Janmashtami 2025: કયારે છે, કઈ તારીખ, શુભ મુહર્ત, પૂજા વિધિ

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારત ભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. Janmashtami પાવન તહેવારને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

Janmashtami પરિચય


જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ! ભક્તિ, ભોજન, ભક્તિગીતો અને સુંદર ઝાંખીઓથી ભરેલી આ રાત સુખદ અને આધ્યાત્મિક બને છે. 2025માં જન્માષ્ટમી 16 ઓગસ્ટ (શનિવાર) અને સાતમ 15 ઓગસ્ટ, આઠમ 16 ઓગસ્ટ તરીકે ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણનું અવતરણ માત્ર ધાર્મિક નથી તે ભક્તિ, પ્રેમ, ન્યાય અને પ્રેમભરેલા જીવનશૈલીનું પ્રતીક છે. Janmashtami એ દિવસ છે જ્યારે સમગ્ર ભારત “કૃષ્ણમય” બની જાય છે. 2025માં જન્માષ્ટમી 16 ઓગસ્ટે (શનિવાર) ઉજવાશે અને તેમાં પણ સાતમ 15 ઓગસ્ટે અને આઠમ 16 ઓગસ્ટે રહેશે. આવો જોઈએ કે આ પાવન અવસરે તમે ક્યાં જઈ શકો છો અને શું ખાસ જોઈ શકો છો.

જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણના અવતારની યાદમાં ઉજવાતો પાવન તહેવાર છે. દેવકી-વસુદેવના ઘરમાં શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા વદ આઠમના દિવસ મધ્યરાતે થયો હતો. તેથી, આ દિવસને ‘જન્માષ્ટમી’ તરીકે ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે આઠમના દિવસે રથમાં કૃષ્ણની મૂર્તિ રાખી આખા ગામમાં રથ સાથે રાસ રમે છે. અને આઠમના દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક કોઈ વ્યક્તિને સંતાન ન હોય તો સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવાથી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ જેવી સ્પર્ધા કરી ઈનામો પણ રાખવામાં આવે છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શુભ મુહૂર્ત


કૃષ્ણ જન્માષ્ટમી 2025 તારીખ અને તિથિ વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 15 ઓગસ્ટના રોજ રાત્રે 8:19 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તિથિ 16 ઓગસ્ટના રોજ સાંજે 6:04 વાગ્યે સમાપ્ત થશે. આથી, Janmashtami નું વ્રત 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ રાખવામાં આવશે. ગુજરાતી કેલેન્ડર મુજબ અમુક માન્યતાઓ અનુસાર, જન્માષ્ટમીનું વ્રત 16 ઓગસ્ટ, શનિવારના રોજ પણ રાખવામાં આવશે. ભક્તો આ દિવસે કાન્હાજીના જન્મવિધિ પછી ઉપવાસ કરે છે જન્માષ્ટમી વ્રતમાં અમુક પુરુષ અને સ્ત્રીઓ કરતા હોય છે વ્રતમાં આખો દિવસ ભૂખ્યા રહે છે અને સાંજે ૧૨ વાગે કાન્હાજી ના પારણા જુલાવા જાય છે અને ત્યારબાદ જ વર્ત પૂરું કરે છે.

રોહિણી નક્ષત્ર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે રોહિણી નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે રોહિણી નક્ષત્રનો પ્રારંભ 16 ઓગસ્ટના રોજ બપોરે 1:08 વાગ્યા સુધી થશે, અને તેનો અંત 17 ઓગસ્ટના રોજ રાત્રે 11:47 વાગ્યા સુધી રહેશે.

જન્માષ્ટમી ક્યારે આવે છે?

જન્માષ્ટમી 2025માં ભાદરવા વદ આઠમ એટલે કે 16 ઓગસ્ટ, 2025 (શનિવાર) ના રોજ આવે છે. કેટલાક લોકો સાતમ (15 ઓગસ્ટ, 2025)ના દિવસે પણ ઉજવે છે, ખાસ કરીને ગૃહસ્થોમાં.

અન્ય મુહર્ત અને પંચાંગ (જન્માષ્ટમી માટે)

  • સૂર્યોદય – સવારે 05:50 વાગ્યે
  • સૂર્યાસ્ત – સાંજે 07 વાગ્યે
  • ચંદ્રોદય – રાત્રે 10:46 વાગ્યે
  • ચન્દ્રસ્ત – સવારે 11:53 વાગ્યે
  • બ્રહ્મ મુહૂર્ત – સવારે 04:24 થી 05:07 વાગ્યા સુધી
  • વિજય મુહૂર્ત – બપોરે 02:37 થી 03:30 વાગ્યા સુધી
  • સંધ્યાકાળ મુહૂર્ત – સાંજે 07:00 થી 07:22 વાગ્યા સુધી
  • નિશિતા મુહૂર્ત – સવારે 12:04 થી 12:47 વાગ્યા સુધી

તિથિ અને મુહૂર્તનો હિંદુ પંચાંગ મુજબ અર્થ


ગ્રેગોરિયન તારીખ16 ઓગસ્ટ 2025, શનિવાર
હિન્દુ તિથિભાદરવા વદ આઠમ
તિથિ શરૂ15 ઓગસ્ટ 2025, શામ 3:39 વાગ્યે
તિથિ સમાપ્ત16 ઓગસ્ટ 2025, સાંજ 5:11 વાગ્યે
કૃષ્ણ જન્મ મુહૂર્તરાત્રે 12:02 થી 12:47 (મધ્યરાત્રી)
નિશીથ સમયરાત્રે 12:01 થી 12:44 સુધી
અષ્ટમી તિથિ દરમિયાન રોહિણી નક્ષત્રઉપલબ્ધ છે, શુભ સંયોગ છે

કાન્હાજીને આ ભોગ અર્પણ કરો


પૂજા વિધિ અને અર્પણ જન્માષ્ટમીના દિવસે, શુભ મુહૂર્ત દરમિયાન ભગવાન કૃષ્ણને શંખથી અભિષેક કરવાનો રિવાજ છે. આ દિવસે શંખમાં પંચામૃત (ઘી, દૂધ, દહી, ખાંડ, મધ) લઈને ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કરવાથી શુભ ફળ મળી શકે છે. પૂજા દરમિયાન લહુ ગોપાલજીને પ્રિય માનવામાં આવતી માખણ મિશ્રી અર્પણ કરી શકાય છે. લહુ ગોપાલના ભોગમાં તુલસીના પાન ઉમેરવાનું ભૂલશો નહી, કારણ કે તેના વિના તેમનો ભોગ અધૂરો માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લહુ ગોપાલની પૂજા કરવામાં આવે છે.

દ્વારકા janmashtami Live


Dwarka Janmashtami Live: દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે દુર દુરથી લોકો કાનાના દર્શન કરવા આવતા હોય છે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તાર માંથી વધારે લોકો આવતા હોય છે. ત્યારે આ આવડા મોટા આયોજનને લાઈવ નિહાળવાનો પણ એક લ્હાવો છે. માટે, તારીખ 15 અને 16 નો રોજ તમે આ પેજ પરથી દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવને લાઈવ નિહાળી શકશો. દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવને લાઈવ જોવા માટે તમે https://khedutbhai.com/ વેબસાઈટની અને ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ મુલાકાત કરી શકો છો.

janmashtami નો મહિમા


શ્રીમદ ભાગવત અને મહાભારત અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા વદ આઠમના દિવસે મધ્યરાતે મથુરાની કેદખાનામાં દેવકી અને વસુદેવના ઘરે થયો હતો. તેમના જન્મ સમયે આખા બ્રહ્માંડમાં શાંતિ અને પ્રકાશ પ્રસરી ગયો હતો

શ્રેષ્ઠ સ્થળો જ્યાં જન્માષ્ટમી ભવ્ય રીતે ઉજવાય છે


1. દ્વારકા (ગુજરાત)

શ્રીકૃષ્ણનું રાજધાની ધામ દ્વારકાધીશ મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે. ભવ્ય શૃંગાર, રથયાત્રા, લોકસંગીત, અને મંદિરમાં ભગવાનના દર્શન માટે લાખો ભક્તો ઉમટે છે. શ્રીકૃષ્ણની નગરી જ્યાં ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે. દ્વારકાધીશ મંદિરનાં વિશેષ શૃંગાર દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

જોયેલી ખાસ વાતો

  • 12 વાગ્યે કૃષ્ણ જન્મના લાઈવ દર્શન
  • મંદિરમાં વિવિધ રંગીન ઝાંખીઓ
  • તળાવના ઘાટ પર ભજન સંદ્યાઓ

2. મથુરા શ્રીકૃષ્ણનો જન્મસ્થળ (ઉ.પ્ર.)

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર ખાતે વિશાળ આયોજન થાય છે. મંદિર, બજાર અને ગલીઓ રોશની અને ઝાંખીઓથી શણગારાય છે.શ્રીકૃષ્ણના બાળપણની ભૂમિમાં જન્માષ્ટમીની રાતે વિશેષ ઝાંખીઓ, ભજનો અને રાસલીલાનું આયોજન થાય છે.

ખાસ વાતો:

  • કેદગૃહની ઝાંખી (જ્યાં ભગવાન જન્મ્યા હતા)
  • ભજન રાત્રિ, રાસલીલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો
  • શ્રીકૃષ્ણની બાળલિલાઓનું નાટ્યરૂપ

3. વૃંદાવન લાડલા નંદલાલની લીલાઓની ભૂમિ

વૃંદાવનમાં ધૂળ ભરેલા રસ્તાઓ પર આજે પણ રાસલીલા જીવંત લાગે છે. અહીં BANKE BIHARI_, PREM MANDIR, અને ISKCON મંદિર મુખ્ય આકર્ષણ છે.

4. ઈસ્કોન મંદિરો વૈશ્વિક ભક્તિ કેન્દ્રો

ઈસ્કોન દ્વારા આયોજિત જન્માષ્ટમી ઉત્સવો વૈશ્વિક સ્તરે ઓળખાય છે. અહીં ભજન-કીર્તન, પ્રસાદ અને શોભાયાત્રા ભક્તોને કૃષ્ણભક્તિમાં લીન કરે છે.ભારત સહિત વિશ્વના અનેક શહેરોમાં આવેલા ઇસ્કોન મંદિરોમાં ભવ્ય શોભાયાત્રા, કીર્તન અને પ્રસાદ વિતરણ થાય છે.

જન્માષ્ટમી 2025 મહત્વના સમય


15 ઓગસ્ટશુક્રવારસાતમ – ઉપવાસ, રાસ-ભજન, દહીંહાંડી
16 ઓગસ્ટશનિવારઆઠમ – મધ્યરાતે શ્રીકૃષ્ણ જન્મ

મધ્યરાત્રિમાં કૃષ્ણ જન્મનો મુહૂર્ત
રાત્રે 12:02 થી 12:47 સુધી (સ્થાનિક પંચાંગ પ્રમાણે ફેરફાર થઈ શકે છે)

કેવી રીતે ઉજવાય છે janmashtami ઉત્સવ?


દહીંહાંડી સ્પર્ધા:

યુવાનો કૃષ્ણની લિલાને યાદ કરતા માખણ માટે હાંડી તોડે છે. મુંબઇમાં ખાસ કરીને આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે.

મંદિર શણગાર:

મંદિરોમાં દીવો, ફૂલો, રંગોળી અને કૃષ્ણલિલાની ઝાંખીઓથી ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાય છે.

નૈવેદ્ય અને પ્રસાદ:

માખણ-મિશ્રી, પંચામૃત, કેળા, લોટના લાડુ જેવી વસ્તુઓ ભગવાનને અર્પણ થાય છે.

બાળલાલ તરીકે વેશભૂષા:

ઘણા ઘરોમાં બાળકોને નંદલાલ તરીકે તયાર કરી કૃષ્ણજીની લીલાઓ દર્શાવવામાં આવે છે.

મુસાફરી માટે સૂચન


  • જો તમારું લક્ષ્ય દ્વારકા છે, તો 14 ઓગસ્ટ સુધી ત્યાં પહોંચી જવાનું આયોજન કરો.
  • મથુરા/વૃંદાવન માટે ટ્રેન ફલાઇટ અગાઉથી બુક કરાવવી જરૂરી છે.
  • ઈસ્કોન મંદિરો ખાતે ઓનલાઇન રજિસ્ટ્રેશનનું નિરીક્ષણ કરવું.

કૃષ્ણમય થાવ ઘરમાં જ ઉજવવા માટેના સૂચનો


  • ભગવાનનું જમવાનું ઘરમાં બનાવો
  • કૃષ્ણ જન્મની ઝાંખી તૈયાર કરો
  • ઘરના નાના બાળકો સાથે ભજન ગાવો
  • મંત્રજાપ અથવા ગીતામાંથી શ્લોકો વાંચો

ઉત્સવની ખાસિયતો


  • મખન-મિશ્રીનો નૈવેદ્ય
  • દહીં હાંડી સ્પર્ધા
  • રાસ ગરબા અને સંગીત કાર્યક્રમો
  • કૃષ્ણ જન્મની ઝાંખીઓ
  • મધ્યરાતે ભગવાનનો શૃંગાર અને આરતી

શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા


  • જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખવો
  • મંત્રોચ્ચારણ, કીર્તન, અને ભજન દ્વારા શ્રીકૃષ્ણને રીઝવવો
  • મધ્યરાતે શ્રીકૃષ્ણ જન્મની આરતી અને નૈવેદ્ય
  • ઘરમાં અથવા મંદિરે કૃષ્ણ જન્મના દર્શન કરવો

નિષ્કર્ષ


જન્માષ્ટમી એ માત્ર એક તહેવાર નથી તે ભક્તિ અને જીવનમૂલ્યોથી ભરેલી એક પરંપરા છે. 2025માં સાતમ અને આઠમનો તહેવાર શનિવાર અને રવિવાર આવે છે, તમારા માટે શ્રેષ્ઠ અવસરમાં શ્રીકૃષ્ણના દર્શન અને ભક્તિ મેળવવાની તકો ઊભી થાય છે.જન્માષ્ટમી એ માત્ર તહેવાર નહીં, પરંતુ આત્માના પુનર્જાગરણ અને ભક્તિની મીઠી અનુભૂતિ છે. 2025માં સાતમ અને આઠમના પાવન દિવસે કૃષ્ણમય થવા માટે ઉપરના સ્થળોમાં અવશ્ય જાઓ, ભક્તિની તરંગમાં તરબોળ થાઓ અને ભગવાન શ્રીકૃષ્ણને તમારા હૃદયમાં વસાવો.