Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • ખેડૂત યોજના 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • ગોડાઉન સહાય 2025
    • પીએમ કિસાન સહાય
    • તાડપત્રી સહાય 2025
    • દવા ડ્રોન યોજના 2025
    • પશુપાલન સહાય યોજના
    • સિલાઈ મશીન યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
Pm kusum Yojana: પીએમ કુસુમ યોજના 2025: ખેતીમાં સૌર ઊર્જાનો ક્રાંતિકારક માર્ગ

Pm kusum Yojana: પીએમ કુસુમ યોજના 2025: ખેતીમાં સૌર ઊર્જાનો ક્રાંતિકારક માર્ગ

28/07/202528/07/2025 by Kishan Pindariya

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવાય છે. આજે પણ ભારતમાં વસ્તીનો એક ભાગ ખેતી પર નિર્ભર છે. ભારત સરકાર પણ કૃષિને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને નવી નવી યોજના બહાર પાડતા હોય છે, તેમાની એક ખાસ Pm kusum Yojana સબસીડી યોજના છે. આ પ્રકારની યોજના માટે ભારત સરકાર પ્રોત્સાહનો આપતી રહે છે. ખેતી માટે સિંચાઈ એ ખુબ જ મહત્વની બાબતોમાંની એક છે. સિંચાઈ માટે ઘણી વખત વીજળીનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ભારતના વાળી વિસ્તારોમાં વીજળીની સમસ્યા ખુબ જ રહેતી હોય છે તેના લીધે સિંચાઈનું કામ ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ હવે ખેડૂતોને વીજળી માટે વધુ સંસાધનો મળી રહ્યા છે. આમાંથી એક પીએમ કુસુમ યોજના 2025 ખેતીમાં સૌર ઊર્જાનો ક્રાંતિકારક માર્ગ છે. જેના દ્વારા ઈલેક્ટ્રીકલ કામ ખૂબ જ સરળતાથી થાય છે. અને સિંચાઈ સરળતાથી થાય છે.

ખેડૂતો હવે ખેતી સાથે વીજળી પણ ઉત્પન્ન કરી શકશે. આજે આપણે વાત કરીએ એક એવી નવી યોજના વિષે, જેમાં સરકાર ખેડૂત ભાઈઓને ખેતીની સાથે સાથે સૌર ઉર્જા (સોલાર એનર્જી) દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર હવે ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે સબસીડી આપશે. એટલે ખેતી પણ થાય, અને વધેલી જમીનનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરીને કમાણી પણ થાય

ખેડૂતો માટે ખુશીના સમાચાર. ખેતીમાં વીજળીના ખર્ચ અને પાણી ખેંચવા માટેના ડીઝલ પંપનો ખર્ચ ઓછો કરવાનો કેન્દ્ર સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. પ્રધાનમંત્રી કીસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના આજે આપણને ખબર છે કે પાણી ખેંચવા માટે મોટાભાગના ખેડૂતો ડીઝલ પંપ કે ઇલેક્ટ્રિક પંપનો ઉપયોગ કરે છે. પણ, ડીઝલ અને વીજળીનું બિલ બંને જ ખર્ચાળ છે. આ સમસ્યાને દુર કરવા માટે સરકાર સોલાર પંપ લગાવવા માટે વિશેષ સબસીડી આપે છે. એટલે હવે વીજળીના ખર્ચથી છુટકારો, ડીઝલના ખર્ચથી છૂટકારો અને સાથો સાથ પર્યાવરણને પણ સુરક્ષિત બનાવવાની તક. સરકાર તરફથી કેટલી સબસિડી મળી રહી છે અને કેટલો ખર્ચ થશે ? ચાલો તેના વિશે જાણીયે.

શું છે PM KUSUM યોજના?


PM KUSUM યોજના ખેડૂતોને તેમના ખેતરમાં સૌર ઊર્જા આધારિત પંપસેટ, સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે સહાય આપે છે. સરકાર ખેડૂતોને તેમના ખેતરમાં પાણી ખેંચવા માટે સૌર ઊર્જા આધારિત પંપસેટ લગાવવાની સહાય આપે છે. સૌર પંપ એટલે કે સૂર્યપ્રકાશથી ચાલતા પંપ. તેમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ થાય છે, જે સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવે છે અને પંપ ચાલે છે. કૃષિ નવો ઉર્જા સ્ત્રોત બંનેને જોડતી આ યોજના અંતર્ગત ખેડૂતોને એમના ખેતરમાં સોલાર પેનલ લગાવવાની છૂટ મળશે. સૌર પેનલથી ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. આ વીજળી ખેડૂત પોતે વાપરી પણ શકે છે, અને વધેલી વીજળી સરકારને વેચી પણ શકે છે.

PM KUSUM યોજના ડીટેલ


યોજનાનું નામPm kusum Yojana: પીએમ કુસુમ યોજના 2025
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશરાહત ભાવે સૌર સિંચાઈ પંપ
લાભાર્થીદેશના ખેડૂતો
સહાયની રકમકુલ ખર્ચના 60%  સબસીડી
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.

પીએમ કુસુમ યોજના કેટલા ટકા સબસીડી મળશે?


Pm kusum Yojana માં જો તમે લોકો ફોર્મ ભરવા માંગતા હોવ અને કેટલા ટકા સબસીડી મળશે તેની માહિતી નથી તો નીચે મુજબ આપવામાં આવેલ છે.

  • સરકાર ખેડૂતોને મોટી ટકાવારી સબસીડી આપે છે.
  • સામાન્ય રીતે 40% થી 60% સુધી સબસીડી મળી શકે છે.
  • ખેડૂતોને સિંચાઈ માટે 3 HP અને 10 HP સુધીના સોલાર પંપ આપવામાં આવી રહ્યા છે.
  • ખેડૂતોને ખાસ લોન અને ટેક્નિકલ મદદ પણ મળે છે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને 60% સુધી સબસીડી આપે છે. કેટલીક જમામાં મોટા ખેડૂત જૂથોને 30% જેટલી લોનની સુવિધા પણ મળે છે.
  • ખેડૂતોને માત્ર 10% થી 20% ખર્ચ પોતે જ કરવો પડે છ

કુસુમ યોજનાની વિશેષતાઓ


Pm kusum Yojana માં ત્રણ મુખ્ય ઘટકો આપવામાં આવિયા છે. જે નીચે મુજબ છે.

કંપનીન્ટ A:

ખેડૂતો કે સહકારી મંડળો 500 કિલોવોટથી 2 મેગાવોટ સુધી નાના સૌર પાવર પ્લાન્ટો લગાવી શકે છે. વધેલી વીજળી વીજ કંપનીને વેચી શકે છે. ખેડૂતો, પંચાયતો, સહકારી સંસ્થાઓ, વોટર યુઝર એસોસિએશનો (WUA), ખેડૂતોના જૂથો અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) આ ગ્રીડનું નિર્માણ કરશે. પાવર પ્રોજેક્ટ સબસ્ટેશનને 5 કિલોમીટરની અંદર ઘેરી લેશે.

કંપનીન્ટ B:

ડીઝલ પંપને સોલાર પંપમાં (પંપ 7.5 HP સુધીની ક્ષમતા ધરાવશે) રૂપાંતરિત કરવું. સરકારી સહાયથી ખેતીના પંપને સૌર ઊર્જાથી ચાલતા બનાવવામાં આવે છે. તે ખેડૂતોને રૂ.ની કિંમતના સ્ટેન્ડઅલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સમર્થન પૂરું પાડે છે. 17.50 લાખ. • હાલના ડીઝલ એગ્રીકલ્ચર પંપના રિપ્લેસમેન્ટ તરીકે, કેટલાક કિસ્સાઓમાં, સિસ્ટમની ક્ષમતા 7.5 HP કરતાં વધી શકે છે, પરંતુ આ યોજના માત્ર 7.5 HP સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે.

કંપનીન્ટ C:

ડિઝેલ/ઇલેક્ટ્રિક પંપને સંપૂર્ણ નવા સોલાર પંપ સાથે બદલવા માટે સહાય મળે છે. આ યોજના વ્યક્તિગત ખેડૂતોને ગ્રીડ જોડાયેલા કૃષિ પંપ સાથે સોલારાઇઝ કરવા માટે મદદ કરશે, જેનો ઉદ્દેશ્ય 10 લાખ ગ્રીડ જોડાયેલા કૃષિ પંપને સોલારાઇઝ કરવાનો છે. ભારતની વિતરણ કંપનીઓ (DISCOMs) પૂર્વનિર્ધારિત દરે સૌર ઊર્જા ખરીદશે. ઉત્પન્ન થયેલ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની સિંચાઈની જરૂરિયાતો પૂરી કરી શકે છે.

કોને મળશે લાભ?


જો તમે Pm kusum Yojana માં લાભ લેવા માગતા હોવ, તો નીચે મુજબ આપવામાં આવેલ લોકો ને લાભ મળવા પાત્ર છે.

  • જેમના પાસે પોતાનું ખેતર છે.
  • ખુલ્લી જગ્યા હોય.
  • પંચાયત
  • ખેડૂતોનું જૂથ
  • પાણી વપરાશકર્તા સંગઠનો
  • સહકારી સંસ્થાઓ
  • ખેતીમાં વીજળી માટે હંમેશા ખર્ચ થાય છે. હવે એ ખર્ચ પણ બચી જશે.

લાભ શું થશે?


આ યોજના માં શું શું લાભ થશે તેનું લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે.

  • સોલાર પ્લાન્ટ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે, સોલાર પ્લાન્ટ કુલ 28,250 મેગાવોટ પાવર પેદા કરી શકે છે.
  • સરકાર 60% સબસિડી આપે છે અને 30% લોન આપે છે, ખેડૂતોએ સોલાર પ્લાન્ટ અને પંપ લગાવવાના કુલ ખર્ચના માત્ર 10% જ ભોગવવા પડશે.
  • કુસુમ યોજના અંતર્ગત ભારત સરકાર સોલાર પંપ સ્થાપિત કરવામાં મદદ કરવા સબસિડી આપશે. સોલાર પંપની ક્ષમતા 720 MV હોવાથી તે સિંચાઈમાં સુધારો કરશે.
  • વીજળીનો પોતાનો ઉદ્યોગ બીજું ઈન્કમ સોર્સ.
  • ખેતરમાં નવી ટેકનોલોજી આવશે.
  • વીજળીના બિલમાં બચત થશે.
  • આ યોજનાનો ઉપયોગ કરીને, ખેડૂતો તેમના પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત વધારાની વીજળી સીધી સરકારને વેચી શકે છે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.
  • ઉજ્જડ પ્રકારની જમીન, બિનખેતી જમીન પર સોલાર પ્લાન્ટ લગાવીને સ્થિર આવક પેદા કરી શકે છે.
  • ઉંચાઈ વાળી જમીન પર ખેતીલાયક જમીનો પર સૌર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. આ રીતે, ખેડૂતો સ્થાપન પછી છોડની ખેતી ચાલુ રાખી શકે છે.
  • પ્રાકૃતિક ઉર્જા ઉપયોગ વાતાવરણ માટે પણ ફાયદો.
  • ડીઝલની બચત
  • વધેલી વીજળી વેચીને આવક
  • ખેતીને સતત પાણી
  • પર્યાવરણને બચાવશે
  • 25 વર્ષ સુધી ઉપયોગી સૌર પેનલ

પીએમ કુસુમ યોજના 2025 કોણ કરી શકે અરજી?


Pm kusum Yojana માં લાભ લેવા માગતા હોવ, તો નીચે મુજબ આપવામાં આવેલ લોકો અરજી કરી શકે છે.

  • ખેડૂતો (વિશેષત્વે નાના અને મધ્યમ ખેડૂત)
  • ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)
  • ગ્રામ પંચાયત, સહકારી મંડળો

આવશ્યક દસ્તાવેજો


આ યોજનામાં અરજી કરવા માટે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો જોઈએ.

  1. જમીનની 7/12 ઉતારા અથવા માલિકીના દાખલા
  2. આધાર કાર્ડ
  3. બેંક ખાતાની માહિતી (પાસબુકની નકલ)
  4. પાસપોર્ટ સાઇઝ ફોટા
  5. વીજબીલ (ક્યારેક જરૂરી પડે છે)

Pm kusum Yojanaમાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?


જો તમે Pm kusum Yojana માં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇન અને ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે.

  1. તમારી રાજ્ય સરકારના સૌર ઊર્જા વિભાગ અથવા કૃષિ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  2. રાજ્યની નવીકર્તા ઊર્જા એજન્સીની વેબસાઈટ (જેમ કે ગુજરાત માટે geda.gujarat.gov.in)
  3. તેમાં સૌર પંપ યોજના, કિસાન ઉર્જા યોજના, અથવા કુસુમ યોજના નામે ફોર્મ મળશે.
  4. ફોર્મમાં તમારી વિગતો ભરો.
  5. ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કરો અને સબમિટ કરો.
  6. કેટલીક જગ્યાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી ઓફલાઈન વેરીફિકેશન પણ જરૂરી હોય છે.

ઓફલાઈન અરજી:

  • તાલુકા કૃષિ કચેરી
  • જિલ્લા ઊર્જા કચેરી
  • સૌર પંપના અધિકૃત ડીલરો

સંપર્ક કરવા કઈ કચેરી?

  • તાલુકા કૃષિ કચેરી
  • જિલ્લા સૌર ઊર્જા કાર્યાલય
  • ખેડૂતો માટે ખાસ CSC (Common Service Centre)

મહત્વપૂર્ણ સૂચનાઓ


  • ફોર્મ ભર્યા પછી સ્થાનિક કચેરીમાં જમા કરાવવું.
  • ક્યાંયથી અરજી કરતાં પહેલાં સ્થાનિક કૃષિ અધિકારી કે વીજ વિભાગની કચેરીમાંથી સાચી માહિતી જ ચેક કરો.
  • કોઇ અજાણ્યા એજન્ટને પૈસા આપ્યા વગર, સત્તાવાર ડીલર અથવા કચેરી દ્વારા જ કામ કરવું.
  • સબસીડી સીધી બેંક ખાતામાં જમા થાય છે

PM KUSUM યોજના FAQS


1. શું બેંકો સોલર પેનલ યોજના માટે અરજી કરનારા ખેડૂતોને લોન આપે છે?

જવાબ: ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત અનેક નાણાકીય સંસ્થાઓ આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને લોન આપે છે

2.PM KUSUM યોજના કેટલા ટકા સબસીડી મળશે?

જવાબ: સામાન્ય રીતે 40% થી 60% સુધી સબસીડી મળી શકે છે.

3. PM KUSUM યોજનાની ફોર્મ ભરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ: રાજ્યની નવીકર્તા ઊર્જા એજન્સીની વેબસાઈટ ગુજરાત માટે geda.gujarat.gov.in છે.

પીએમ કુસુમ યોજના 2025 સમાપ્તિ


PM-KUSUM યોજના આપણા ખેડૂતો માટે કૃષિ સાથે ઊર્જા સુરક્ષાનો મોટો માર્ગ ખોલે છે. ખેતીમાં વિશ્વસનીય પાણી, ઓછો વીજળી ખર્ચ અને વધેલી આવક ત્રણેય લાભ હવે સૂર્યપ્રકાશથી મળશે. આ યોજના ખેડૂતો માટે ખરેખર ખીલી જશે એવી વાત છે. ખેતીના સાથે નવા આવકના રસ્તા ખૂલશે, વીજળીનું ઘરેલું બિલ બચશે અને દેશમાં હરીત ઊર્જાનો વિકાસ થશે. તમારા વિસ્તારમાં અરજી ચાલુ હોય તો તાત્કાલિક લાભ લો. ખેડૂત ભાઈઓએ આવા અવસરનો જરૂર લાભ લેવો જોઈએ.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • પાક લણણી સાધનો સબસીડી 2025
  • જીવાત નિયંત્રણ સહાય યોજના 2025
  • ગોબરગેસ સહાય યોજના 2025
  • ઓર્ગનિક ખેતી સહાય યોજના 2025
  • ડેરીફાર્મ સહાય યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025
  • ટપક સિંચાઇ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • જન્માષ્ટમી 2025
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • તાડપત્રી સહાય યોજના 2025
  • ડ્રોન સહાય યોજના 2025
  • પીએમ કિસાન સહાય યોજના 2025
  • ગોડાઉન સહાય યોજના 2025

Categories સરકારી યોજના 2025 Tags aaj na bajar bhav, Electricity Protection Scheme 2025, khedutbhai, kishan pindariya, Pm KUSUM c1 yojana, Pm kusum yojana 2025 amount, Pm kusum yojana 2025 last date, Pm kusum yojana 2025 list, Pm kusum yojana 2025 online, Pm kusum yojana 2025 registration, pm kusum yojana 2025 solar pumps, pm kusum yojana gujarat 2025, Pm kusum yojana login, PM kusum Yojana Official website, PM kusum Yojana online registration, pm kusum yojana price list 2025, PM KUSUM yojana rajasthan component C, PM-KUSUM Yojana price List pdf, PM-KUSUM yojana Status, solar pamp sahay 2025, solar pawar yojana 2025, Solar Scheme 2025, vijadi bachav yojana 2025, આજના બજાર ભાવ, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, પીએમ કુસુમ યોજના 2025, પીએમ કુસુમ યોજના કિંમત 2025, પીએમ કુસુમ યોજના ફોર્મ 2025, પીએમ કુસુમ યોજના લિસ્ટ 2025, પીએમ કુસુમ યોજના વેબસાઇટ 2025, પીએમ કુસુમ યોજના સ્ટેટ્સ 2025, સોલાર પાવર યોજના 2025, સોલાર યોજના 2025
Tadpatri Sahay Yojana: તાડપત્રી સહાય યોજના 2025
Pasupalan yojana 2025: પશુપાલન સહાય યોજના

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

ખેડૂત યોજનાઓ 2025

  • સ્માર્ટફોન યોજના 2025
  • ટ્રેક્ટર સહાય 2025
  • ગોડાઉન સહાય 2025
  • પીએમ કિસાન સહાય
  • તાડપત્રી સહાય 2025
  • દવા ડ્રોન યોજના 2025
  • સિલાઈ મશીન યોજના
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • જન્માષ્ટમી 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2025
  • ટપક સિંચાઈ યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025
  • ડેરીફાર્મ સહાય યોજના 2025
  • ઓર્ગેનિક ખેતી સહાય યોજના 2025
  • ગોબરગેસ સહાય યોજના 2025
  • જીવાત નિયંત્રણ સહાય યોજના 2025
  • પાક લણણી સાધન સબસીડી 2025

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2025 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો