Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • ખેડૂત યોજના 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • ગોડાઉન સહાય 2025
    • પીએમ કિસાન સહાય
    • તાડપત્રી સહાય 2025
    • દવા ડ્રોન યોજના 2025
    • પશુપાલન સહાય યોજના
    • સિલાઈ મશીન યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
Jhatka Machine Sahay Yojana: ખેતીમાં જંગલી પ્રાણીઓથી બચાવ માટે સરકારની સહાય

Jhatka Machine Sahay Yojana: ખેતીમાં જંગલી પ્રાણીઓથી બચાવ માટે સરકારની સહાય

24/08/2025 by Kishan Pindariya

ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાં એક મોટો પડકાર છે, જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ. વારંવાર નિલગાય, વાંદરા, સૂર, જંગલી સસલાં જેવા પ્રાણીઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને પાકની ઉપજ પણ ઓછી થાય છે. તેના માટે ગુજરાત સરકાર Jhatka Machine Sahay Yojana આપી રહ્યું છે.

ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન એટલે જંગલી પ્રાણીઓથી પાકનું નુકસાન. ઘણા ખેડૂતોને સવારથી સાંજ સુધી પાકનું રક્ષણ કરવું પડે છે. આ મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા Jhatka Machine Sahay Yojana 2025 શરૂ કરવામાં આવી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા “ઝટકા મશીન સહાય યોજના 2025” શરૂ કરવામાં આવી છે.

આ યોજનાની મદદથી ખેડૂતો તેમના ખેતરના આજુબાજુ ઇલેક્ટ્રિક/સોલાર ફેન્સ (Jhatka Machine Sahay Yojana) લગાવી શકે છે, જે પ્રાણીઓને ખેતરમાં પ્રવેશતા અટકાવે છે. સરકાર ખેડૂતોને આ મશીન ખરીદવા માટે 50% થી 70% સુધી સબસિડી આપે છે, જેથી ખેડૂતો ઓછા ખર્ચે પાકનું સુરક્ષણ કરી શકે.છે. આ યોજનામાં ખેડૂતોને તેમના ખેતરમાં ઝટકા મશીન (સોલાર આધારિત ઇલેક્ટ્રિક ફેન્સ) લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે.

Jhatka Machine Sahay Yojana ડીટેલ


યોજનાનું નામJhatka Machine Sahay Yojana: ઝટકા મશીન સહાય યોજના 2025
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતોને પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાયની રકમઝટકા મશીન ખરીદવા માટે 50% થી 70% સુધીની સબસિડી
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.

Jhatka Machine Sahay Yojana હેતુ


સરકાર દ્વારા ઝટકા મશીન સહાય યોજના ચાલુ કરવામાં આવી છે તેના હેતુ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે. ઝટકા મશીન સહાય યોજના 2025 નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓથી થતા નુકસાનથી બચાવવાનો છે. આ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખેતરના આજુબાજુ સોલાર આધારિત ઇલેક્ટ્રિક ફેન્સ (Jhatka Machine Sahay Yojana) લગાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે પાકનું રક્ષણ થશે, ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને આર્થિક નુકસાનથી રાહત મળશે.

  • ખેડૂતોને પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા સહાય કરવી.
  • પાકનું ઉત્પાદન વધારવું અને નુકસાન ઘટાડવું.
  • ખેતીમાં આધુનિક સાધનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવું.

ઝટકા મશીન સહાય યોજના સહાય કેટલી મળશે?


ઝટકા મશીન સહાય યોજના માટે કેટલી સહાય આપવામાં આવશે તે નીચે મુજબ છે.

  • સરકાર દ્વારા ખેડૂતોને ઝટકા મશીન ખરીદવા માટે 50% થી 70% સુધીની સબસિડી આપવામાં આવે છે.
  • સહાયની મર્યાદા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ રહેશે.
  • નાના, સીમાંત અને અનુસૂચિત જાતિના ખેડૂતોને વધુ ટકાવારી સહાય મળશે

Jhatka Machine Sahay Yojana કોણ લાભ લઈ શકે? (પાત્રતા)


ઝટકા મશીન સહાય યોજના માટે સરકાર પણ આપશે સહાય યોજનાએ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. ઝટકા મશીન સહાય યોજનામાં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.

  • ગુજરાતના તમામ ખેડૂત આ યોજનામાં અરજી કરી શકે છે.
  • અરજદાર ખેડૂત પાસે ખેતીનો 7/12 ઉતારા હોવો જરૂરી.
  • સમૂહમાં પણ ખેડૂત અરજી કરી શકે છે.

ઝટકા મશીન સહાય યોજના 2025 જરૂરી દસ્તાવેજો


Jhatka Machine Sahay Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. ઝટકા મશીન સહાય યોજના 2025 માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં જોડવા.

  • આધાર કાર્ડ
  • 7/12 અને 8-અ ઉતારા
  • બેંક પાસબુકની નકલ
  • મોબાઈલ નંબર
  • ફોટોગ્રાફ

Jhatka Machine Sahay Yojana અરજી કેવી રીતે કરવી?


ઝટકા મશીન સહાય યોજના માટે અરજી કરવા મંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ, ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી. જો તમે ઝટકા મશીન સહાય યોજનામાં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇ અને ઑફલાઇન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આપ્યાં છે.

  • iKhedut પોર્ટલ ખોલો.
  • પ્રથમ વખત હોય તો “New Registration (Farmer)” પસંદ કરો, આધાર નંબર/મોબાઈલ દ્વારા OTP વેરિફાઈ કરો.
  • પહેલેથી એકાઉન્ટ હોય તો Login કરો.
  • “યોજનાઓ” કૃષિ વિભાગ /પાક સુરક્ષા / ઝટકા મશીન (Electric/Solar Fencing with Energizer) સંબંધિત યોજના પસંદ કરો.
  • યોજનાનું વર્ણન, પાત્રતા અને સહાય અમાઉન્ટ વાંચો. “અરજી કરો” પર ક્લિક કરો.
  • વ્યક્તિગત વિગતો ભરો: નામ, સરનામું, આધાર નંબર, મોબાઈલ, બેંક વિગતો (IFSC સહિત) સાચી રીતે દાખલ કરો.
  • ખેડૂત વર્ગ ( નાના/સીમાંત/અનુસૂચિત વગેરે ) પસંદ કરો સહાય ટકાવારી પર અસર પડે છે.
  • જમીન વિગતો: 7/12, 8-A મુજબ સર્વે નંબર, ગામ, તલુકો, જિલ્લા દાખલ કરો.
  • જે ખેતરની આજુબાજુ ફેન્સિંગ કરવી છે તે પ્લોટ સરવે પસંદ કરો.
  • મશીન ઘટકોની પસંદગી
  • ઝટકા મશીન પ્રકાર (Solar/AC), ફેન્સિંગ લંબાઈ (મીટર), પોસ્ટ/વાયર/ઇન્સ્યુલેટર વગેરે Qty દાખલ કરો.
  • શક્ય હોય તો અંદાજીત ખર્ચ દર્શાવો (પોર્ટલમાં ક્યારેક auto-calc હોય છે).
  • દસ્તાવેજ અપલોડ (સ્પષ્ટ ફોટો/PDF)
  • આધાર કાર્ડ, બેંક પાસબુક/કેનસેલ ચેક, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર.
  • જો SC/ST/પીડિત વર્ગનું લાભ લોતા હો તો સંબંધિત પ્રમાણપત્ર.
  • સહખેડૂત/સમૂહ હોય તો સંમતિ/સમૂહ દસ્તાવેજ.
  • ઘોષણાપત્ર & સબમિટ
  • સબમિટ થયા પછી Application/ACK Number નોંધો અને PDF Acknowledgement ડાઉનલોડ સાચવો.
  • કૃષિ અધિકારી તમારી અરજી/દસ્તાવેજો ચકાસશે. જરૂરી હોય તો ફોન પર સંપર્ક/સાઇટ વિઝિટ થશે.
  • મંજૂરી થયા બાદ પોર્ટલ પર Approved દેખાશે.

ખરીદી/સ્થાપન (Post-Approval)

  • મંજૂરી બાદ નિર્દેશ મુજબ Empanelled Vendor મારફતે અથવા માર્ગદર્શિકા મુજબ ખરીદી કરો.
  • ખરીદીનું બિલ/કેશ મેમો, GST ઇન્વોઇસ, સીરિયલ નંબર અને સ્થાપનનાં ફોટા (Geo-tagged) રાખો.
  • પોર્ટલમાં “Upload Bills/Complete Work” વિભાગમાં Vendor Bill, ફોટા, વીડિયો (જો જરૂરી) અપલોડ કરો.
  • બેંક વિગતો કન્ફર્મ કરો અને Claim Submit કરો.
  • અધિકારી સાઇટ વેરિફિકેશન/દસ્તાવેજ ચકાસણી પછી Subsidy Sanction કરશે.
  • સહાય સીધી DBT દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે.

ઝટકા મશીન સહાય યોજનાના લાભ


Jhatka Machine Sahay Yojana શું શું લાભ થશે, કેટલી સહાય આપવામાં આવશે તે નીચે મુજબ છે.

  • પાકનું નુકસાન અટકશે.
  • જંગલી પ્રાણીઓથી પાકની રક્ષા થશે.
  • ખેતીમાં ઉત્પાદન વધશે.
  • ખેડૂતોને આર્થિક નુકસાન ઓછું થશે

Jhatka Machineની કિંમત


ઝટકા મશીનની કિંમત તેનું મોડલ, ક્ષમતા (Capacity), બ્રાન્ડ અને ફેન્સિંગ માટે જરૂરી વાયર/પોસ્ટની લંબાઈ પર આધારિત હોય છે. સામાન્ય રીતે બજારમાં મળતા ઝટકા મશીનની કિંમત આ મુજબ હોય છે:

  • લઘુ ખેડૂત માટે નાનું મોડલ : ₹7,000 થી ₹12,000 સુધી
  • મધ્યમ ક્ષમતા ધરાવતું મોડલ : ₹15,000 થી ₹25,000 સુધી
  • મોટા ખેતર માટે એડવાન્સ મોડલ (સોલાર આધારિત) : ₹30,000 થી ₹50,000 સુધી

સરકાર ખેડૂતોને આ કિંમત પર 50% થી 70% સુધી સબસિડી આપે છે. એટલે કે, જો મશીનની કિંમત ₹20,000 હોય તો ખેડૂતને ફક્ત ₹6,000 થી ₹10,000 સુધીનો જ ખર્ચ કરવો પડે છે, બાકી રકમ સરકાર સહાય રૂપે આપે છે

ઝટકા મશીનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી


જો તમે તમારા ખેતરમાં Jhatka Machine Sahay Yojana ઉપયોગ કરો છો, તો તેની સમયાંતરે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. મશીનમાં કોઈ ટેકનિકલ ખામી કે વાયરિંગમાં તૂટફૂટ હોય તો તેને તાત્કાલિક દુરસ્ત કરવી જોઈએ. ઘણી વખત આવા સમાચાર આવ્યા છે કે ઝટકા મશીનના કારણે પ્રાણીઓ કે માણસોને ગંભીર ઇજા કે મૃત્યુ પણ થયાં છે. તેથી આ મશીનનો ઉપયોગ કરતી વખતે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. ખેડૂતોને સલામતી સાધનો (ગ્લોવ્સ, ઇન્સ્યુલેટર) નો ઉપયોગ કરવો જોઈએ અને મશીનની નજીક બાળકો કે અજાણ્યા લોકોને જવા ન દેવું જોઈએ.

Jhatka Machine Sahay Yojana 2025 (FAQs)


પ્ર.1: ઝટકા મશીન સહાય કેટલી મળશે?

જવાબ: 50% થી 70% સુધી સહાય મળે છે.

પ્ર.2: અરજી ક્યા પોર્ટલ પર કરવી?

જવાબ: ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી.

પ્ર.3: સમૂહમાં અરજી કરી શકાય?

જવાબ: હા, ખેડૂત સમૂહમાં પણ અરજી કરી શકે છે.

સમાપ્તિ


ઝટકા મશીન સહાય યોજના 2025 ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. પાકને જંગલી પ્રાણીઓથી બચાવીને વધુ આવક મેળવવી એ જ યોજનાનો મુખ્ય હેતુ છે.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • બોરવેલ પંપ યોજના 2025
  • ટપક સિંચાઇ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • જન્માષ્ટમી 2025
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • તાડપત્રી સહાય યોજના 2025
  • ડ્રોન સહાય યોજના 2025
  • પીએમ કિસાન સહાય યોજના 2025
  • ગોડાઉન સહાય યોજના 2025
Categories સરકારી યોજના 2025 Tags aaj na bajar bhav, Gujarat, ikhedu, ikhedut, ikhedut portal, iKhedut Portal 2024 25 Yojana List, Ikhedut portal 2024 25 yojana list pdf download, Ikhedut portal 2024-25 registration, IKhedut Portal 2025 26, Ikhedut Portal 2025 Yojana List, iKhedut portal login, Ikhedut portal status, Jatka Machine Sahay Yojana, Jhatka Machine Sahay Yojana, Jhatka Machine Sahay Yojana apply onlain, Jhatka machine sahay yojana apply online, Jhatka Machine Sahay Yojana in gujarat, jhatka machine sahay yojana near jamnagar, jhatka machine sahay yojana near khambhalia, Jhatka Machine subsidy, khedutbhai, kishan pindariya, solar zatka machine subsidy, Subsidy for farmers to make zatka machi, zatka Machine Sahay Yojana, zatka Machine Yojana, ztka Machine Sahay Yojana, આઇ ખેડૂત, આઇ ખેડૂત ઝટકા મશીન સહાય યોજના, આઇ ખેડૂત પોર્ટલ, આઈ ખેડૂત પોર્ટલ યોજના, ઇખેડૂત, ઓનલાઈન અરજી IKhedut Portal, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, જાટકા મશીન સબસીડી, ઝટકા મશીન સબસીડી 2025, ઝટકા મશીન સહાય યોજના, ઝટકા મશીન સહાય યોજના 2025, ઝટકા મશીન સહાય યોજના આઇ ખેડૂત, ઝટકા મશીન સહાય યોજના ઓનલાઈન અરજી, ઝટકા મશીન સહાય યોજના લિસ્ટ, ઝાટકા મશીન સબસીડી 2025
Tapak sinchay yojana 2025: ટપક સિંચાઈ યોજના ખેડૂતો માટે સબસિડી, અરજી પ્રક્રિયા અને ફાયદા
કોડીનાર આજના બજાર ભાવ | Kodinar APMC | Kodinar aaj na bajar bhav

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

ખેડૂત યોજનાઓ 2025

  • સ્માર્ટફોન યોજના 2025
  • ટ્રેક્ટર સહાય 2025
  • ગોડાઉન સહાય 2025
  • પીએમ કિસાન સહાય
  • તાડપત્રી સહાય 2025
  • દવા ડ્રોન યોજના 2025
  • સિલાઈ મશીન યોજના
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • જન્માષ્ટમી 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2025
  • ટપક સિંચાઈ યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2025 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો