Rath Yatra 2023 LIVE: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને સંબંધિત તમામ અપડેટ્સ, રિયલ ટાઇમ માહિતી, દિવસભરના મહત્વના સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
જગન્નાથજીની 146મી જાજરમાન રથયાત્રા
Ahmedabad rath yatra live 2023 Updates: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ રથયાત્રાના આકર્ષણો
- 18 શણગારેલા ગજરાજો
- 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
- 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
- 18 ભજન મંડળીઓ
- 3 બેન્ડબાજા
- 1200 જેટલા ખલાસી ભાઇઓ
- 2000 જેટલા સાધુ સંતો
Ahmedabad Rath Yatra Time and Route
- સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
- સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
- સવારે 9-45 રાયપુર ચકલા
- સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
- સવારે 11-15 કાલુપુર સર્કલ
- બપોરે 12-00 સરસપુર
- બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
- બપોરે 2-00 કાલુપુર સર્કલ
- બપોરે 2-30 પ્રેમ દરવાજા
- બપોરે 3-15 દિલ્હી ચકલા
- બપોરે 3-45 શાહપુર દરવાજા
- બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
- સાંજે 5-00 ઘી કાંટા
- સાંજે 5-45 પાનકોર નાકા
- સાંજે 6-30 માણેકચોક
- સાંજે 8-30 નીજ મંદિર પરત
Khedutbhai-ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ વિશે:
ખેડૂતભાઈ – Khedutbhai YouTube ચેનલ પર જવા માટે આ બાજુની લિંક પર ક્લિક કરો: Khedutbhai Channel પર જાઓ ↱
તમે રોજ ના બજાર ભાવ, નવી આવનારી યોજનાઓ, ખેડૂત સમાચાર, જેવી તમામ ખેતીને લગતી માહિતી આપણા યૂટ્યૂબ ચેનલ પરથી પણ મેળવી શકો છો. આપણા ચેનલ ને 1,97,000 થી પણ વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી લીધેલ છે. તો, તમે પણ અત્યારે જ ખેડૂતભાઈ યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો.