Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • ખેડૂત યોજના 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • ગોડાઉન સહાય 2025
    • પીએમ કિસાન સહાય
    • તાડપત્રી સહાય 2025
    • દવા ડ્રોન યોજના 2025
    • પશુપાલન સહાય યોજના
    • સિલાઈ મશીન યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
Ikhedut Portal | હાલમાં ચાલી રહેલ યોજનાઓ 2026.

Ikhedut Portal | હાલમાં ચાલી રહેલ યોજનાઓ 2026.

23/06/202622/06/2026 by Kishan Pindariya

નમસ્કાર ખેડૂતમિત્રો અમારી khedutbhai.com ખેડૂતને લગતી વેબસાઈટ પર તમારું સ્વાગત કરીએ છી. 2026 માં ખેડૂતો માટે હાલમાં મોટી યોજનાઓ ચાલી રહેલ છે. આ યોજનાઓ લાભ લેવા માટે તમારે Ikhedut Portal પર અરજી કરવાની રહેશે.

અને જો તમારે ખેતરને/જમીનને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut Portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી? વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.

પરિચય


ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં આધુનિક ટેક્નોલોજી અપનાવવા, ઉત્પાદન વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે iKhedut Portal પર દર વર્ષે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2026-27 માટે પણ અનેક નવી અને અગાઉની યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ પર ખેડૂતો વિવિધ વિભાગોની યોજનાઓ માટે એક જ જગ્યાએ અરજી કરી શકે છે.

આ લેખમાં આપણે જાણીશું કે હાલમાં iKhedut Portal પર કઈ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે, કોને લાભ મળશે, કેટલી સહાય મળશે અને અરજી કેવી રીતે કરવી.

Ikhedut Portal પર ખેતી વિભાગમાં ચાલી રહેલ યોજનાઓ લિસ્ટ


  1. ડ્રોનથી છંટકાવ
  2. સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ (આઈ. ઓ. ટી. ડિવાઇઝ)
  3. સેન્દ્રિય ખેતી માટે રજીસ્ટ્રેશન, ઇન્સ્પેકશન, સર્ટીફિકેશન, ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક હેઠળ સહાય
  4. સેન્દ્રિય ખેતી માટે ઈનપુટ સહાય
  5. NMEO(તેલીબિયાં) યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય
  6. ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)

આ મોટી યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા ikhedut portal પર ફોર્મ ભરવું પડશે. તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ આપવામાં આવશે.

1. ડ્રોનથી છંટકાવ


મળવા પાત્ર સહાય:

ખર્ચ ના 90% અથવા વધુ માં વધુ રૂ 500 બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર / પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતાદીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 11/06/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 20/06/2026

2. સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ (આઈ. ઓ. ટી. ડિવાઇઝ)


મળવા પાત્ર સહાય:

સ્માર્ટ& પ્રીસીઝન ફાર્મીંગ અંતર્ગત પાક વ્યવસ્થાપનમાં પ્રીસીઝન ફાર્મિંગ ઘટકની કીમતના 50% અથવા રૂ. 75,000 બે માથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય બે એકરની મર્યાદામાં આપવાની રહેશે. ખેડૂતોએ MIS (ડ્રીપ ઇરીગેશન, સ્પ્રિંકલર વગેરે) સિસ્ટમ વસાવાની રહેશે તેમજ જો અગાઉના વર્ષોમાં વસાવેલ હોય તો તે માન્ય રાખવાનું રહેશે.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 17/06/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 16/07/2026

3. સેન્દ્રિય ખેતી રજીસ્ટ્રેશન, સર્ટીફિકેશન, ટ્રાન્સપોર્ટેશન ફી વળતર સહાય


મળવા પાત્ર સહાય:

ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી (GOPCA) દ્વારા નક્કી થયેલ રજીસ્ટ્રેશન, ઇન્સપેકશન, સર્ટીફીકેશન તેમજ નકકી કરેલ ટ્રાન્સ્પોર્ટેશન ફીમાં ફીના ધોરણો મુજબના ખર્ચમાં 75% સહાય. ગોપકા સિવાયની અપેડા માન્ય અન્ય સેન્દ્રિય સર્ટીફીકેશન એજન્સીઓ દ્વારા પ્રમાણ માટેની રજીસ્ટ્રેશન, ઇન્સપેકશન, સર્ટીફીકેશન તેમજ નકકી કરેલ ટ્રાન્સ્પોર્ટેશન ફીમાં 50% અથવા રૂ. 2000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 21/05/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 31/01/2027

