નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઇટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઇટ પરથી તમને ખેડૂતને લગતી નવી નવી યોજના જોવા મળશે. તો તેના માટે તમારે રોજ અમારી આ વેબસાઇટ પર વિજીત કરતા રહેવું પડશે. તો ચાલો આજે આપડે Pashupalan sahay yojana ની વાત કરશું, જે નીચે મુજબ છે. અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે સર્વેનંબર કઈ રીતે કાઠવુ, 7/12 8અ કઈ રીતે કાઠવુ વગેરે માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.
પરિચય
ખેડૂતો અને પશુપાલકોને ડેરી ઉદ્યોગમાં પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને નાબાર્ડ (NABARD) દ્વારા ડેરી ફાર્મ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતને 12 દુધાળા પશુઓ (ગાય કે ભેંસ) માટે નાણાકીય સહાય (સબસિડી) આપવામાં આવે છે, જેથી નાના અને મધ્યમ પશુપાલકો પોતાનો ડેરી ફાર્મ સ્થાપી શકે.
Pashupalan sahay yojana ડીટેલ
| યોજનાનું નામ | Pashupalan sahay yojana: 12 દુધાળા પશુ ડેરી ફાર્મ યોજના. |
| કોણ લાભ લઈ શકે? | ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂત |
| ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
| ઉદ્દેશ | દૂધ ઉત્પાદન વધારવું અને આવકમાં વધારો કરાવવો. |
| સહાય | સહાય દર રાજ્યના નિયમ મુજબ રહેશે (સામાન્ય રીતે 25% થી 50% સુધી). |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01/10/2025 થી 31/10/2025 |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
12 દુધાળા પશુ યોજનાનો ઉદ્દેશ
pashupalan sahay yojana માં તમને ક્યાં ક્યાં હેતુ થશે, તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પશુપાલક માટે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકને પ્રોત્સાહન આપવું.
- ખેડૂતોને સ્થિર આવકનું સાધન પૂરું પાડવું.
- દૂધ ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થાય છે, અને ગુણવત્તા સુધારવી.
- યુવાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવું.
pashupalan sahay yojana મહત્વની તારીખો
પશુપાલકોને સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: 01/10/2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 31/10/2025
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે.
સહાયની વિગતો
| વિષય | વિગત |
|---|---|
| યોજનાનું નામ | 12 દુધાળા પશુ યોજના 2025 |
| પશુની સંખ્યા | 12 દુધાળા ગાય/ભેંસ |
| સહાયનો પ્રકાર | અનુદાન (Subsidy) |
| સહાય દર | કુલ ખર્ચના 25% થી 50% સુધી, લાભાર્થી વર્ગ પર આધારિત |
| મહત્તમ સહાય | ₹2,50,000 સુધી |
| નાણાકીય સંસ્થા | રાષ્ટ્રીયકૃત બેંક અથવા સહકારી બેંક |
| લોન ઉપલબ્ધતા | હા, 75% સુધી બેંક લોન મળી શકે છે |
pashupalan sahay yojana લાભાર્થી કોણ?
ડેરી ફાર્મ સહાય યોજના 2025 નો લાભ કોણ કોણ લોકો લઈ શકે છે, તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- જે લોકો ખેડૂત છે અને જમીન ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
- જે મહિલાઓ પશુપાલનમાં રસ ધરાવતી હોય તે અને મહિલા જૂથો (SHG) પણ લાભ લઇ શકે છે.
- જે લોકો પાસે કોઈ જ ધંધો વ્યવસાય નથી તેવા યુવાનો માટે ખુબ જ ઉપયોગ થાય છે.
- પશુપાલન સહકારી મંડળો / દૂધ ઉત્પાદક સહકારી સંઘો વગેરે ને.
12 દુધાળા પશુઓ પાત્રતા માપદંડ
હવે ખેડૂતનુ કામ થય જાસે આસન તેના માટે pashupalan sahay yojana માટે સરકાર પણ આપશે સહાય. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. pashupalan sahay yojana માં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- અરજદારની ઉંમર 18 થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર પાસે પશુપાલન માટે યોગ્ય જગ્યા અને શેડ હોવી જોઈએ.
- અરજદાર પાસે ખોરાકની વ્યવસ્થા (ચારો/પાણી) હોવી આવશ્યક છે.
- ગાય/ભેંસની ખરીદી માટે માન્ય બિલ અને આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી છે.
પશુપાલન સહાય યોજના જરૂરી દસ્તાવેજો
pashupalan sahay yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. આ યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવા.
- આધાર કાર્ડ / પાન કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- જમીનના દસ્તાવેજ (7/12 ઉતારો)
- પશુપાલન માટેની જગ્યા દર્શાવતો નકશો
- બેંક પાસબુક નકલ
- ફોટોગ્રાફ
- પશુ ખરીદી બિલ અને હેલ્થ સર્ટિફિકેટ
ઓનલાઈન અરજી સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ
- સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપ ગૂગલ સર્ચ પર જાઓ.
- ત્યારબાદ બ્રાઉઝર ખોલો ત્યાં https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ સર્ચ કરો.
- જો તમારી પાસે પહલેથી ખાતું બનાવેલ છે, તો Login પર જાવ અને આધાર કાર્ડ નંબર/ મોબાઈલ OTP ની મદદથી લોગિન કરો.
- અને જો ન બનાવેલ હોય તો New Registration / Sign Up પસંદ કરો અને અંગત વિગતો ભરો (નામ, પિતાનું નામ, જિલ્લા-તાલુકા, ગામ, સંપૂર્ણ સરનામું, આધાર કાર્ડ, મોબાઇલ અને બેંક વિગતો). જમા કરતાં પહેલા બધાં ફરજિયાત ફીલ્ડ ભરો અને “Save”/“Register” કરો.
- હોમપેજ પરથી યોજના પસંદ કરો Animal Husbandry / પશુપાલન કેટેગરી પસંદ કરો → યાદીમાંથી 12 દુધાળા પશુ પસંદ કરો. (જો ચોક્કસ નામ ન દેખાય તો “Dairy / Self-employment for dairy” જેવા લિંક જુઓ).
- Online Apply પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં સ્પષ્ટ રીતે આ માહિતી ભરવી રહેશે: પાન, આધાર, કબીલા (if applicable), પશુઓની સંખ્યા (12) અને પ્રસ્તાવિત ખર્ચનું વિવરણ.
- જરૂરી દસ્તાવેજ સ્કેન/ફોટો કરીને અપલોડ કરો (સામાન્ય ફોર્મેટ: JPEG / PDF). મહત્વપૂર્ણ દસ્તાવેજો: આધાર કાર્ડ, બેન્ક પાસબુક (first page), 7/12 (જમીન દસ્તાવેજ) જો જરૂરી હોય, ફરમાર્ક/જગ્યા ફોટો, પશુ ખરીદી રસીદ અને veterinary health certificate.
- Captcha/OTP વેરિફાય કરીને ફોર્મ સબમિટ કરો. સબમિશન પછી Application No. / Reference No. રાખી લો (આ number સ્ટેટસ માટે જરૂરી છે).
- ઘણી યોજનાઓમાં ઓનલાઇન અરજી કર્યા પછી પ્રિન્ટ કાઢી તાલુકા કચેરીમાં 7 દિવસની અંદર મુકવાં કહેવામાં આવે છે. પ્રિન્ટ પર તમારું સહી અથવા અંગૂઠાનો સહી લગાવી સબમિટ કરવો હોઈ શકે છે.
ઓફલાઈન સબમિટ: શું અને ક્યાં આપવું?
- જેવી સૂચના પસંદ પોર્ટલ પર આવે તે પ્રમાણે તમારે પ્રિન્ટ કાઢીને નજીકના તાલુકા એનિમલ ઓફિસે અથવા ગ્રામ પંચાયત પર જઈને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવા પડશે. કેટલીક સ્કીમોમાં 7 દિવસની અંદર પ્રિન્ટ તથા દસ્તાવેજ ભેજવા કહેવામાં આવે છે.
- સ્થાનિક કચેરી ઓપરેટર/વેટનરી ડોક્ટર તમારા ઉપર ફીલ્ડ ચકાસણી કરશે (શેડ/જગ્યા અને પ્લાન અનુસાર) અને ત્યારબાદ અરજી આગળ પ્રક્રિયા માટે મોકલવામાં આવશે.
નોંધનીય બાબતો
- પશુ ખરીદી કર્યા પછી ચકાસણી પછી સહાય જારી થશે.
- પશુનું વીમો કરાવવો ફરજીયાત છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q1. શું નવી ગાય અથવા ભેંસ ખરીદવી ફરજિયાત છે?
જવાબ: હા, યોજના હેઠળ નવી દુધાળી ગાય અથવા ભેંસ ખરીદવી જરૂરી છે.
Q2. Pashupalan sahay yojana માં સહાય ક્યારે મળે છે?
જવાબ: ચકાસણી પછી સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે.
Q3. Pashupalan sahay yojana હેઠળ કઈ જાતની ગાય/ભેંસ માન્ય છે?
જવાબ: માત્ર દૂધાળું સ્વસ્થ અને પ્રમાણિત જાતિનું પશુ જ માન્ય ગણાશે.
Q4. શું મહિલા અરજદારોને ખાસ લાભ છે?
જવાબ: હા, મહિલાઓને સહાય દરમાં વધારાની ટકાવારી મળે છે.
સમાપન
12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના 2025 ખેડૂતોને ડેરી ઉદ્યોગમાં સ્વરોજગાર તરફ દોરી જાય છે. સરકારની સહાયથી દૂધ ઉત્પાદન વધારવાની સાથે આવકમાં વધારો અને રોજગાર બંનેની તક મળે છે. “12 દુધાળા પશુ યોજના 2025” (Animal Husbandry Assistance Scheme) ખેડૂતો અને પશુપાલકો માટે દૂધ ઉત્પાદન વધારવાની ઉત્તમ તક છે. Pashupalan sahay yojana થી માત્ર પશુપાલકોને નાણાકીય સહાય જ નહીં મળે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી અને આવકના નવા સ્ત્રોતો પણ ઉભા થશે.