ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાં એક મોટો પડકાર છે, જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ. વારંવાર નિલગાય, વાંદરા, સૂર, જંગલી સસલાં જેવા પ્રાણીઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને પાકની ઉપજ પણ ઓછી થાય છે. તેના માટે ગુજરાત સરકાર Jhatka Machine Sahay આપી રહ્યું છે.
ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન એટલે જંગલી પ્રાણીઓથી પાકનું નુકસાન. ઘણા ખેડૂતોને સવારથી સાંજ સુધી પાકનું રક્ષણ કરવું પડે છે. આ મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા Jhatka Machine Sahay 2026 શરૂ કરવામાં આવી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા “ઝટકા મશીન સહાય યોજના 2026” શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદથી ખેડૂતો તેમના ખેતરના આજુબાજુ ઇલેક્ટ્રિક/સોલાર ફેન્સ લગાવી શકે છે.
અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.
Jhatka Machine Sahay ડીટેલ
| યોજનાનું નામ | Jhatka Machine Sahay : ખેતીમાં જંગલી પ્રાણીઓથી બચવા સહાય |
| ભાષા | ગુજરાતી અને English |
| ઉદ્દેશ | ખેડૂતોને પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા |
| લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
| સહાયની રકમ | ઝટકા મશીન ખરીદવા માટે 50% અથવા ₹15,000 |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
| અરજી કેવી રીતે કરવી | Click કરો. |
Jhatka Machine Sahay હેતુ
સરકાર દ્વારા ઝટકા મશીન સહાય યોજના ચાલુ કરવામાં આવી છે તેના હેતુ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે. ઝટકા મશીન સહાય યોજના 2026 નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓથી થતા નુકસાનથી બચાવવાનો છે. આ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખેતરના આજુબાજુ સોલાર આધારિત ઇલેક્ટ્રિક ફેન્સ (Jhatka Machine Sahay) લગાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે પાકનું રક્ષણ થશે, ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને આર્થિક નુકસાનથી રાહત મળશે.
- ખેડૂતોને પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા સહાય કરવી.
- પાકનું ઉત્પાદન વધારવું અને નુકસાન ઘટાડવું.
- ખેતીમાં આધુનિક સાધનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવું.
Jhatka Machine Sahay 2026 મહત્વની તારીખો
ખેડૂત મિત્રોએ સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: ઓગસ્ટ થી ઓક્ટોમ્બર 2026
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી Jhatka Machine Sahay 2026 નો લાભ તમને પણ મળી શકે.
ઝટકા મશીન યોજના સહાય કેટલી મળશે?
ઝટકા મશીન સહાય યોજના માટે કેટલી સહાય આપવામાં આવશે તે નીચે મુજબ છે.
- સરકાર દ્વારા ખેડૂતોને ઝટકા મશીન ખરીદવા માટે 50% થી 70% સુધીની સબસિડી આપવામાં આવે છે.
- સહાયની મર્યાદા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ રહેશે.
- નાના, સીમાંત અને અનુસૂચિત જાતિના ખેડૂતોને વધુ ટકાવારી સહાય મળશે
Jhatka Machine Sahay કોણ લાભ લઈ શકે? (પાત્રતા)
ઝટકા મશીન સહાય યોજના માટે સરકાર પણ આપશે સહાય યોજનાએ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. ઝટકા મશીન સહાય યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- ગુજરાતના તમામ ખેડૂત આ યોજનામાં અરજી કરી શકે છે.
- અરજદાર ખેડૂત પાસે ખેતીનો 7/12 ઉતારા હોવો જરૂરી.
- સમૂહમાં પણ ખેડૂત અરજી કરી શકે છે.
ઝટકા મશીન સહાય યોજના 2026 જરૂરી દસ્તાવેજો
Jhatka Machine Sahay નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. ઝટકા મશીન સહાય યોજના 2026 માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં જોડવા.
- આધાર કાર્ડ
- 7/12 અને 8-અ ઉતારા
- બેંક પાસબુકની નકલ
- મોબાઈલ નંબર
- ફોટોગ્રાફ
Jhatka Machine Sahay અરજી કેવી રીતે કરવી?
ઝટકા મશીન સહાય યોજના માટે અરજી કરવા મંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ, ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી. જો તમે ઝટકા મશીન સહાય યોજનામાં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇ અને ઑફલાઇન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આપ્યાં છે.
- iKhedut પોર્ટલ ખોલો.
- પ્રથમ વખત હોય તો “New Registration (Farmer)” પસંદ કરો, આધાર નંબર/મોબાઈલ દ્વારા OTP વેરિફાઈ કરો.
- પહેલેથી એકાઉન્ટ હોય તો Login કરો.
- “યોજનાઓ” કૃષિ વિભાગ /પાક સુરક્ષા / ઝટકા મશીન (Electric/Solar Fencing with Energizer) સંબંધિત યોજના પસંદ કરો.
- યોજનાનું વર્ણન, પાત્રતા અને સહાય અમાઉન્ટ વાંચો. “અરજી કરો” પર ક્લિક કરો.
- વ્યક્તિગત વિગતો ભરો: નામ, સરનામું, આધાર નંબર, મોબાઈલ, બેંક વિગતો (IFSC સહિત) સાચી રીતે દાખલ કરો.
- ખેડૂત વર્ગ ( નાના/સીમાંત/અનુસૂચિત વગેરે ) પસંદ કરો સહાય ટકાવારી પર અસર પડે છે.
- જમીન વિગતો: 7/12, 8-A મુજબ સર્વે નંબર, ગામ, તલુકો, જિલ્લા દાખલ કરો.
- જે ખેતરની આજુબાજુ ફેન્સિંગ કરવી છે તે પ્લોટ સરવે પસંદ કરો.
- મશીન ઘટકોની પસંદગી
- ઝટકા મશીન પ્રકાર (Solar/AC), ફેન્સિંગ લંબાઈ (મીટર), પોસ્ટ/વાયર/ઇન્સ્યુલેટર વગેરે Qty દાખલ કરો.
- શક્ય હોય તો અંદાજીત ખર્ચ દર્શાવો (પોર્ટલમાં ક્યારેક auto-calc હોય છે).
- દસ્તાવેજ અપલોડ (સ્પષ્ટ ફોટો/PDF)
- આધાર કાર્ડ, બેંક પાસબુક/કેનસેલ ચેક, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર.
- જો SC/ST/પીડિત વર્ગનું લાભ લોતા હો તો સંબંધિત પ્રમાણપત્ર.
- સહખેડૂત/સમૂહ હોય તો સંમતિ/સમૂહ દસ્તાવેજ.
- ઘોષણાપત્ર & સબમિટ
- સબમિટ થયા પછી Application/ACK Number નોંધો અને PDF Acknowledgement ડાઉનલોડ સાચવો.
- કૃષિ અધિકારી તમારી અરજી/દસ્તાવેજો ચકાસશે. જરૂરી હોય તો ફોન પર સંપર્ક/સાઇટ વિઝિટ થશે.
- મંજૂરી થયા બાદ પોર્ટલ પર Approved દેખાશે.
ખરીદી/સ્થાપન (Post-Approval)
- મંજૂરી બાદ નિર્દેશ મુજબ Empanelled Vendor મારફતે અથવા માર્ગદર્શિકા મુજબ ખરીદી કરો.
- ખરીદીનું બિલ/કેશ મેમો, GST ઇન્વોઇસ, સીરિયલ નંબર અને સ્થાપનનાં ફોટા (Geo-tagged) રાખો.
- પોર્ટલમાં “Upload Bills/Complete Work” વિભાગમાં Vendor Bill, ફોટા, વીડિયો (જો જરૂરી) અપલોડ કરો.
- બેંક વિગતો કન્ફર્મ કરો અને Claim Submit કરો.
- અધિકારી સાઇટ વેરિફિકેશન/દસ્તાવેજ ચકાસણી પછી Subsidy Sanction કરશે.
- સહાય સીધી DBT દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે.
ઝટકા મશીન સહાય યોજનાના લાભ
Jhatka Machine Sahay શું શું લાભ થશે, કેટલી સહાય આપવામાં આવશે તે નીચે મુજબ છે.
- પાકનું નુકસાન અટકશે.
- જંગલી પ્રાણીઓથી પાકની રક્ષા થશે.
- ખેતીમાં ઉત્પાદન વધશે.
- ખેડૂતોને આર્થિક નુકસાન ઓછું થશે
Jhatka Machineની કિંમત
ઝટકા મશીનની કિંમત તેનું મોડલ, ક્ષમતા (Capacity), બ્રાન્ડ અને ફેન્સિંગ માટે જરૂરી વાયર/પોસ્ટની લંબાઈ પર આધારિત હોય છે. સામાન્ય રીતે બજારમાં મળતા ઝટકા મશીનની કિંમત આ મુજબ હોય છે:
- લઘુ ખેડૂત માટે નાનું મોડલ : ₹7,000 થી ₹12,000 સુધી
- મધ્યમ ક્ષમતા ધરાવતું મોડલ : ₹15,000 થી ₹25,000 સુધી
- મોટા ખેતર માટે એડવાન્સ મોડલ (સોલાર આધારિત) : ₹30,000 થી ₹50,000 સુધી
સરકાર ખેડૂતોને આ કિંમત પર 50% થી 70% સુધી સબસિડી આપે છે. એટલે કે, જો મશીનની કિંમત ₹20,000 હોય તો ખેડૂતને ફક્ત ₹6,000 થી ₹10,000 સુધીનો જ ખર્ચ કરવો પડે છે, બાકી રકમ સરકાર સહાય રૂપે આપે છે
ઝટકા મશીનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી
જો તમે તમારા ખેતરમાં Jhatka Machine Sahay ઉપયોગ કરો છો, તો તેની સમયાંતરે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. મશીનમાં કોઈ ટેકનિકલ ખામી કે વાયરિંગમાં તૂટફૂટ હોય તો તેને તાત્કાલિક દુરસ્ત કરવી જોઈએ. ઘણી વખત આવા સમાચાર આવ્યા છે કે ઝટકા મશીનના કારણે પ્રાણીઓ કે માણસોને ગંભીર ઇજા કે મૃત્યુ પણ થયાં છે. તેથી આ મશીનનો ઉપયોગ કરતી વખતે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. ખેડૂતોને સલામતી સાધનો (ગ્લોવ્સ, ઇન્સ્યુલેટર) નો ઉપયોગ કરવો જોઈએ અને મશીનની નજીક બાળકો કે અજાણ્યા લોકોને જવા ન દેવું જોઈએ.
Jhatka Machine Sahay (FAQs)
પ્ર.1: ઝટકા મશીન સહાય કેટલી મળશે?
જવાબ: 50% થી 70% સુધી સહાય મળે છે.
પ્ર.2: અરજી ક્યા પોર્ટલ પર કરવી?
જવાબ: ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી.
પ્ર.3: સમૂહમાં અરજી કરી શકાય?
જવાબ: હા, ખેડૂત સમૂહમાં પણ અરજી કરી શકે છે.
સમાપ્તિ
ઝટકા મશીન સહાય યોજના 2026 ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. પાકને જંગલી પ્રાણીઓથી બચાવીને વધુ આવક મેળવવી એ જ યોજનાનો મુખ્ય હેતુ છે.