Skip to content
Khedutbhai
  • હોમ
  • ગોંડલ યાર્ડ ભાવ
  • રાજકોટ યાર્ડ ભાવ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • નવી યોજના 2025
    • ગોડાઉન સહાય 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • સિલાઈ મશીન યોજના
    • માવઠા સહાય 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • મકાન સહાય યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો

21/07/2025 by Kishan Pindariya

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવામાં આવે છે. મોટા ખેડૂતો તો કઈ ભી કરી શકતા હોય છે, પણ નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો ખેડૂતો માટે સીધી નાણા સહાય યોજના છે. ભારતના કરોડો ખેડૂતો માટે એક મોટી રાહતરૂપ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana) છે. આપણા દેશનો મોટા ભાગનો હિસ્સો ખેતી પર આધાર રાખે છે, પરંતુ નાના અને સીમાંત ખેડૂતોએ ઘણીવાર ખેતી માટે પૂરતા પૈસા હાથમાં ન હોવાથી મુશ્કેલીઓ ભોગવવી પડે છે. તેવા સમયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો યોજના ખુબ જ સાબિત થાય છે.

PM-KISAN યોજના શું છે?


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે. PM Kisan Yojana ની શરૂઆત ફેબ્રુઆરી 2019 થી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો યોજના અંતર્ગત નાના અને સિમાંત ખેડૂત પરિવારોને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. એટલે 1 વર્ષમાં ટોટલ ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે. આમ ખેડૂતોને દર વર્ષે 6,000 નો નાણાકીય લાભ મળે છે. 2019 થી લઇ અને ત્યા સુધી ટોટલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં પડી ચૂક્યા છે. 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 19 માં હપ્તા માટે 22,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. 2019 થી અત્યાર સુધીમાં 3.68 લાખ કરોડ ખેડૂતોને જમા કરી દેવામાં આવ્યા છે.

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતોને સીધી નાણા સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ નાણા સીધા બેંક ખાતામાં જમા થાય છે જેથી દલાલો, બચ્ચેતોરા કે બેનામ ખર્ચની ગંધ ન રહે.

ફેબ્રુઆરી 2025માં 19 મો હપ્તો આપવામાં આવ્યો હતો, તે સમય થી ખેડૂતો 20માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતને માટે સારા સમાચાર છે. મીડિયા દ્વારા જણાવામાં આવ્યું, છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 20મો હપ્તો જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ શરૂઆતમાં જમા થવાની અપેક્ષા છે. પરંતુ સરકાર દ્વારા કોઈ સંદેશ આપવામાં આવ્યો નથી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ડીટેલ


યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ 2000નો હપ્તો
ઉદ્દેશગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીનાના અને સિમાંત ખેડૂત પરિવાર, જેમની પાસે 2 હેક્ટર સુધી જમીન હોય.
સહાયની રકમવર્ષે રૂપિયા 6,000 ની સહાય
માન્ય વેબસાઈટpmkisan.gov.in
અરજી કેવી રીતે કરવીClick કરો.

PM Kisan Yojana રૂ.2000 નો 20મો હપ્તો ક્યારે મળશે અને કોને મળશે?


દેશના કરોડો ખેડૂતો માટે સુવિચારણાં સમાચાર છે, PM Kisan Yojana અંતર્ગત રૂ. 2000 નો 20મો હપ્તો હવે ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ચાલો વિગતવાર જાણીએ કે આ યોજના શું છે, કોણ તેનો લાભ લઈ શકે અને આ હપ્તો ક્યારે મળશે.

20મો હપ્તો-ખાસ શું છે?


PM Kisan Yojana ; નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે આવતો હોય છે. બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર ની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ વચ્ચે આપવામાં આવતો હોય છે. છેલ્લે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ પી.એમ મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 19 માં હપ્તા માટે 22,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. એક વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવું કે તેનો ફાયદો તેવા ખેડૂતોને જ મળશે જેમની બધી વિગતો પ્રોપર હશે. ખેડૂત રજીસ્ટ્રેશન પર ભાર મુકાયો.

  • દરેક લાભાર્થી ખેડૂતને રૂ. 2000 મળશે.
  • હપ્તો ખાસ કરીને ખેત mùaની સીઝનમાં આવી રહ્યો છે જેથી પાકનો ખર્ચ, ખાતર, બીજ વગેરે માટે ઉપયોગી થઈ શકે.
  • લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા થશે.

તારીખ: આ હપ્તો શક્ય છે. કે આવતા સપ્તાહથી જમા થવા લાગે,પરંતુ ચોક્કસ તારીખ માટે pmkisan.gov.in તપાસતા રહેવું.

મુખ્યુ હેતુ અને ખાસિયતો


ખેડૂતોને પાક પાકતી વખતે, ખાતર ખરીદવા, બીજ લેવા કે અન્ય ખર્ચ માટે સીધી નાણા સહાય મળે. સરકાર DBT (Direct Benefit Transfer) દ્વારા પૈસા સીધા ખાતામાં જમા કરે છે, એટલે દલાલો મિડલમેનનો પ્રશ્ન જ નહી. પાક સમયસર વાવેતર અને પાક ઉત્પાદન વધે તે માટે આ યોજના મહત્વપૂર્ણ છે. ખાસ કરીને નાના ખેડૂત પરિવાર કે જેઓ 2 હેક્ટરથી ઓછું ખેતી કરીને ગુજરાન ચલાવે છે, તેમને વિશેષ ફાયદો મળે. છેલ્લા કેટલાય વર્ષોમાં લાખો ખેડૂતોને PM Kisan Yojana માધ્યમથી સીધી સહાય મળી છે.

PM Kisan Yojanaમાં કોણ લાભ લઈ શકે છે?


પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભોનો દાવો કરવા માટે, તમારે નીચેના માપદંડની સૂચિને સંતુષ્ટ કરવી.

  • નાના અને સિમાંત ખેડૂત પરિવાર, જેમની પાસે 2 હેક્ટર સુધી જમીન હોય.
  • ખેડૂત પરિવાર એટલે પતિ, પત્ની અને 18 વર્ષથી ઉપરના સંતાનો.
  • ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે.

કોણ પાત્ર નથી ?


PM Kisan Yojana હેઠળ લાભોનો દાવો કરવા માટે, કોણ પાત્ર નથી તે નીચે મુજબ આપેલ છે.

  • સરકારી નોકરીમાં હોય તે.
  • રાજકીય હોદ્દાધારી કે નગરપાલિકા પ્રમુખ વગેરે.
  • જો તમે સંસ્થાકીય જમીન માલિક છો.
  • જો તમને અથવા તમારા પરિવારના સભ્યને નિવૃત્તિ અથવા નિવૃત્તિના પરિણામે દર મહિને રૂપિયા 10,000 અથવા તેનાથી વધુનું પેન્શન પ્રાપ્ત થાય છે.
  • જો તમે અથવા તમારા પરિવારના સભ્ય ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ), વકીલ, એન્જિનિયર અથવા આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ છે.

જરૂરી દસ્તાવેજો


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના માટે રજિસ્ટર કરવા માટે, તમારે નીચેના ડૉક્યૂમેન્ટનો હોવા જરૂરી છે.

  1. જમીનની પાટ્ટાની નકલ (7/12, 8A વગેરે),
  2. આધાર કાર્ડ
  3. બેંક પાસબુક
  4. મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નોંધણી કેવી રીતે કરાવશો?


જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પાત્રતા ધરાવો છો. અને નોંધણી કરવા માંગો છો, તો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા.

  • પાત્રતા ધરાવતા ખેડુતો ગ્રામ પંચાયત, તાલુકા ખેતી કચેરી ખાતે જઈને અરજી કરી શકાય છે.
  • ફીની ચુકવણી કર્યા પછી ખેડુતો યોજનામાં નોંધણી માટે તેમના નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ની મુલાકાત પણ લઈ શકે છે.
  • ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને ખેડૂત કોર્નર દ્વારા તેમની સ્વ-નોંધણી પણ કરી શકે છે.
  • નોંધણી માટે જરૂરી વિગતોમાં નામ, ઉંમર, લિંગ, કેટેગરી (એસસી/એસટી) નાખો.
  • ત્યારબાદ આધાર નંબર (જો આધાર નંબર ઉપલબ્ધ કરવામાં ન આવ્યો હોય તો,ડ્રાઇવિંગ લાઇસન્સ,મતદાર આઈડી કાર્ડ, નરેગા જોબ કાર્ડ અથવા કેન્દ્ર/રાજ્ય/સંયુક્ત રાજ્ય સરકાર અથવા તેમના અધિકારીઓ દ્વારા જારી કરાયેલ અન્ય ઓળખ દસ્તાવેજો, વગેરે જેવા ઓળખના હેતુ માટે અન્ય નિયત દસ્તાવેજો સાથે આધાર નોંધણી નંબર) નાખવો.
  • પછી બેંક એકાઉન્ટ નંબર નાખવો.
  • ત્યારબાદ મોબાઇલ નંબરનો નાખવો.
  • નોંધણી બાદ અરજીનું સ્ટેટસ ચકાસો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કેવી રીતે કરવી?


જો ખેડૂત આ સહાય એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળળવા ઇચ્છતા હોય, તો તેના માટે તમારે PM કિસાન ની વેબસાઈટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડિઓ ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તો ત્યાંથી પણ તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલા મેળવી શકો છો. તો ચેનલ ને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો.

PM-KISAN યોજનાનું સ્ટેટ્સ કઈ રીતે ચેક કરવું?


તમે PM-KISAN યોજના માં ફોર્મ ભરિયું છે. અને તમારે જો સ્ટેટ્સ ચેક કરવું હોય, તો તમે ઘરે બેઠા ચેક કરી સકો છોવ જે નીચે આપેલા સ્ટેપ ને ફોટો કરવું.

  • જાઓ pmkisan.gov.in પર
  • ‘Beneficiary Status’ વિકલ્પ પસંદ કરો
  • આધાર નંબર, મોબાઈલ નંબર કે બેંક ખાતા નંબર નાખો.
  • ત્યારબાદ Submit ઓપ્સન પર ક્લિક કરો ત્યાં તમને તમારા પૈસા જમા થયા છે કે નહિ તે બતાવવામાં આવશે.

જો તમારો હપ્તો અટક્યો હોય તો ગ્રામ સેવક, ખેતી અધિકારી કે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો. હપ્તો અટક્યો હોય તો ગ્રામ સેવક કે ખેતી અધિકારીનો સંપર્ક કરો. છતાં ભી તમને કાઈ ન સમજાય તો તમને નીચે PM-KISAN Helpline નંબર આપેલ છે, તેનો પણ ઉપયોગ કરી શકો છો.
Toll Free: 1800-11-55266 Helpline: 155261

કેમ અટકે છે હપ્તા? મુખ્ય કારણો


PM Kisan Yojana તમે ફોર્મ ભરિયું છે અને તમારે હપ્તો અટકીયો છે તો તમારે નીચે આપેલ સ્ટેપ ને ફોલો કરવા

  • આધાર કાર્ડમાં નામ ખોટું લખાયેલું છે.
  • બેંક ખાતામાં IFSC કોડ બદલાઈ ગયો, અપડેટ નથી કર્યો.
  • જમીનની માહિતી (8A, 7/12) ખોટી છે કે જૂની છે.
  • એક જ પરિવારના બે વ્યક્તિના નામે અરજી-ડુપ્લીકેટ કેસ.
  • દલાલો પાસે પૈસા ન આપો પ્રોસેસ 100% ફ્રી છે.
  • માત્ર સત્તાવાર પોર્ટલ કે સેન્ટર પરથી નોંધણી કરો.

આવા કેસોમાં સરકાર હપ્તો અટકાવી દે છે, એટલે બધા દસ્તાવેજ અપડેટ રાખવો અને બેંકમાં પણ ખાતાની વિગત સાચી રહે તેની ખાતરી રાખવી.

PM Kisan Yojanaનો હપ્તો નથી મળતો તો શું કરવું?


જો ખેડૂતોને સરુવાત માં હપ્તા મળતા હોય અને પછી થી મળવાના બંધ થઇ ગયા હોય. તો તમે ખેડૂતો માટે ની હેલ્પ લાઇન ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં તમે ઇમેઇલ દ્વારા અથવા ફોન દ્વારા વેટ ચિટ કરી શકો છો. ઇમેલ આઇડી છે: pmkisan-ict@gov.in આ સિવાય હેલ્પલાઇન નંબર છે: 155261 અથવા 1800115526 ટોલ ફ્રી નંબર છે અથવા તો 01123381092 પર પણ સંપર્ક કરી શકો છો.જેમાં તમે તમારા ખાતાનું સ્ટેટ્સ જાણી શકો છો અને નવું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો.

અરજીમાં સુધારો ક્યાં કરી શકાય?


Online: તમારા ગામના ગ્રામ સેવક, તાલુકા ખેતી અધિકારી, CSC કેન્દ્ર (Common Service Center) અથવા હેલ્પલાઈન ડેસ્ક પર જઈને સુધારો કરાવી શકો.

તમારા ગામના ગ્રામ સેવક, તાલુકા ખેતી અધિકારી, CSC કેન્દ્ર (Common Service Center) અથવા હેલ્પલાઈન ડેસ્ક પર જઈને સુધારો કરાવી શકો.
PM Kisan Portal પર ‘Edit Aadhar Details’ વિકલ્પ છે.
ત્યાંથી નામમાં સુધારો કરી શકો.
ખાતાની વિગત માટે નવી વિગતો અપલોડ કરો..
નામ અને ખાતો બેંક સાથે એ જ રહે તે ખાસ ધ્યાન રાખવું.

ખેડૂતો માટે સહાયકારી ટિપ્સ


  • ખાતાની વિગત અને આધારમાં નામ સરખું રાખવું.
  • દલાલો પાસે પૈસા ન આપતા, અરજી અને સુધારા પર કોઇ ચાર્જ નથી.
  • નિયમિત રીતે પોર્ટલ પરથી સ્ટેટસ ચેક કરો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેમ ખાસ છે?


આ યોજના ખેડૂતોને પાક પૂર્વે ખર્ચે મદદ કરે છે, જેથી કોઈને આર્થિક સંકટ ન આવે. ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવાર માટે ખૂબ જ મદદરૂપ છે. પાક ઉત્પાદન વધારેવા, ખાતર, બીજ, જંતુનાશક જેવી જરૂરિયાતોને પૂરું કરવા આ નાણા સીધા મદદ કરે છે.

હેલ્પલાઈન નંબર અને મહત્વપૂર્ણ વેબલિંક


ખેડૂત મિત્રો, જો હપ્તો અંગે કોઈ સમસ્યા આવે, સ્ટેટસમાં ભૂલ દેખાય કે બેંક ખાતામાં ન જમા થાય તો તમે નીચે આપેલા હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી શકો છો:
PM-KISAN Toll-Free: 1800-11-55266
PM-KISAN Helpline: 155261 / 011-24300606
સત્તાવાર વેબસાઇટ: pmkisan.gov.in
આ સિવાય, સ્થાનિક ખેતી અધિકારી અથવા તાલુકા ખેતી કચેરી પણ મદદરૂપ થશે.

PM Kisan Yojana FAQS


શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સ્વ-નોંધની કરી શકાય છે?

હા. તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટની પર જઈને, ત્યારબાદ હોમપેજની જમણી બાજુ પર ‘નવા ખેડૂત નોંધણી‘ વિકલ્પ પર ક્લિક કરીને આ યોજના માટે સ્વ–નોંધણી કરાવી શકો છો. વેબસાઇટ તમને એક નવા પેજ પર લઈ જશે જ્યાં તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઑનલાઇન અરજી ભરવી અને સબમિટ કરવી પડશે.

શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે Ekyc કરવું ફરજિયાત છે?

હા. નાણાંકીય લાભો મેળવવા માટે પીએમ કિસાન ekyc પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવી ફરજિયાત છે. ekyc કરવા માટે તમે સામાન્ય સેવા કેન્દ્ર ની મુલાકાત લઈને અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ekyc પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

શું ભારતના તમામ લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ શકે છે?

ના. આ યોજનાના લાભો ફક્ત એવા ખેડૂતો માટે લાગુ પડે છે જેમની પાસે 2 હેક્ટરથી વધુ જમીન નથી. ભારતના તમામ લોકોને લાભ મળતો નથી.

શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે સપોર્ટ માટે હેલ્પલાઇન નંબર છે?

હા. તમે યોજના અથવા તેના લાભો સંબંધિત તમારા પ્રશ્નો અથવા ફરિયાદોને સ્પષ્ટ કરવા માટે 011-24300606 અથવા 155621 પર કૉલ કરી શકો છો.

અંતમાં ખેડૂત ભાઈઓને સંદેશ


ખેડૂત ભાઈઓ અને બહેનો,

PM કિસાન યોજના આપણા દેશના ખેડૂતો માટે સીધી આર્થિક સહાય આપી રહી છે. આપણા હકના પૈસા સાચી રીતે મળે તે માટે દસ્તાવેજો અપડેટ રાખો, સમયસર સ્ટેટસ ચેક કરો અને જરૂર પડે તો સરકારી સહાય લો. આ માહિતી તમારા ગામમાં, પરિવારના ખેડૂતોમાં, મિત્રો અને પડોશી ખેડૂત ભાઈઓને અવશ્ય જણાવી દો જેથી કોઈ પણ વંચિત ન રહે!

તમારો અભિપ્રાય જણાવો


તમને આ માહિતી કેવી લાગી? કઈ માહિતી ઉમેરવી જોઈએ? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, હું વધુ ઉપયોગી માહિતી સાથે ફરી મળીશ!

સમાપ્તિ


ખેડૂત ભાઈઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આપના હકના પૈસા આપે છે. જરૂર છે, તો સાચી માહિતી અપડેટ રાખો, અન્ય ખેડૂતોને પણ જણાવો અને બધા મિત્રોને મદદરૂપ થાઓ.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • મકાન સહાય યોજના 2023
  • સ્માર્ટફોન સહાય યોજના 2023
  • ફ્રી સિલાઇ મશીન યોજના 2023
  • ટ્રેક્ટર સહાય યોજના 2023
  • પાક નુકશાન સહાય યોજના 2023

Categories સરકારી યોજના 2025 Tags 2000હપ્તો લિસ્ટ, aaj na bajar bhav, khedutbhai, kishan pindariya, Pm kisan, PM Kisan beneficiary list, PM Kisan beneficiary Status, PM Kisan Status check, PM Kisan status check Aadhar card, PM Kisan Status KYC, PM Kisan Yojana, PM Kisan Yojana 2025, Pm kisan પીએમ યોજના, pm kisan.gov.in login, PM Kishan યોજના, PM Kishan રૂ 2000 નો 20મો હપ્તો, PM Kishan: રૂ. 2000 હપ્તો લિસ્ટ, pm કિસાન યોજના, pmkisan. gov. in, pmકિસાન સન્માન નિધિ યોજના, આજના બજાર ભાવ, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, પી એમ કિસાન યોજના, પીએમ કિસાન એપ્લિકેશન, પીએમ કિસાન યોજના 2000, પીએમ કિસાન યોજના 2000 2025, પીએમ કિસાન યોજના 2000 હપ્તો, પીએમ કિસાન યોજના 2025, પીએમ કિસાન યોજના લિસ્ટ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, રૂ 2000 નો 20મો હપ્તો 2025
Godown Sahay Yojana 2025: ખેડૂતોને ગોડાઉન બનાવવા 1,00,000 ની સહાય
કોડીનાર આજના બજાર ભાવ | Kodinar APMC | Kodinar aaj na bajar bhav

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

નવી યોજનાઓ 2025

  • ગોડાઉન સહાય 2025
  • મકાન સહાય યોજના 2025
  • સ્માર્ટફોન સહાય યોજના 2025
  • સિલાઇ મશીન યોજના 2025
  • માવઠું નુકસાન સહાય 2025
  • ટ્રેકટોર સહાય યોજના 2025

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2025 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો