવનાં બહુ ઓછી છે, નિકાસ વેપારો વધે તો જ બજારને ટેકો મળી શકે તેમ છે. વૈશ્વિક લેવલે ડુંગળીનો પાક આવર્ષે સારો છે અને ડુંગળી ઉગાડતા પાકિસ્તાન સહિતના દેશોને પણ નિકાસ કરવી જ છે. પરિણામે ભારતીય ડુંગળીની મામૂલી જ નિકાસ થઈ રહી છે.
ડુંગળીમાં નીચા ભાવ હોવાથી સ્ટોક વધારે છે. ગુજરાતમાં હાલ ડુંગળીનો જે સ્ટોક પડ્યો છે તેમાં 60 ટકા સ્ટોક ખેડૂતો પાસે છે અને 40 ટકા સ્ટોક જ વેપારીઓ પાસે પડ્યા છે. ખેડૂતો પાસે વધુ સ્ટોક હોય ત્યારે તેજી ન થાય તેવી સંભાવના છે. ખેડૂતો લાંબા સમય સુધી રાખી પણ મુકતા હોય છે. ડુંગળીનું ચોમાસું વાવેતર પણ આ વર્ષે વાતાવરણ સારૂ હોવાથી વધારે થવાનો અંદાજ છે. હવે ચાલુ થઇ ગયું છે, ખેડૂતો રોપ તૈપાર કરી રહ્યા છે અને આગળ ઉપર છોડનું વાવેતર કરશે.
ડુંગળીની આવકો પણ અત્યારે ઓછી છે અને નીચા ભાવ હોવાથી સૌ કોઈ સારા ભાવની રાહમા છે, પરિણામે સૌરાષ્ટ્રનાં એક પણ સેન્ટરમાં ખાસ વેચવાલી આવતી નથી.
Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:
ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ ↱
તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 2,00,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.
નિષ્કર્ષ
મગફળી ના ભાવ કેવા રહેશે, કપાસના ભાવ કેવા રહેશે, તાલ ના ભાવ કેવા રહેશે, જીરાના ભાવ કેવા રહેશે, ધાણા ના ભાવ કેવા રહેશે, વગેરે ખેતી પાકોને ભાવના આવનારા દિવસોમાં કેવા રહેશે તેના નવા નવા સર્વે અપને મૂકીએ છીએ. મુકતા હોઈએ છીએ. જેથી ખેડૂતોને રોજે રોજ ની માહિતી મળતી રહે. જેથી, તમે પણ અમારી યૂટ્યૂબ ચેનલ અને વેબસાઈટ ની મુલાકાત રોજ લેતા રહો. જેથી, તમને પણ અપડેટ મળતી રહે. વધારે માહિતી માટે તમે અમારા Contact Us ના પેજ પરથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો.
ધન્યવાદ…🙏