PAN and Aadhar Link: પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી) દ્વારા માહિતી આપવામાં આવી છે કે PAN and Aadhar Link 2023 કોઈ વ્યક્તિનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરેલ ન હોય તો 30 જૂન 2023 સુધીમાં અપડેટ કરવામાં નહી આવે તો તે પાનકાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે.
વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 30 જૂન 2023 બાદ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવેલા પાન કાર્ડનો ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરનાર નાગરિકોને ₹10,000 દંડ ભરવો પડશે. આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કેવી રીતે કરવું, PAN and Aadhar Link Status Check તે બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. તે માહિતીને આપડે સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ દર્શાવી છે.
PAN and Aadhar Link 2023
પોસ્ટનું નામ | PAN and Aadhar Link |
ડીપાર્ટમેન્ટ | ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર |
સુવિધા | ઓનલાઈન |
લીંક કરવાની તારીખ | 30 જૂન 2023 |
સત્તાવાર વેબસાઈટ | eportal.incometax.gov.in |
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 જુલાઈ 2022 આપવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન જો લિંક ન થાય તો રૂ.1000 દંડ ભરીને વિગતો લિંક કરવાની સુવિધા અપાઈ હતી. જે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સુવિધા આપવામાં આવી હતી તે સુવિધા પણ 30 જૂન 2023 પછી બંધ થશે. PAN and Aadhar Link 2023 જણાવ્યા મુજબની મુદ્દત સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહિ આવે તો પાનકાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા નહી કરી શકે.
આમ સીબીડીટી દ્વારા તમામ કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની માહિતી આપી હતી, અને સીબીડીટી દ્વારા તમામ કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપી છે. જો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહી આવે તો પાનકાર્ડ સાથેના તમામ વ્યવહારો આગળ વધશે નહીં, અને તે ત્યાંજ અટકી જશે. ₹50,000 ઉપરની રોકડ ઉપાડ, ₹2,00,000 થી વધારેની ફિક્સ ડિપોઝીટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદી-વેચાણ જેવા વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઉભી થતી હોય છે. જો કરદાતા 30 જૂન 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહિ આવે તો તેમના પાનકાર્ડ સાથેના તમામ વ્યવહારો અને ઘણા બધા કરદાતાઓ ઇન્કમટેક્સના રીફંડ સાથેના તમામ વ્યવહારો અટકી જશે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું
PAN and Aadhar Link, આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે નીચે આપેલ સરળ સ્ટેપનો ઉપયોગ કરો. સૌથી પહેલા તમારે NSDL પોર્ટલ પર જઈને ફી ભરવાની રહેશે. ફી ભરવાની તમામ માહિતી પુરી થય ગયા પછી નીચે આપેલા સ્ટેપનો ઉપયોગ કરો.
- સ્ટેપ 1 : સૌપ્રથમ Google Search માં જાઓ.
- સ્ટેપ 2 : સર્ચ કર્યા બાદ તેમની સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
- સ્ટેપ 3: જો નવા યુઝર (પહેલી જ અરજી કરી હોય) તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો ત્યાં તમને લોગીન બટન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- સ્ટેપ 4: લોગીન બટન પર ક્લિક કર્યા બાદ પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID જેવી વિગતો ભરવાની થશે, અને પાનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો.
- સ્ટેપ 5: ત્યાં તમને અલગ અલગ વિકલ્પ જોવા મળશે તેમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.
- સ્ટેપ 6: Link Aadhaar વિકલ્પ પર ક્લિક કર્યા બાદ પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
- સ્ટેપ 7: ત્યારબાદ “View Link Aadhaar Status” નામનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- સ્ટેપ 8: તમે સૌથી પહેલા પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર જેવી માહિતી આપેલી હશે તે જોવાની રહશે.
- સ્ટેપ 9: ત્યારબાદ આગળ વધવા માટે Continue બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 10: Continue કર્યા બાદ નામ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે, નામ આધારકાર્ડ પ્રમાણે નાખવાનું.
- સ્ટેપ 11: ત્યાર બાદ તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.
- સ્ટેપ 12: OTP નંબર લખી Validate બટનનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો.
- સ્ટેપ 13: બધી જ વિગતો ભરી લીધા પછી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરવાના સ્ટેપ
- સ્ટેપ 1 : સૌપ્રથમ તેમની સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in ખોલો.
- સ્ટેપ 2 : ત્યારબાદ ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.
- સ્ટેપ 3 : વિકલ્પ પસંદ કર્યા બાદ પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર નાખવા નો રહશે.
- સ્ટેપ 4 : ત્યારબાદ View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 5 : જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે અને જો નહિ હોય તો મેસેજ બોક્સ નહિ આવે, તે બાબતની ધ્યાનપૂર્વક ચકાસણી કરવી.
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો | અહીં ક્લિક કરો |
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
PAN and Aadhar Link 2023 માટે દંડ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
પુષ્ટિકરણ નામના સ્ક્રીન પર, તમારું નામ આવકવેરા વિભાગના ડેટાબેઝમાં દેખાય છે તે રીતે રજૂ કરવામાં આવશે.
ચલન નંબર/ITNS 280 મેજર હેડ કોડ 0021 (ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)) અને માઇનોર હેડ કોડ 500 (અન્ય રસીદો) નો ઉપયોગ નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવીયો હતો તે મુજબ (PAN and Aadhar Link 2023) પાન અને આધારને સમય મર્યાદા મુજબ લિંક કરવામાં ન આવે અને મોડેથી લિંક કરવામાં આવે તો તેના માટે રૂ.500 ની કિંમત ચૂકવવા માટે કરવો આવશ્યક છે. નં. 29 માર્ચ, 2022 ના રોજ, સૂચના નં. 17/2022/F. નંબર 370142/14/2022-TPL જારી કરવામાં આવ્યો હતો.
પાન-આધાર લિન્કેજ કરાવવા માટે 234H હેઠળ ચૂકવેલ ફી કોઈ પણ સંજોગોમાં રિફંડ (પાછી મેળવી) શકાતી નથી.
PAN and Aadhar Link 2023 FAQs
- લિંક કરવા માટેની છેલ્લી તારીખ કઈ છેે?
લિંક કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન 2023 છેે, તે સમયગાળામાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી લેવુ ફરજિયાત છે. - લિંક કરવા માટેની યોગ્ય વેબસાઈટ કઈ છે?
eportal.incometax.gov.in - પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક ન કરવામાં આવે તો શુ થશે?
30 જૂન 2023 સુધીમાં લિંક ના કરવામાં આવે તો તે પાન કાર્ડ બંધ થઈ જશે.