નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઇટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઇટ પરથી તમને ખેડૂતને લગતી નવી નવી યોજના જોવા મળશે. તો તેના માટે તમારે રોજ અમારી આ વેબસાઇટ પર વિજીત કરતા રહેવું પડશે. તો ચાલો આજે આપડે Tractor GPS System સહાય યોજનાની વાત કરશું, જે નીચે મુજબ છે. અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે સર્વેનંબર કઈ રીતે કાઠવુ, 7/12 8અ કઈ રીતે કાઠવુ વગેરે માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબસાઈટ પર જલ્દી જાવ અને તેની વિજીટ કરો.
યોજનાનો પરિચય
ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક ખેતી તરફ દોરી જવા માટે Tractor GPS System સહાય યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત પોતાના ટ્રેક્ટર અથવા ખેતીના સાધનોમાં GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવી શકે છે. આ GPS ટેક્નોલોજીથી ખેડૂતને ખેતીનું ચોક્કસ માપન, જમીનનો રેકોર્ડ, ઈંધણની બચત અને સમય વ્યવસ્થાપન શક્ય બને છે.
Tractor GPS System detail
| યોજનાનું નામ | Tractor માટે GPS System સહાય યોજના |
| કોણ લાભ લઈ શકે? | ગુજરાતના સામાન્ય જાતિના ખેડૂત |
| ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
| ઉદ્દેશ | ખેતીમાં GPS જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો. |
| સહાય | 40% થી 60% સુધી સબસીડી (મહત્તમ મર્યાદા હોય છે, જેમ કે ₹10,000 – ₹15,000 સુધી) |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
જીપીએસ સિસ્ટમ ટેક્ટર યોજનાનો હેતુ
Tractor GPS System સહાય યોજનામાં તમને ક્યાં ક્યાં હેતુ થશે, તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે.
- ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારીને સમય ની બચત કરવી.
- ટ્રેક્ટરની કામગીરી પર સતત દેખરેખ રાખવી.
- આ Tractor GPS System થી ઈંધણ ખુબ મોટો ફાયદો થશે અને સમયનો પણ ખુબ મોટી બચત થશે.
- જમીનની માપણીમાં ચોકસાઈ મેળવવી.
- ડિજિટલ ખેતી (Smart Farming) તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવું.
સહાયની વિગત
| લાભનો પ્રકાર | સહાયની ટકાવારી | મહત્તમ રકમ |
|---|---|---|
| સામાન્ય ખેડૂત | 40% | ₹10,000 સુધી |
| SC/ST ખેડૂત | 60% | ₹15,000 સુધી |
- સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે.
- સહાયની રકમ જિલ્લાવાર થોડી બદલાઈ શકે છે.
Tractor GPS System પાત્રતા માપદંડ
હવે ખેડૂતનુ કામ થય જાસે આસન તેના માટે Tractor GPS System સહાય યોજના માટે સરકાર પણ આપશે સહાય. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. Tractor GPS System સહાય યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ખેડૂત પાસે ટ્રેક્ટર અથવા ખેતી માટેની મશીનરી હોવી આવશ્યક છે.
- અને iKhedut Portal પર નોંધણી કરાવેલ ખેડૂત હોવો જોઈએ નહીંતર નહિ ચાલે.
- ખેડૂત વ્યક્તિગત કે સહકારી મંડળીનો સભ્ય હોઈ તે જ ખેડૂત પાત્ર છે Tractor GPS System સહાય યોજના માટે.
જીપીએસ સિસ્ટમ ટેક્ટર સહાય જરૂરી દસ્તાવેજો
Tractor GPS System સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. આ યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવા.
- આધાર કાર્ડ
- 7/12 તથા 8A નકલ (જમીનનો દાખલો)
- બેંક પાસબુકની નકલ
- ટ્રેક્ટરનું આર.સી. બુક / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટબુક / ખરીદી બિલ
- GPS ઉપકરણની ખરીદીની બિલ / કોટેશન
- મોબાઈલ નંબર અને
- પાસપોર્ટ સાઈઝ ફોટો
Tractor GPS System અરજી પ્રક્રિયા (Step by Step)
ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. Tractor GPS System સહાયમાં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે, જે તમારે ફોલો કરવાના રહશે.
- વેબસાઇટ ખોલો: https://ikhedut.gujarat.gov.in
- હોમપેજ પર “યોજનાઓ” વિભાગ પસંદ કરો.
- અહીં વિવિધ વિભાગોની યોજનાઓ દેખાશે. પછી યોજનાઓ વિભાગમાં જઈ ત્યાંથી “કૃષિ વિભાગ” પસંદ કરો.
- ત્યારબાદ કૃષિ વિભાગ પસંદ કર્યાબાદ “ટ્રેક્ટર માટે GPS સિસ્ટમ સહાય યોજના 2025” લખેલ હશે, તે પસંદ કરો.
- યોજનાની માહિતી વાંચ્યા પછી “Apply Online (અરજી કરો)” બટન દબાવો.
- જો તમે પહેલેથી રજીસ્ટર્ડ ખેડૂત છો, તો તમારું રજીસ્ટર્ડ મોબાઇલ નંબર / આધાર નંબર વડે લોગિન કરો.
- નવા ખેડૂત માટે “New Registration” વિકલ્પ પસંદ કરો અને વિગતો ભરો.
- અરજી ફોર્મમાં નીચેની માહિતી ભરવી પડશે: વ્યક્તિગત વિગતો (નામ, સરનામું, મોબાઇલ નંબર), ખેતીની જમીનની વિગતો (7/12, 8A), ટ્રેક્ટર અને GPS ઉપકરણની માહિતી, બેંક વિગતો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:
- દસ્તાવેજો સ્કેન કરીને PDF/JPEG ફોર્મેટમાં અપલોડ કરો: આધાર કાર્ડ, 7/12, 8A ની નકલ, ટ્રેક્ટર RC બુક, બેંક પાસબુક, GPS ઉપકરણની બિલ / કોટેશન, ફોટો વગેરે નાખવા.
- તમારી માહિતી ચકાસી “Submit Application” બટન દબાવો.
સબમિશન પછી સિસ્ટમ તમને અરજી નંબર (Application No.) આપશે, તેને નોંધો અને પ્રિન્ટ કાઢો.
ચકાસણી અને સહાય
- હોમપેજ પર “Application Status” વિભાગમાં જઈને તમારી અરજીની સ્થિતિ તપાસી શકો છો.
અરજી મંજૂર થયા બાદ તમારું GPS ઉપકરણ ચકાસણી બાદ સહાય રકમ તમારા બેંક ખાતામાં જમા થશે.
નોંધ
- અરજી દરમિયાન ખોટી માહિતી આપશો તો અરજી રદ્દ થઈ શકે છે.
- અરજી કરતી વખતે મોબાઇલ નંબર યોગ્ય આપવો જરૂરી છે કારણ કે OTP અને અપડેટ્સ ત્યાંથી મળશે.
ખેડૂતોને થતા ફાયદા
ટેક્ટર જીપીએસ સિસ્ટમથી યોજનાથી ખેડૂત મિત્રો ને ઘણા બધા ફાયદા થતા જોવા મળશે જે નીચે મૂજબ આપવામાં આવિયા છે.
- ટ્રેક્ટરની કામગીરીનું ટ્રેકિંગ અને નિયંત્રણ સરળ.
- ઈંધણ અને સમયની બચત.
- ખેતીનું ચોક્કસ માપન શક્ય બને.
- પાક વાવણી અને છંટકાવ માટે યોગ્ય માર્ગદર્શન.
- ટેક્નોલોજી આધારિત સ્માર્ટ ખેતી તરફ મોટું પગલું.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q1. Tractor GPS System યોજના માટે અરજી ક્યાં કરવી?
જવાબ: iKhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવી.
Q2. સહાય કેટલી મળશે?
જવાબ: સામાન્ય ખેડૂતને 40%, SC/ST ખેડૂતને 60% સહાય.
Q3. કોણ અરજી કરી શકે?
જવાબ: ટ્રેક્ટર ધરાવતા તમામ ગુજરાતના ખેડૂત.
Q4. સહાય કઈ રીતે મળે છે?
જવાબ: અરજી મંજૂર થયા બાદ સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે.
સમાપન
Tractor માટે GPS System સહાય યોજના ખેડૂતોને ટેક્નોલોજી આધારિત ખેતી તરફ દોરી જાય છે.
આ યોજના હેઠળ ખેડૂતોને સમય, ઈંધણ અને ખર્ચમાં બચત સાથે પાકની ઉપજ વધારવામાં મદદ મળે છે.
આ એ સમયની જરૂરિયાત છે જ્યાં દરેક ખેડૂત “સ્માર્ટ ફાર્મર” બનવાનો પ્રયત્ન કરે.