Tractor Sahay Yojana 2024 | ટ્રેક્ટર સહાય યોજના 2024 | આવી રીતે કરો અરજી

Tractor Sahay Yojana 2024: તમે જાણો જ છો કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે. આપણા દેશ ના ૭૦ થી ૮૦ ટકા લોકો ખેતી કરે છે અને અન્ન અથવા બીજી ઘણી બધી વસ્તુઓ પેદા કરે છે. જે વસ્તુઓ કા’તો સીધી અને કાં’તો આડ-કતરી રીતે આપણા દેશના અર્થ-તંત્રમાં ખુબ મોટો ફાળો આપે છે. અને દેશના અર્થ-તંત્રને ઊંચું લઇ જવામાં માળારૂપ થાય છે.

ટ્રેક્ટર સહાય યોજના 2023: આવી બધી બાબતોને ધ્યાને લઈને ગુજરાત સરકાર હર વર્ષે ખેડૂતોને બની શકે તેટલી રીતે સહાય કરવાનો પ્રયાસ કરતી હોય છે. અને ખેડૂતોને વધારે માર સહન ના કરવો પડે તેનું ધ્યાન રાખતી હોય છે. એટલે જ સરકાર પણ ખેડૂતોને ઉપયોગી થાય તેવી નવી-નવી ખેડૂત લક્ષી નીતિઓ અપનાવી રહી છે અને ખેડૂતોને સહાય મળે તે માટે નવી-નવી યોજનાઓ લાવી રહી છે. તેમની એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના.

Tractor Sahay Yojana 2024 Details


યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2024
યોજનાનો હેતુખેતી માં ઉન્નતિ થાય અને ખેડૂતો ને સસ્તા દરે સારા સાધનો મળી રહે ખેતી કરવા માટે.
લાભાર્થીઓગુજરાતના ખેડૂતો
કેટેગરીસરકારી યોજના 2023
વેબસાઈટikhedut.gujarat.gov.in

ટ્રેક્ટર સહાય યોજના 2024 મુખ્ય હેતુ


ટ્રેક્ટર સહાય યોજના નો મુખ્ય હેતુ ગુજરાત માં રહેતા ગુજરાતના ખેડૂતો ને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે. અને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે તેમ જ ખેડૂતો ને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે. Tractor Sahay Yojana 2023 ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આ યોજના(Tractor Sabsidi Yojana) નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. અને તેના માટે ભારત સાકાર દ્વારા એક વેબસાઈટ ચાલવામાં આવી રહી છે. જેનું નામ છે ikhedut portal. ટ્રેક્ટર સબસીડીનો લાભ લેવા માટે તમારે પણ ikhedut portal પર અરજી કરવાની રહેશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી યોજના છે અને ટ્રેક્ટર સહાય યોજના ના માપદંડ નીચે મુજબ છે.

લાભ લેવા માટે યોગ્યતા માપદંડ


ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી ખેતી લક્ષી યોજનાઓ માટે iKhedut Portal પર અરજીઓ માંગવામાં આવી છે. અને બધી યોજનાઓ લાભ લેવા માટે ના માપદંડ અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હોય છે. Tractor Sahay Yojana માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે.

  • જે ખેડૂત લાભ લેવા ઇચ્છે છે તે ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • ગુજરાતના નાના ખેડૂતોને, સિમાંત ખેડૂતોને અને મહિલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તથા ખેડૂત જનરલ કેટેગરીમાં હોય, એસ.સી કેટેગરીમાં હોય,એસ.ટી કેટેગરીમાં હોય અને અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • લાભ લેવા માંગતા ખેડૂતના નામે કોઈ જમીન અથવા વન અધિકાર હોવી જરૂરી છે.
  • એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરી લાભ મળવા પાત્ર રહેશે નહિ.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન iKhedut Portal પરથી અરજી કરવાની રહેશે.

Tractor Sahay Yojana 2023 Documents


ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરીર ડોક્યુમેન્ટ હોય છે. Tractor Sabsidi યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે.

  • 7-12 નો દાખલો
  • આધારકાર્ડની નકલ (લાભ લેવા માંગતા ખેડૂતની)
  • ખેડૂત SC અથવા ST કેટેગરીમાંથી હોય તો જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ(શરીરમાં ખોટ-ખાંપણ) હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • જો સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોના સંમતિપત્રક અને 7-12, 8-અ ની નકલ
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો રજીસ્ટર નંબર
  • બેન્ક પાસબુકની નકલ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

ફોર્મ કેવી રીતે ભરવું ટ્રેક્ટર સહાય યોજના 2024


ટ્રેકટર સહાય યોજમાં જે ખુડૂતો લાભ લેવા માંગે છે તે ખેડૂતોએ i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ ટ્રેકટર સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત પાસેથી પણ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. અને જો તમારે ગ્રામ પંચાયત પાસે ફોર્મ ભરવા ન જવું હોય તો તમે ઘરે બેઠા પણ ટ્રેક્ટર સહાય યોજનનુઁ ફોર્મ ભરી શકશો.

  • સૌથી પ્રથમ Google ખોલો અને “ikhedut Portal” લખો.
  • ત્યાં તમને આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in જોવા મળશે તે ખોલો.
  • આઈ Khedut Website ખુલી ગયા પછી “યોજના” પર દબાવો.
  • યોજના પર દબાવ્યા પછી પહેલા નંબર પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલો.
  • “Bagayati ni yojana” ખુલી ગયા પછી ત્યાં તમને ક્રમ નંબર-25 જોવા મળશે ક્રમ નંબર-25 પર “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર દબાવો.
  • ત્યાં તમને “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તે ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન પર દબાવીને આગળનું પેજ ખોલો.
  • જો તમે પહેલા રજીસ્ટર કરેલી હોય? તો હા અને ન કર્યું હોય તો ના કરો.
  • જો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાંખવાના રહેશે ત્યાર બાદ Captcha Image નાખીને અરજી કરો.
  • જે ખેડૂતોએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો ‘ના’ પર દબાવો અને ઓનલાઈન અરજી કરો.
  • ખેડૂતે બધી જ માહિતી ભરી લીધા પછી “અરજી સેવ કરો” તેના પર દબાવાનું રહશે.
  • બધી જ વિગતો સરખી લખી છે તે તપાસી “અરજી કન્‍ફર્મ” કરવાની રહેશે. એક વખત અરજી કન્ફોર્મ કરી લીધા પછી Application Number માં કઈ પણ પ્રકારનો કોઈ સુધારો કે વધારો કરવામાં આવશે નહિ તેની નોંધ લેવી.
  • જયારે તમારું ઓનલાઈ ફોમ ભરાય જાય પછી પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
Tractor Sahay Yojana અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

અમે આશા કરીયે છીયે કે આ માહિતી જરૂરથી તમને ઉપયોગી બની હશે. વધુમાં વધુ ખેડૂતો સુધી આ આર્ટિકલ મોકલો જેથી બધા ખેડૂતો ટ્રેક્ટર સહાય યોજના ૨૦૨૩ (Tractor sahay yojana 2023) નો લાભ લઇ શકે. હજુ કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અથવા તો અમારા Contact Us ના પેજ પર થી તમારા પ્રશ્ન નું સમાધાન મેળવી શકો છો.

Leave a Comment