4. સેન્દ્રિય ખેતી માટે ઈનપુટ સહાય


મળવા પાત્ર સહાય:

વાર્ષિક રૂ. 5000 પ્રતિ હેક્ટર (ખાતા દીઠ વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં)

ફોર્મ ચાલુ થવાની તારીખ: 21/05/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 31/01/2027

5. NMEO(તેલીબિયાં) યોજના હેઠળ બિયારણમાં સહાય


મળવા પાત્ર સહાય:

NMEO તેલીબિયાં યોજના અંતર્ગત નિયત થયેલા પાકો માટે 1 હેક્ટરની મર્યાદામાં પ્રમાણિત બીજ મળવા પાત્ર રહેશે.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 09/06/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 20/06/2026

6. ટ્રેક્ટર (Tractor Sahay)


મળવા પાત્ર સહાય:

20 પી.ટી.ઓ હોર્સ પાવરથી 60 પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા રૂ.1,00,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 16/06/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 15/07/2026

Ikhedut Portal પર પશુ વિભાગમાં ચાલી રહેલ યોજનાઓ લિસ્ટ


  1. પશુધન વીમા સહાય યોજના
  2. પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 25 થી 50 દુધાળા પશુઓ ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના
  3. અનુસુચિત જન જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે દૂધઘર બનાવવા માટે સહાય
  4. અનુસુચિત જન જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે ગોડાઉન બનાવવા માટે સહાય
  5. એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને 12 % વ્યાજ સહાય
  6. અનુસુચિત જન જાતિના ખેડૂતો/પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની યોજના
  7. રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના
  8. સામાન્ય જાતિના ખેડૂત/પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની સહાય યોજના
  9. સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

આ મોટી યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા ikhedut portal પર ફોર્મ ભરવું પડશે. તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ આપવામાં આવશે.

1. પશુધન વીમા સહાય યોજના


મળવા પાત્ર સહાય:

રાજયના પશુપાલકોને “પશુધન વીમા સહાય યોજના” હેઠળ વીમા પ્રીમિયમની રકમમાં સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રીમિયમના 15% ચુકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈવ સ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર દ્વારા 85% વીમા પ્રીમિયમની સહાય વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમિયમની સહાય મળવાપાત્ર છે.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 01/06/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 30/06/2026

2. 25 થી 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા સહાય


મળવા પાત્ર સહાય:

આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે રિઝર્વ બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદ જ Ikhedut Portal (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો

(૧) પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા બાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના 7.5% વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
(૨) લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના 50% લેખે મહત્તમ રૂ. 10,000 પ્રતિ પશુ મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે રૂ. 5,00,000 ની મર્યાદામાં સહાય રૂપે મળવાપાત્ર થશે.
(૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમા પ્રીમિયમના 75% લેખે પ્રતિ પશુ મહત્તમ રૂ.3,600 મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે રૂ.1,80,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. મરજીયાત ઘટક
(૪) ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટના 75% લેખે રૂ. 30,000 ફોગર યુનીટ માટે (યુનીટ કોસ્ટ રૂ.30,000)ના 75% લેખે મહત્તમ રૂ. 22,500 અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ (રૂ 75,000)ના 75% લેખે મહત્તમ રૂ. 56,250 સહાય રૂપે મળવાપાત્ર રહેશે.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 01/05/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 30/06/2026

3. 1 થી 20 દુધાળા પશુ સ્થાપવા માટે અનુસુચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સહાય


મળવા પાત્ર સહાય:

પશુઓની બાર્ડ દ્વારા નક્કી કરેલ એકમ કિંમત અથવા બેંક દ્વારા પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. જે માટે ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં લોન મેળવેલ હોવી જોઈએ.

ફોર્મ ચાલુ થવાની તારીખ: 27/03/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 30/06/2026

4. સામાન્ય જાતિના પશુપાલકોને ઘાસચારા બિયારણ મિનીકિટ સહાય


મળવાપાત્ર સહાય:

પશુઓને સારો તથા ગુણવતાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલ જાતના ઘાસચારા મીનીકીટસ વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો

ફોર્મ ચાલુ થવાની તારીખ: 03/06/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 30/06/2026

5. સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના


મળવાપાત્ર સહાય:

આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદ જ Ikhedut Portal (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

(૧) 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5 % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને જનજાતિ લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ 12% વ્યાજ સહાય
(૨) કેટલશેડના બાંધકામ પર 50% મહત્તમ રૂ1.50 લાખ સહાય, ગીર / કાંકરેજ માટે 75% મહત્તમ રૂ 2.25 લાખ સહાય
(૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર 75 % મહત્તમ રૂ 43,200 ની સહાય, ગીર / કાંકરેજ પર 90 % મહત્તમ રૂ 51,8,40 સહાય મરજીયાત છે.
(૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ રૂ. 18,000, રૂ 9,000 અને રૂ 33,7,50 સહાય, ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે અનુક્રમે મહત્તમ રૂ 21,600, રૂ 10,800 અને રૂ 40,500 સહાય મળશે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો

ફોર્મ ચાલુ થવાની તારીખ: 27/03/2026 થી

ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 30/06/2026

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો


યોજના પ્રમાણે દસ્તાવેજોમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો જરૂરી રહે છે.

  • આધાર કાર્ડ
  • 7/12 અને 8A ઉતારા
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિનો દાખલો (જો લાગુ પડે)
  • આવકનો દાખલો (જરૂર હોય તો)
  • ખરીદીનું બિલ/કોટેશન (યોજના મુજબ)

iKhedut Portal ના મુખ્ય લાભો


  • ઘરે બેઠા ઓનલાઈન અરજી
  • પારદર્શક પ્રક્રિયા
  • વિવિધ વિભાગોની યોજનાઓ એક જ પોર્ટલ પર
  • અરજીની સ્થિતિ ઓનલાઈન તપાસવાની સુવિધા
  • ખેડૂતોનો સમય અને ખર્ચ બંનેમાં બચત

Ikhedut Portal FAQs


પ્રશ્ન 1 iKhedut Portal શું છે?

જવાબ: ગુજરાત સરકારનું સત્તાવાર ઓનલાઈન પોર્ટલ છે, જ્યાં ખેડૂતો વિવિધ સહાય યોજનાઓ માટે અરજી કરી શકે છે.

પ્રશ્ન 2. હાલમાં iKhedut Portal પર કેટલી યોજનાઓ ઉપલબ્ધ છે?

જવાબ: 2026-27 માટે વિવિધ વિભાગોની મળીને આશરે 148 યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 3. અરજી કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

જવાબ: આધાર કાર્ડ, 7/12 ઉતારો, 8A, બેંક પાસબુક, મોબાઇલ નંબર અને યોજના મુજબના અન્ય દસ્તાવેજો.

પ્રશ્ન 4. અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી?

જવાબ: iKhedut Portal પર Application Status વિભાગમાં જઈ અરજી નંબર દાખલ કરીને.

પ્રશ્ન 5. iKhedut Portal પર અરજી કરવા માટે કોઈ ફી લાગે છે?

જવાબ: સામાન્ય રીતે ઓનલાઈન અરજી માટે સરકાર દ્વારા કોઈ અરજી ફી લેવામાં આવતી નથી. જોકે, જો તમે કોઈ સેવા કેન્દ્રની મદદ લો તો તેઓ પોતાની સેવા માટે અલગ ચાર્જ લઈ શકે છે.

સમાપન


iKhedut Portal ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે. વર્ષ 2026-27 દરમિયાન કૃષિ, બાગાયત, પશુપાલન, સિંચાઈ અને કૃષિ સાધનો સહિત અનેક સહાય યોજનાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જો તમે પાત્રતા ધરાવો છો, તો સમયમર્યાદામાં અરજી કરીને સરકારની સહાયનો લાભ લઈ શકો છો. નવી યોજનાઓ અને અરજીની તારીખો માટે નિયમિત રીતે સત્તાવાર પોર્ટલ તપાસતા રહો.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • થ્રેશર સહાય યોજના 2026
  • પશુપાલન સહાય યોજના 2026
  • મગફળી ટેકાના ભાવ ક્યારે થશે ચાલુ
  • પાક નુકસાન સહાય 2026
  • ટ્રેક્ટર જીપીએસ સિસ્ટમ 2026
  • ડિજિટલ ખેતી સહાય 2026
  • શાકભાજી ગ્રીનહાઉસ સબસીડી 2026
  • ઈલેક્ટ્રિક મોટર સબસીડી 2026
  • પાક લણણી સાધનો સબસીડી 2026
  • જીવાત નિયંત્રણ સહાય યોજના 2026
  • ગોબરગેસ સહાય યોજના 2026
  • ઓર્ગનિક ખેતી સહાય યોજના 2026
  • ડેરીફાર્મ સહાય યોજના 2026
  • બોરવેલ પંપ યોજના 2026
  • ટપક સિંચાઇ યોજના 2026
  • પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના 2026
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2026
  • કૃષિ મશીન સહાય 2026
  • જન્માષ્ટમી 2025
  • ચારા સહાય 2026
  • મીની ટ્રેક્ટર સહાય 2026
  • પશુપાલન યોજના 2026
  • પીએમ કુસુમ યોજના 2026
  • તાડપત્રી સહાય યોજના 2026
  • ડ્રોન સહાય યોજના 2026
  • પીએમ કિસાન સહાય યોજના 2026
  • ગોડાઉન સહાય યોજના 2026

Categories સરકારી યોજના 2026 Tags 2026 ikhedut Portal yojana, aae khedut poetal, aai khedut, aaj na bajar bhav, amreli APMC, bajarbhav, bhumiyo, bhumiyo.in, i khedut, I portal khedut yojana 2026 Gujarat, ikhedu, ikhedut, ikhedut 2026 new yojana, ikhedut portal, iKhedut Portal 2024 25 Yojana List, Ikhedut portal 2024-25 registration, Ikhedut Portal 2025, IKhedut Portal 2025 26, Ikhedut portal 2025 26 registration status, iKhedut portal 2025 26 Yojana list Gujarat, Ikhedut Portal 2025 Yojana List, Ikhedut portal 2026 27 yojana list pdf download, Ikhedut Portal 2026 new yojana, iKhedut Portal 2026 Yojana list, Ikhedut Portal 2026 Yojana list Gujarat PDF, iKhedut portal login, ikhedut portal new yojana, Ikhedut portal pashupalan yojana, iKhedut Portal pashupalan Yojana list, Ikhedut portal status, ikhedut portal yojana, Ikhedut Portal Yojana list, Ikhedut portal yojana list gujarat, Ikhedut portal Yojana list pdf download, ikhedut Portal પર ટપક સિંચાઈ ફોર્મ, khedut bhai, khedutbhai, khedutbhai navi yojana, khedutbhai youtube, khedutbhai.com, kishan pindariya, Tractor GPS System ikhedut portal, yojana 2026 ikhedut portal, આઇ ખેડૂત, આઇ ખેડૂત 2026, આઇ ખેડૂત થ્રેશર સહાય યોજના 2026, આઇ ખેડૂત પશુપાલન યોજના, આઇ ખેડૂત પોર્ટલ, આઇ ખેડૂત પોર્ટલ 12 દુધાળા પશુ યોજના, આઇ ખેડૂત પોર્ટલ ૨૦૨૬ નવી યોજના, આઇ ખેડૂત પોર્ટલ 2026 નવી યોજના, આઇ ખેડૂત પોર્ટલ યોજના, આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026, આઇ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ, આઇ ખેડૂત પોર્ટલ શેડનેટ સહાય યોજના, આઇ ખેડૂત યોજના, આઇ ખેડૂત યોજના 2025, આજના બજાર ભાવ, ઓનલાઈન અરજી IKhedut Portal, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, યોજના આઇ ખેડૂત, શાકભાજી ગ્રીનહાઉસ આઇ ખેડૂત પોર્ટલ
Chara minikit yojana: ઘાસચારા બીજ મિની કિટ સહાય યોજના 2026
APMC Rajkot: Rajkot Market Yard Bhav | Rajkot yard | રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

તમારા માટે ઉપયોગી

  • નવી યોજના 2026
  • તાજા બજાર ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • ખેતી વિડિયો

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2026 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો