Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • ખેડૂત યોજના 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • ગોડાઉન સહાય 2025
    • પીએમ કિસાન સહાય
    • તાડપત્રી સહાય 2025
    • દવા ડ્રોન યોજના 2025
    • પશુપાલન સહાય યોજના
    • સિલાઈ મશીન યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
ikhedut Portal | 2026 માં ખેડૂતો માટે આવશે આ 10 મોટી યોજનાઓ

Ikhedut Portal | 2026 માં ખેડૂતો માટે આવશે આ 10 મોટી યોજનાઓ

13/02/2026 by Kishan Pindariya

નમસ્કાર ખેડૂતમિત્રો અમારી khedutbhai.com ખેડૂતને લગતી વેબસાઈટ પર તમારું સ્વાગત કરીએ છી. 2026 માં ખેડૂતો માટે 10 મોટી યોજનાઓ આવશે. આ યોજનાઓ લાભ લેવા માટે તમારે Ikhedut Portal પર અરજી કરવાની રહેશે.

અને જો તમારે ખેતરને/જમીનને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી? વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.

આઈ ખેડૂત પોર્ટલ (Ikhedut portal) પર ઘણી બધી વાર યોજનાના ફોર્મ ભરાતા હોય છે, અને યોજનાનો લાભ લેવા માટે તમે ઘણી વખત ફોર્મ ભર્યું હશે, પણ અમુક સમયમાં તમારૂં ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે. તો તે ફોર્મ રિજેક્ટ ન થાય તે માટે તમારે આ પોસ્ટ વાંચીને તમે ફોર્મ ભરી શકો છો. તો તમને ઘણો ફાયદો થશે. તો 2026માં 10 મોટી નવી યોજનાની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

10 મોટી યોજનાઓ લિસ્ટ


  1. દેશી ગાય નિભાવ સહાય
  2. ટપક સિંચાઇ યોજના
  3. માલવાહક વાહન સહાય
  4. પશુ છાપરું/ તબેલા સહાય
  5. કાંટાળી તારની વાડ સહાય
  6. સોલાર ઝટકા મશીન સહાય
  7. PM કિસાન સન્માન નિધિ
  8. ટ્રેક્ટર સહાય યોજના
  9. ખેત ગોડાઉન યોજના
  10. થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર સહાય
  11. એગ્રિકલ્ચર ડ્રોન સહાય

આ મોટી યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા ikhedut portal પર ફોર્મ ભરવું પડશે. તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ આપવામાં આવશે.

1. દેશી ગાય નિભાવ સહાય (Cow Sahay)


2026માં દેશી ગાય નિભાવ સહાય બહાર પાડવામાં આવી છે. આ યોજનાની ડિટેલથી માહિતી જોતી હોય તો તમારે આ પોસ્ટ પર જઈને વાંચી શકો છો. પોસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

  • સહાય: દર મહિને ₹900 (વર્ષના કુલ ₹10,800).
  • ક્યારે ફોર્મ ભરાશે: મે થી જુલાઈ 2026.
  • ડોકયુમેન્ટન્: ગાયનું ટેગિંગ (VNS) સર્ટિફિકેટ, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધાનું પ્રમાણપત્ર.
  • ખાસ નોંધ: ખડેતૂ સપંર્ણૂપણે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ.

2. ટપક સિંચાઈ પદ્ધતિ (Drip Irrigation) યોજના


જો ખેડૂતમિત્રો તમે ખેતી કરી રહ્યા છો, તો આ યોજના ખાસ તમારા માટે જ ઉપયોગી થશે જો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો માહિતિ જાણવી ખુબ જ જરૂરી છે. માટે પોસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

  • સહાય: નાના ખડેતૂને 85% અને અન્યને 70% સુધીની સબસિડી.
  • સામાન્ય ખડેતૂ (2 હેક્ટરથી વધુ જમીન): 70% અથવા ₹70,000 પ્રતિ હેક્ટર.
  • નાના અને સીમાતં ખડેતૂ (2 હેક્ટરથી ઓછી જમીન): 70% અથવા ₹80,000 પ્રતિ હેક્ટર.
  • SC/ST: 85% અથવા ₹1,00,000 પ્રતિ હેક્ટર.
  • ક્યારે ફોર્મ ભરાશે: આખું વર્ષ અરજી કરી શકાય છે (GGRC પોર્ટલ પર).
  • ડોકયુમેન્ટ: આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, વીજબિલની કોપી, પાણીના સ્ત્રોતની વિગત.

3. પશુ છાપરું / તબેલા સહાય (Cattle Shed)


પશુપાલક મિત્રો માટે ખુશીના સમાચાર છે. જો તમે પશુપાલન કરી રહ્યા છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, જો આ યોજનાની માહિતી તમારે ડિટેલથી જોતિ હોય તો આ પોસ્ટ વાંચો. પોસ્ટ વાચવા માટે અહી ક્લિક કરો

  • સહાય: 4 પશઓુ માટે આશરે ₹70,000 | પશઓુની સંખ્યા મજુબ ₹1.32 લાખ સુધી.
  • ક્યારે ફોર્મ ભરાશે: ઓગસ્ટ – સપ્ટેમ્બર 2026.
  • ડોક્યુમેન્ટ: પશઓુના ટેગ નબંર, આધાર કાર્ડ, રેશનકાર્ડ, બકેં પાસબકુ.

4. સોલાર ઝટકા મશીન સહાય


સોલાર ઝટકા મશીન સહાય યોજનામાં લાભ લેવા માંગો છો, તો તમારે ફોર્મ ભરવું પડશે અને ફોર્મ કઈ રીતના ભરવું તે બધી જ માહિતી પોસ્ટ દ્વારા સમજાવામાં આવી છે. પોસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

  • સહાય: કુલ ખર્ચના 50% અથવા ₹15,000.
  • ક્યારે ફોર્મ ભરાશે: ઓગસ્ટ થી ઓક્ટોબર 2026.
  • ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, 7-12, 8-અ, બેંક પાસબુક.
  • ખાસ નોંધ: આ સોલર પાવરથી ચાલતું મશીન હોવું જોઈએ.

5. PM કિસાન સન્માન નિધિ (PM-Kisan)


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો યોજના અંતર્ગત નાના અને સિમાંત ખેડૂત પરિવારોને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. એટલે 1 વર્ષમાં ટોટલ ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતોને સીધી નાણા સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ નાણા સીધા બેંક ખાતામાં જમા થાય છે. યોજનાની ડીટેલ માહિતી માટે અહી ક્લિક કરો

  • સહાય: વર્ષના ₹6,000 (₹2,000 ના 3 હપ્તા).
  • ક્યારે ફોર્મ ભરાશે: આ યોજના આખું વર્ષ ચાલુ રહે છે (નવા ખેડૂતો માટે).
  • ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ (મોબાઈલ લિંક હોવો જોઈએ), 8-અ નો ઉતારો, બેંક વિગત.
  • ખાસ નોંધ: e-KYC કરાવવું ફરજિયાત છે.

6. ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay)


ખેડૂતમિત્રો યોજનાનો લાભ લેવા માંગો છો, તો તમે આ પોસ્ટ વાંચીને ફોર્મ ભરી શકો છો તો તમને ઘણો ફાયદો થશે. તો પોસ્ટ જોવા માટે અહી ક્લીક કરો.

  • સહાય: 50% અથવા મહત્તમ ₹1,00,000 (બેમાંથી જે ઓછું હોય તે)
  • 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટરની.
  • 10 વર્ષમાં એક વખત.
  • ક્યારે ફોર્મ ભરાશે: મે થી જૂન 2026.
  • જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7-12 ના ઉતારા, બેંક પાસબુક/કેન્સલ ચેક, જાતિનો દાખલો (જો લાગુ પડે તો) અને ટ્રેક્ટરનું ઓરિજનલ બિલ.
  • ખાસ નોંધ: સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહે છે.

7. ખેત ગોડાઉન યોજના (Godown Scheme)


ગોડાઉન સહાય યોજનાનો લાભ લેવો હોય તો આ યોજનાની ડિટેલથી માહિતી લઈ શકો છો, તો પોસ્ટ વાચવા માટે અહી ક્લિક કરો

  • સહાય: 50% અથવા 1,00,000 સુધી.
  • ક્યારે ફોર્મ ભરાશે: જૂન થી ઓગસ્ટ 2026.
  • ડોક્યુમેન્ટ: આધાર, બેંક પાસબુક, 7-12 અને 8-અ, ગોડાઉન બનાવવાનો અંદાજિત નકશો.
  • ખાસ નોંધ: ગોડાઉન ચોક્કસ સરકારી માપદંડો મુજબનું હોવું જોઈએ.

8. થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર (Thresher Subsidy)


ખેડૂતોને ખેતીના અલગ અલગ સાધનની યોજનાઓ બહાર પાડતી હોય છે તો તેમાંથી એક થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર સહાય બહાર પાડવામાં આવી છે. આ યોજનાઓની માહિતી માટે અહી ક્લિક કરો.

સામાન્ય જ્ઞાતિના મોટા ખેડૂતો (2 હેક્ટરથી વધુ જમીન):

  • 20 HP સુધીના ટ્રેક્ટર માટે: 40% અથવા ₹25,000.
  • 20 થી 35 HP: 40% અથવા ₹30,000.
  • 35 HP થી વધુ (4 ટન/કલાક કેપેસિટી): 40% અથવા ₹80,000.
  • 35 HP થી વધુ (મોટી કેપેસિટી): 40% અથવા ₹2,00,000.

નાના/સીમાંત (2 હેક્ટરથી ઓછી જમીન), મહિલા, SC અને ST ખેડૂતો:

  • 20 HP સુધીના ટ્રેક્ટર માટે: 50% અથવા ₹30,000.
  • 20 થી 35 HP સુધી: 50% અથવા ₹40,000.
  • 35 HP થી વધુ (4 ટન/કલાક કેપેસિટી): 50% અથવા ₹1,00,000.
  • 35 HP થી વધુ (મોટી કેપેસિટી): 50% અથવા ₹2,50,000.
  • આ રીતે 25,000 થી 2,50,000 સુધી સબસીડી
  • ક્યારે ફોર્મ ભરાશે: રવી સીઝન આસપાસ.
  • ડોક્યુમેન્ટ: 7-12, 8-અ, આધાર, ટ્રેક્ટરની RC બુક (કારણ કે થ્રેશર ટ્રેક્ટરથી ચાલે છે).

9. એગ્રીકલ્ચર ડ્રોન સહાય (Drone Subsidy)


ખેતી કામ એ ખૂબ મહેનતનું કામ માનવામાં આવે છે. હવે બદલાતા સમય સાથે જાણે જગતનો તાત પણ આધુનિકતામાં માનવની સાથે તાલ મિલાવી રહ્યો હોય તેવું લાગે છે. આજે આપણે વાત કરવાની છે ખેતરમાં ડ્રોનથી દવાનો છટકાવ યોજના શરૂ કરવામાં આવી છે. એ પણ નજીવા ખર્ચથી, ડ્રોનથી દવાનો છટકાવ યોજના દ્વારા કરવામાં આવે છે. આ યોજના માટે અહી ક્લિક કરો.

  • સહાય: 40% અથવા ₹4,00,000. Agri Graduate ને ₹5,00,000.
  • ક્યારે ફોર્મ ભરાશે: મે થી જૂન 2026.
  • ડોક્યુમેન્ટ: આધાર, 7-12, ડ્રોન ઉડાવવાનું લાયસન્સ, બેંક વિગત.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)


પ્રશ્ન.1 iKhedut Portal 2026 શું છે?

જવાબ: iKhedut Portal ગુજરાત સરકારનું સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં ખેડૂતો ખેતી, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત વિવિધ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

પ્રશ્ન.2 2026માં ખેડૂતો માટે કઈ મુખ્ય યોજનાઓ ઉપલબ્ધ છે?

જવાબ: દેશી ગાય નિભાવ સહાય, ટપક સિંચાઇ યોજના, પશુ તબેલા સહાય, સોલાર ઝટકા મશીન સહાય, PM કિસાન સન્માન નિધિ, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન યોજના, થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર, ડ્રોન સહાય વગેરે.

પ્રશ્ન.3 iKhedut Portal પર અરજી કેવી રીતે કરવી?

જવાબ: સત્તાવાર વેબસાઈટ પર જઈને યોજના પસંદ કરો, જરૂરી વિગતો ભરો, દસ્તાવેજ અપલોડ કરો અને અરજી સબમિટ કરો. અરજી કર્યા બાદ સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકાય છે.

પ્રશ્ન.4 અરજી કરવા માટે કયા દસ્તાવેજ જરૂરી છે?

આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનનો 7/12 ઉતારો, રહેઠાણ પુરાવો અને મોબાઇલ નંબર જરૂરી રહે છે. યોજના પ્રમાણે વધારાના દસ્તાવેજ પણ માંગવામાં આવી શકે છે.

પ્રશ્ન.5 શું તમામ ખેડૂતો iKhedut યોજનાઓનો લાભ લઈ શકે?

જવાબ: હા, પરંતુ દરેક યોજનાની અલગ પાત્રતા શરતો હોય છે. જમીન ધરાવતા અને રાજ્યના રહેવાસી ખેડૂતો માટે વધુ યોજનાઓ ઉપલબ્ધ હોય છે.

પ્રશ્ન.6 સબસિડીની રકમ કેવી રીતે મળે છે?

જવાબ: મંજૂરી બાદ સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા થાય છે.

પ્રશ્ન.7 iKhedut Portal માટે કોઈ ફી લેવામાં આવે છે?

જવાબ: સરકારી પોર્ટલ પર અરજી કરવા માટે સામાન્ય રીતે કોઈ ફી નથી, પરંતુ સાયબર કેફે અથવા CSC પર સેવા ચાર્જ લાગી શકે છે.

પ્રશ્ન.8 શું મોબાઇલથી પણ અરજી કરી શકાય?

જવાબ: હા, iKhedut Portal મોબાઇલ બ્રાઉઝર દ્વારા ખોલી શકાય છે અને સ્માર્ટફોનથી અરજી કરી શકાય છે.

પ્રશ્ન.9 2026માં નવી યોજનાઓ ક્યારે જાહેર થશે?

જવાબ: સરકાર દ્વારા બજેટ અથવા કૃષિ વિભાગની જાહેરાત સમયે નવી યોજનાઓ જાહેર થાય છે. સત્તાવાર વેબસાઈટ અને સમાચાર દ્વારા અપડેટ ચેક કરવું જોઈએ.

સમાપન


2026માં ખેડૂતો માટે અનેક નવી અને લાભદાયી યોજનાઓ ઉપલબ્ધ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે દેશી ગાય નિભાવ સહાય, ટપક સિંચાઇ યોજના, પશુ તબેલા સહાય, સોલાર ઝટકા મશીન સહાય, PM કિસાન સન્માન નિધિ, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન યોજના, થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર, ડ્રોન સહાય ઉપરાંત ગુજરાત સરકારનું iKhedut Portal 2026 ખેડૂતો માટે સબસિડી અને સહાય મેળવવાનું મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે.

ખેડૂતોને સલાહ છે કે તેઓ સમયસર અરજી કરે, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે અને સત્તાવાર પોર્ટલ પરથી જ માહિતી તપાસે. યોગ્ય માહિતી અને યોગ્ય સમયમાં અરજી કરવાથી સરકારની યોજનાઓનો પૂરતો લાભ મેળવી શકાય છે.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • થ્રેશર સહાય યોજના 2026
  • પશુપાલન સહાય યોજના 2026
  • મગફળી ટેકાના ભાવ ક્યારે થશે ચાલુ
  • પાક નુકસાન સહાય 2025
  • ટ્રેક્ટર જીપીએસ સિસ્ટમ 2025
  • ડિજિટલ ખેતી સહાય 2025
  • શાકભાજી ગ્રીનહાઉસ સબસીડી 2025
  • ઈલેક્ટ્રિક મોટર સબસીડી 2025
  • પાક લણણી સાધનો સબસીડી 2025
  • જીવાત નિયંત્રણ સહાય યોજના 2025
  • ગોબરગેસ સહાય યોજના 2025
  • ઓર્ગનિક ખેતી સહાય યોજના 2025
  • ડેરીફાર્મ સહાય યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025
  • ટપક સિંચાઇ યોજના 2026
  • પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • જન્માષ્ટમી 2025
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2026
  • પીએમ કુસુમ યોજના 2025
  • તાડપત્રી સહાય યોજના 2025
  • ડ્રોન સહાય યોજના 2026
  • પીએમ કિસાન સહાય યોજના 2026
  • ગોડાઉન સહાય યોજના 2026
Categories સરકારી યોજના 2026 Tags 2026, 2026 ikhedut Portal yojana, 2026 ni yojana, 2026 માં ખેડૂતો માટે આવશે આ 10 મોટી યોજનાઓ, aaj na bajar bhav, amreli APMC, bajarbhav, Drone Subsidy 2026, I khedut portal 2026, ikhedut, ikhedut 2026 new yojana, ikhedut portal, iKhedut Portal 2024 25 Yojana List, Ikhedut portal 2024 25 yojana list pdf download, Ikhedut portal 2024-25 registration, Ikhedut Portal 2025, IKhedut Portal 2025 26, Ikhedut portal 2025 26 registration status, iKhedut portal 2025 26 Yojana list Gujarat, Ikhedut Portal 2025 Yojana List, Ikhedut portal 2025 yojana list pashupalan, Ikhedut Portal 2026 new yojana, iKhedut Portal 2026 Yojana list, Ikhedut Portal 2026 Yojana list Gujarat PDF, ikhedut portal borwell pump yojana, iKhedut portal login, ikhedut portal new yojana, Ikhedut portal status, ikhedut portal tadpatri yojana, ikhedut portal thresher subsidy, ikhedut portal yojana, Ikhedut Portal Yojana list, Ikhedut portal yojana list gujarat, ikhedut Portal પર ટપક સિંચાઈ ફોર્મ, ikhedut yojana 2026, khedutbhai, kishan pindariya, PM કિસાન સન્માન નિધિ, Thresher Subsidy 2026, Thresher subsidy 2026 apply online, Tractor GPS System ikhedut portal, yojana 2026 ikhedut portal, આઇ ખેડૂત ટપક સિંચાઇ યોજના, આઇ ખેડૂત થ્રેશર સહાય યોજના 2026, આઇ ખેડૂત પોર્ટલ 2026 નવી યોજના, આજના બજાર ભાવ, એગ્રિકલ્ચર ડ્રોન સહાય, ઓનલાઈન અરજી IKhedut Portal, કાંટાળી તારની વાડ સહાય, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, ખેત ગોડાઉન યોજના, ખેતીવાડી ની યોજનાઓ 2026, ટપક સિંચાઇ યોજના, ટ્રેક્ટર સબસિડી 2026, ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના 2025, ટ્રેક્ટર સહાય યોજના 2026, ટ્રેક્ટર સહાય યોજના અરજી કેવી રીતે કરવી, ટ્રેક્ટર સહાય યોજના જાણો કેવી રીતે કરવી અરજી, ટ્રેક્ટર સહાય યોજના રીતે કરવી અરજી, થ્રેશર સહાય, થ્રેશર સહાય યોજના 2026, દેશી ગાય નિભાવ સહાય, પશુ તબેલા સહાય, પીએમ ટ્રેક્ટર સહાય યોજના, માલવાહક વાહન સહાય, સહાય યોજના 2025, સોલાર ઝટકા મશીન સહાય
Thresher Subsidy: થ્રેશર સહાય યોજના 2026
કોડીનાર આજના બજાર ભાવ | Kodinar APMC | Kodinar aaj na bajar bhav

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

તમારા માટે ઉપયોગી

  • નવી યોજના 2026
  • તાજા બજાર ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • ખેતી વિડિયો

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2026 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો