Tadpatri Sahay Yojana: તાડપત્રી સહાય યોજના 2025

ગુજરાત સરકાર સતત ખેડૂતોના કલ્યાણ માટે નવી નવી યોજનાઓ લાવે છે. જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, તાર ફેન્‍સીંગ સહાય યોજના,Tadpatri Sahay Yojana 2025 વગેરે ચલાવવામાં આવે છે. જો તમે લોકો ઓનલાઈન અરજી કરવા માગતા હોવ તો અરજી પણ કરી શકો છોવ. ખેડૂતલક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન અરજી કરી શકાય છે.

આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થતી જોવા મળે છે. આજે આપણે ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના 2025” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે? કેવી રીતે સહાય મળે? તથા Tadpatri Sahay Yojana 2025 નો લાભ લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. એવી જ એક ઉપયોગી યોજના છે “તાડપત્રી સહાય યોજના 2025”. આ યોજના ખાસ કરીને વરસાદ, તાપમાન અને પવન જેવી કુદરતી પરિસ્થિતિઓથી પાક બગડી જતો હોય એવા ખેડૂતો માટે આરંભવામાં આવી છે.

યોજનાનો પરિચય


તાડપત્રી એટલે કે પાંદળી જે ખેડૂત પોતાના ખેતરમાં પાકને સુરક્ષિત રાખવા માટે ઢાંકો તરીકે ઉપયોગ કરે છે. સરકારે આવા તાડપત્રી માટે સહાય આપવાનું નક્કી કર્યું છે, જેથી ખેડૂતો ઓછા ખર્ચે તેમની પાક સુરક્ષિત રાખી શકે. તાડપત્રી એટલે કે “Wet Lease” જુથ સંકડાયેલ ભૂમિનાં ખેડૂત-મિત્રો માટે ગુજરાત સરકાર શરૂ કરતી સહાય યોજનાઓમાં Tadpatri Sahay Yojana આયોજિત છે. તેનો ઉદ્દેશ છે ખેડૂતોને સીધુ સહાય, ખર્ચમાં ઘટાડો, અને કૃષિ ઉત્પાદન વધારવી. ગામગાંઠે રહેતા ખેડૂતો માટે ગુજરાત સરકારે તાડપત્રી (તલપત્રી) ખરીદી વખતે ખર્ચનું ભાગીદારીરૂપે સહાય અમલમાં મૂક્યું છે.

આ યોજનાનાં મુખ્ય ઉદ્દેશ્ય છે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો લાવીને તાડપત્રી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું.ખેડૂતોએ ખેતરમાં પાકને વરસાદ, તડકો, પવન વગેરેથી બચાવવા માટે તાડપત્રી (તલપત્રી) કે પલાસ્ટિક શીટ આવશ્યક હોય છે. આ શીટ ખરીદવાની કિંમત ઘણી વાર વધારે પડતી હોવાથી ઘણી વાર નાના ખેડૂતોને તાડપત્રી મૂકવી મુશ્કેલ પડે છે. આ જ કારણથી સરકાર ખેડૂતોને આ તાડપત્રી ખરીદવામાં મદદરૂપ થવા માટે 50% થી 75% સુધીની સહાય આપે છે.

Tadpatri Sahay Yojana 2025: ડીટેલ


યોજનાનું નામTadpatri Sahay Yojana: તાડપત્રી સહાય યોજના 2025
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય.
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમકુલ ખર્ચના 50%  અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250 અથવા રૂ.1875 બે માંથી ઓછું હોય તે સહાય મળશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.

યોજનાના મુખ્ય હેતુ


રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત ખુબ જ જરૂરી હોય છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. ખેડૂતને ગમે તેટલો સારો પાક થતો હોય, પરંતુ વરસાદથી બગડી જતો હોય છે. તે માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

તાડપત્રી સહાય યોજનાનો મુખ્ય હેતુ નીચે મુજબ આપવામાં આવ્યો છે.

  • ખેડૂતના પાકને ચોમાસાની ઋતુમાં વરસાદ, તોફાન, પવન વગેરેથી બચાવવો.
  • નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવી.
  • ખેતી ખર્ચમાં ઘટાડો કરીને લાભદાયક પાક પ્રાપ્ત કરવો.

Tadpatri Sahay Yojana પાત્રતા?


ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજ્યનો કોઈપણ નોંધાયેલ ખેડૂત
  • જમીન ખેડૂતોના નામે હોવી જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે વધુ સહાયની રકમ ઉપલબ્ધ.
  • સામાન્ય ખેડૂતોને ખર્ચનું 50% સહાય મળે.
  • ખાતા નંબર આધાર સાથે લિંક થયેલ હોય.
  • ખેતરની માહિતી Ikhedut પોર્ટલ પર અપડેટ હોય.
  • Tadpatri Sahay Yojana 2025 ત્રણ વાર લાભ મળશે.
  • જે ખેડૂતો પહેલા આવી સહાય નથી લીધી.

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ


ગુજરાત સરકારની તાડપત્રી સહાય યોજના 2025 હેઠળ છે. આ યોજના હેઠળ ikhedut portal subsidy નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2025 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14)

આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ.

સામાન્ય ખેડૂતો માટે(AGR-2)

આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ.

NFSM (Oilseeds and Oil Palm)

આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.

જરૂરી દસ્તાવેજો


તાડપત્રી સહાય યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.

  • આધાર કાર્ડ (ખેડૂતનું).
  • જાતિ પ્રમાણપત્ર (જો SC/ST હશે તો)
  • ખેડૂતની બેંક પાસબુક.
  • રેશનકાર્ડની નકલ.
  • સહકારી મંડળીના જો સભ્ય હોય તો તેની વિગતો.
  • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જમીન પત્રક (7/12, 8A).
  • બેંક ખાતાની પાસબુક.
  • મોબાઈલ નંબર.
  • ફોટો.

કેટલા રૂપિયા સહાય મળે?


સરકાર દરેક ખેડૂતને 100 મીક્રોન ક્વોલિટીની તાડપત્રી માટે નક્કી દર મુજબ સહાય આપે છે.

તાડપત્રી કદસરકારી સહાયremarks
18×12 ફૂટ₹750/- સુધીદર પીસ પ્રમાણે
24×18 ફૂટ₹1,200/- સુધીવધુ ઉપયોગ માટે વધુ સહાય

નોંધ: સહાયની રકમ દર વર્ષે પરિવર્તિત થઈ શકે છે.

તાડપત્રી સહાય નીચે મુજબ આપવામાં આવેલ છે.

  1. સ્થાયી નાગરિક: ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ખેડૂત.
  2. સામાન્ય ખેડૂતો માટે: મહત્તમ ₹1,250 સુધી
  3. SC/ST ખેડૂતો માટે: મહત્તમ ₹1,875 સુધી
  4. ખરીદી: ફક્ત મંત્રી માન્ય વિક્રેતાની તાડપત્રી ખરીદી કરી શકાશે.
  5. બે નંગ (unit) સુધી સહાય મળે છે.
  6. ત્રણ વર્ષમાં માત્ર એક જ વાર સહાય મેળવી શકાય છે.

તાડપત્રી સહાય યોજના 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?


તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. તાડપત્રી સહાય યોજના માં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે જે તમારે ફોલો કરવાના રહશે.

  • તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં નીચેની વેબસાઈટ ખોલો:
  • https://ikhedut.gujarat.gov.in
  • “અનુદાન માટે અરજી કરો” તે પસંદ કરવાનું રહેશે
  • હોમપેજ પર “કૃષિ વિભાગ” અથવા “યોજનાઓ” વિભાગમાં જાઓ.
  • “તાડપત્રી સહાય યોજના” પસંદ કરો.
  • “Apply / અરજી કરો” પર ક્લિક કરો.
  • જો તમે અગાવ આઈ ખેડૂત પર અરજી કરેલી હોય તો તમારા આધાર નંબર નાખીને આગળ વધજો.
  • ત્યારબાદ તમારા આધાર નંબર, નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો, મોબાઇલ નંબર વગેરે દાખલ કરો.
  • પછી જમીનની વિગતો (7/12 ઉતારો પ્રમાણે).
  • ખેડૂતના આધારકાર્ડની વિગતો, બેંક ખાતાની વિગતો (IFSC કોડ સહિત), મોબાઇલ નંબર નાખવા.
  • પછી “સબમિટ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહી.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

તમારું અરજી નંબર રિસીપ્ટ ડાઉનલોડ કરો જે ભવિષ્યમાં ઉપયોગી રહેશે.

જેમજ VL (ગામ લેવલ ઓફિસર) દ્વારા તમારા ફોર્મનું વેરિફિકેશન થયા બાદ, તમારું અરજી સ્ટેટસ બદલાશે.
“અરજીની સ્થિતિ જુઓ” વિભાગમાં જઈને અરજી નંબર વડે ચેક કરો.

ખાસ નોંધો:

અરજી માત્ર એક વખત જ કરી શકાય છે
VL/TA સામે ફોર્મ માન્ય કરાવવું જરૂરી છે
તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ.
જો તમારું ખાતું DBT માટે યોગ્ય ન હોય, તો સહાય મળશે નહીં.

સહાય કઈ રીતે મળશે?


  • VL દ્વારા અરજી મંજૂર થયા બાદ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા તમારા ખાતામાં જમા થશે.
  • જરૂર પડ્યે તમે નજદીકી કૃષિ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો.

આ યોજનાથી શું લાભ થાય?


તાડપત્રી સહાય યોજનાથી શું શું લાભ થાય છે તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.

  • ખેડૂતનો ખર્ચ ઘટાડશે.
  • લઘુ ઉદ્યમી વિક્રેતા વ્યવસાયને ટેકો.
  • કૃષિ-અનુસંગત પર્યાવરણને પ્રોત્સાહન.

Tadpatri Sahay Yojana 2025: FAQS


1. Tadpatri Sahay Yojana નો લાભ કોણે આપવામાં આવે છે?

જવાબ: ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે.

2. તાડપત્રી સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?

જવાબ: ખેડૂતોને તાડપત્રી સહાય યોજનામાં અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના 75% અથવા રૂ.1875 આ બન્નેમાં જે ઓછુ હોય તેની સહાય મળશે. જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.1250 બે માંથી ઓછું હોય તે સહાય મળશે.

3. આ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

જવાબ: ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે iKhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સમાપ્તિ


તાડપત્રી સહાય યોજના 2025 એ નાના ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી યોજના છે. જો તમારું ખેતર મોસમ દરમિયાન પાક માટે સુરક્ષિત રાખવું હોય, તો સરકારની આ સહાય જરૂર લાભમાં છે. આજે જ અરજી કરો અને ખેતી ખર્ચ ઓછો કરો.