ખેડૂતો અને પશુપાલકો માટે ચારો પશુપાલનનું સૌથી મોટું પડકાર છે. પશુઓને પોષણયુક્ત અને યોગ્ય સમયે ચારો મળે તે માટે સરકાર વિવિધ સહાય યોજનાઓ લાવી રહી છે. હાલમાં સરકાર દ્વારા Chaff cutter machine subsidy માટે 75% સુધીની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકો ઓછા ખર્ચે આધુનિક ચાફકટર મેળવી શકે છે.
Chaff cutter machine subsidy : ઘાસને કાપીને પછી પશુઓને નાખવામાં આવે તો પશુઓ સરળતાથી ખાઈ શકે છે. ઘાસને નાના ટુકડાઓમાં કાપવા માટે ચાફ કટર નામનું મશીન નો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન પશુપાલકો ખરીદી શકે તે માટે સરકાર દ્વારા ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે.
યોજનાનો પરિચય
ચાફકટર એ મશીન છે, જે ઘાસચારા, લીલાચારા અને પાક અવશેષને કાપીને પશુઓને ખાવા યોગ્ય બનાવે છે. આ મશીનના ઉપયોગથી પશુઓને વધુ પોષક ચારો મળે છે અને દૂધ ઉત્પાદન વધે છે. પશુપાલકોનું કામ પણ સરળ બને છે.
સરકાર હવે Chaff cutter machine subsidy ખરીદી માટે મશીનની કિંમત પર સીધી 75% સબસીડી આપશે.
Chaff cutter machine subsidy 2025 ડીટેલ
| યોજનાનું નામ | Chaff cutter machine subsidy 2025: પશુપાલકોને ચાફકટર |
| કોણ લાભ લઈ શકે? | ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂત |
| ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
| ઉદ્દેશ | પશુપાલકોને ઓછા ખર્ચે ચાફકટર ઉપલબ્ધ કરાવવો. |
| સહાય | ચાફકટર ખરીદ પર સરકાર 75% સુધી સબસીડી. |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 02/07/2025 થી 31/08/2025 |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
ચાફકટર મશીનના ધોરણો/ પ્રકાર
- હેન્ડ ઓપરેટેડ ચાફકટર
- હાથથી ચલાવવાની
- નાના પશુપાલકો માટે યોગ્ય
- પાવર ઓપરેટેડ ચાફકટર (ઇલેક્ટ્રિક / ડિઝલ)
- વીજળી કે ડીઝલથી ચલાવવાની
- મોટા પશુપાલકો માટે ઉપયોગી
- ટ્રેક્ટર ઓપરેટેડ ચાફકટર
- ટ્રેક્ટરથી ચાલે તેવી મશીન
- મોટા પાયે ચારો કાપવા માટે
Chaff cutter machine subsidy ઉદ્દેશ્ય
ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં અલગ અલગ પાકો જેવા કે જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસને કાપવા માટે ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Chaff cutter machine ખરીદવું પડતું હોય છે. ખેડૂતોને Chaff cutter machine subsidy આપવામાં આવે છે.
- પશુપાલકોને ઓછા ખર્ચે ચાફકટર ઉપલબ્ધ કરાવવો.
- પશુઓને પોષણયુક્ત ચારો પૂરો પાડવો.
- દૂધ ઉત્પાદન વધારવું.
- ચારા પર થતા વધારાના ખર્ચમાં ઘટાડો કરવો.
સહાય કેટલી મળશે?
ચાફકટ્ટર માચીને સબસિડી ફોર ફાર્મર્સ કેટલી સહાય આપશે તે નીચે મુજબ આપવામાં આવશે.
- ચાફકટર ખરીદ પર સરકાર 75% સુધી સબસીડી આપશે.
- ઉદાહરણ તરીકે, જો મશીનની કિંમત ₹40,000 છે તો પશુપાલકને ફક્ત ₹10,000 જ ભરવા પડશે અને બાકીની ₹30,000 સરકાર ભરી આપશે.
Chaff cutter machine subsidy માં મહત્વની તારીખો
પશુપાલકોને ચાફકટરની ખરીદી યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: 02/07/2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 31/08/2025
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે.
ચાફકટર મશીન સબસીડીના મુખ્ય ફાયદા
- ચારો કાપવામાં સમય અને મજૂરીની બચત
- પશુઓને પચવામાં સહેલાઈ થાય તેવો ચારો, દૂધ ઉત્પાદન વધે.
- ખર્ચમાં ઘટાડો- મજૂરી ખર્ચ ઓછી થાય.
- સરકાર તરફથી 75% સબસીડી – ઓછી કિંમતમાં મશીન મળે.
- પશુપાલકોની આવકમાં વધારો.
પશુપાલકોને ચાફકટર ખરીદી યોજનામાં કોણ લઈ શકશે લાભ? (પાત્રતા)
પશુપાલકોને ચાફકટરની ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. પશુપાલકોને ચાફકટરની ખરીદી યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- ગુજરાત રાજ્યના નાના અને મોટા પશુપાલકો.
- અરજદાર પાસે પોતાનું દૂધાળું પશુ હોવું જરૂરી.
- અરજદાર પાસે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું જોઈએ.
Chaff cutter machine subsidy જરૂરી દસ્તાવેજો
Chaff cutter machine subsidy નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- ખાતા નંબર અને બેંક પાસબુકની નકલ
- મોબાઈલ નંબર
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
- લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)
- લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12
- પશુનો માલિક હોવાનો પુરાવો
- ચાફકટર મશીનના બિલની નકલ
ચાફકટર સબસીડી યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા
Chaff cutter machine subsidy યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે.
ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. Chaff cutter machine subsidy માં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે જે તમારે ફોલો કરવાના રહશે.
- સૌપ્રથમ ikhedut.gujarat.gov.in
- વેબસાઈટ ખોલો.
- હોમપેજ પર “યોજનાઓ (Schemes)” વિકલ્પ પર ક્લિક કરો.
- યોજના પસંદ કરવી
- “પશુપાલન” વિભાગમાં જાઓ.
- ત્યાંથી “ચાફકટર સહાય યોજના” પસંદ કરો.
- અરજી કરવી
- હવે “Apply Online” (અરજી કરો) પર ક્લિક કરો.
- જો તમે ikhedut પોર્ટલ પર પહેલેથી રજિસ્ટર્ડ છો તો લૉગિન કરો.
- નવા યુઝર માટે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે (આધાર નંબર અને મોબાઈલ નંબર દ્વારા).
- ફોર્મ ભરવું
- તમારી વ્યક્તિગત માહિતી, જમીન/પશુપાલન સંબંધિત વિગતો દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, બેંક પાસબુક, પશુ માલિક હોવાનો પુરાવો, બિલ વગેરે) અપલોડ કરો.
- અરજી સબમિટ કરવી
- તમામ વિગતો ચેક કર્યા પછી Submit બટન પર ક્લિક કરો.
- અરજી નંબર (Application Number) સ્ક્રીન પર દેખાશે તેને સાચવી રાખો.ચકાસણી પ્રક્રિયા
- સંબંધિત વિભાગ દ્વારા તમારી અરજી ચકાસવામાં આવશે.
- અરજી મંજુર થયા બાદ તમારા બેંક ખાતામાં સીધી સબસીડી જમા થશે.
- અરજીની ચકાસણી પૂર્ણ થયા પછી સબસીડીની રકમ સીધી જ તમારા બેંક ખાતામાં જમા થશે.
Chaff cutter machine subsidy (FAQs)
Q.1 ચાફકટર પર કેટલા ટકા સબસીડી મળશે?
જવાબ: પશુપાલકોને 75% સબસીડી મળશે.
Q.2 અરજદાર પાસે કયા દસ્તાવેજો જરૂરી છે?
જવાબ: આધાર કાર્ડ, બેંક પાસબુક, પશુ માલિક હોવાનો પુરાવો, બિલની નકલ વગેરે.
Q.3 અરજી ક્યાં કરવી પડશે?
જવાબ: ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે.
Q.4 કયા પ્રકારની ચાફકટર મશીન પર સહાય મળે?
જવાબ: હેન્ડ ઓપરેટેડ, પાવર ઓપરેટેડ (ઇલેક્ટ્રિક/ડિઝલ), અને ટ્રેક્ટર ઓપરેટેડ ચાફકટર મશીનો.
Q.5 કોણ લાભ મેળવી શકશે?
જવાબ: નાના, મોટા, દૂધ ઉત્પાદક તમામ પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
સમાપન
ચાફકટર ખરીદી માટેની આ 75% સબસીડી યોજના પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે. ઓછા ખર્ચે મશીન મેળવી શકાય છે, જેનાથી ચારો બચશે, પશુઓ તંદુરસ્ત રહેશે અને દૂધ ઉત્પાદન વધશે. જો તમે પણ પશુપાલન સાથે સંકળાયેલા છો તો તરત જ આ યોજનામાં અરજી કરી તેનો લાભ લઈ શકો છો