Skip to content
Khedutbhai
  • હોમ
  • આજના બજાર ભાવ
    • રાજકોટ યાર્ડ
    • ગોંડલ યાર્ડ
    • જામનગર યાર્ડ
    • જામજોધપુર યાર્ડ
    • ઊંઝા યાર્ડ
    • અમરેલી યાર્ડ
    • બોટાદ યાર્ડ
    • જુનાગઢ યાર્ડ
    • મોરબી યાર્ડ
    • કોડીનાર યાર્ડ
    • ડીસા યાર્ડ
    • વિસનગર યાર્ડ
  • ખેડૂત યોજના 2025
    • સ્માર્ટફોન યોજના 2025
    • ટ્રેક્ટર સહાય 2025
    • ગોડાઉન સહાય 2025
    • પીએમ કિસાન સહાય
    • તાડપત્રી સહાય 2025
    • દવા ડ્રોન યોજના 2025
    • પશુપાલન સહાય યોજના
    • સિલાઈ મશીન યોજના
  • નવા વિડીયો
Khedutbhai WhatsApp Group
Tapak sinchay yojana 2026: સબસિડી, અરજી પ્રક્રિયા અને ફાયદા

Tapak sinchay yojana 2026: સબસિડી, અરજી પ્રક્રિયા અને ફાયદા

18/01/2026 by Kishan Pindariya

આજકાલ ખેતીમાં સૌથી મોટો પડકાર છે પાણીની અછત. ખાસ કરીને બાગાયતી પાકો અને લાંબા ગાળાના પાકોમાં પાણીનો યોગ્ય ઉપયોગ ન થાય તો ઉપજ ઘટી જાય છે અને ખર્ચ વધે છે. આવી સ્થિતિમાં ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. ખેતીમાં પાણીનું મહત્વ સૌને ખબર છે, પરંતુ આજકાલ પાણીની અછત અને વધતા ખર્ચને લીધે ઘણા ખેડૂત મિત્રો મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં tapak sinchay yojana સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે સબસિડી સાથે ટપક સિંચાઈ યોજના ઉપલબ્ધ છે.

અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.

ટપક સિંચાઈ પરિચય


ટપક સિંચાઈએ એક એવી પદ્ધતિ છે જેમાં પાણી સીધું છોડની જડ સુધી ધીમે ધીમે પહોંચાડવામાં આવે છે. આ રીતે પાણીનો બગાડ ટાળાય છે અને છોડને જરૂરી જેટલું જ પાણી મળે છે. ટપક સિંચાઈ (Drip Irrigation) એ એવી સિંચાઈ પદ્ધતિ છે જેમાં પાણી પાઇપ દ્વારા ધીમે ધીમે છોડની જડ સુધી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણી સીધું જ મૂળ સુધી જતું હોવાથી પાણીનો વ્યય ઓછો થાય છે અને છોડને જરૂરી જેટલું જ પાણી મળે છે.

tapak sinchay yojana ડીટેલ


યોજનાનું નામTapak sinchay yojana 2026: સબસિડી, અરજી પ્રક્રિયા અને ફાયદા
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશ પાણીની બચત, ઉપજમાં વધારો
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાયની રકમનાના અને સીમાંત ખેડૂતોને 70% સુધી સબસિડી
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવીClick કરો.

tapak sinchay yojana 2026 લાભ


સરકાર દ્વારા ટપક સિંચાઇ યોજના ચાલુ કરવામાં આવી છે તેના લાભ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે.

  • ઉપજમાં ૧૫૦ ટકા સુધીની વૃદ્ધિ થાય છે
  • પુરથી પાણીનું પિયત કરવામાં આવે છે તેના તુલનામાં ૭૦ ટકા પાણીની બચત. આ રીતે બચાવેલા પાણીથી વધુ જમીનને પિયત આપી શકાય છે.
  • પાકને પૂરતું પોસણ મળે છે અને ઝડપથી પાકે છે.
  • પાક જલ્દી પરિપક્વ થવાને કારણે રોકાણનું ઉચ્ચ અને ઝડપી વળતર પ્રાપ્ત થાય છે.
  • ખાતરના ઉપયોગની ક્ષમતા ૩૦ ટકા વધી જાય છે.
  • પાકમાં ખાતર, આંતર સંવર્ધન અને મજૂરીનું મૂલ્ય ઘટી જાય છે.
  • ખાતર અને રસાયણિક પદાર્થો લઘુ સિંચાઈ પ્રણાલીના માધ્યમથી આપી શકાય છે.
  • બિન ઉપજાઉ ક્ષેત્ર, ખારાશવાળી, રેતાળ અને પહાડી જમીનને પણ ઉપજાઉ ખેતી હેઠળ લાવી શકાય છે.

Tapak sinchay yojana 2026 મહત્વની તારીખો


ગોડાઉન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.

ફોર્મ ચાલુ થવાની તારીખ: આખું વર્ષ અરજી કરી શકાય છે (GGRC)

ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી Tapak sinchay yojana નો લાભ તમને પણ મળી શકે.

ટપક સિંચાઈના હેતુઓ


સરકાર દ્વારા ટપક સિંચાઇ યોજના ચાલુ કરવામાં આવી છે તેના હેતુ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે.

  • પાણીની બચત – 40% થી 60% સુધી પાણી બચી શકે છે.
  • ઉપજમાં વધારો – છોડને સમતોલ પાણી અને પોષક તત્વો મળવાથી ઉત્પાદન વધે છે.
  • જમીનની ઉર્વરતા જાળવાય – વધારે પાણીથી થતો નુકસાન ટાળાય છે.
  • ઝાડમાં રોગ-જીવાત ઘટે – પાન અને ડાંઠ ભીના ન થતાં રોગ ઓછા થાય છે.
  • મજૂરી ખર્ચ ઓછો – પાઇપલાઇન દ્વારા સિંચાઈ થતા મેન્યુઅલ મજૂરીની જરૂર ઓછી પડે છે.
  • કૃષિમાં આધુનિક ટેક્નોલોજીનો પ્રચાર – ખેડૂતોને આધુનિક માઇક્રો સિંચાઈ પદ્ધતિ તરફ પ્રોત્સાહિત કરવું.
  • રોગ-જીવાતનો ઘટાડો – પાન અને ડાંઠ ભીના ન થતાં રોગ ઓછા થાય છે.
  • ખાતર સાથે આપવાની સગવડ –ફર્ટિગેશન પદ્ધતિથી પાણીમાં ખાતર મિક્સ કરીને સીધું જ મૂળ સુધી પહોંચાડી શકાય છે.

tapak sinchay yojana હેઠળની સબસિડી


ટપક સિંચાઇ યોજનામાં સબસીડી કેટલી મળશે તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે, તો જરાક એક નજર નાખજો.

  • નાના અને સીમાંત ખેડૂતોને 85% સુધી સબસિડી
  • અન્ય ખેડૂતોને 70% સુધી સબસિડી
  • બાગાયતી પાકો, શાકભાજી, ફૂલો અને કેટલાક અનાજ પાકો માટે યોજના ઉપલબ્ધ છે.
  • ટપક સિંચાઈ સિસ્ટમમાં પાઇપ, ફિલ્ટર, વાલ્વ, ડ્રિપર વગેરે સામેલ.

ટપક સિંચાઈ યોજના અરજી માટેની લાયકાત


tapak sinchay yojana માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે. આશરે સુંદર્યજીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર, જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. tapak sinchay yojana માં કોણ લાભ લઇ શકે? તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.

  1. અરજદાર ખેડૂત હોવો જોઈએ.
  2. પોતાની કે ભાડે લીધેલી જમીનમાં ખેતી કરતો હોવો જોઈએ.
  3. યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા પાકમાં સિંચાઈ કરવી જોઈએ.
  4. એક જ જમીન પર પહેલા આ યોજના હેઠળ લાભ ન લીધો હોય તેવું હોવું જોઈએ.

tapak sinchay yojana જરૂરી દસ્તાવેજો


tapak sinchay yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. tapak sinchay yojana માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.

  • આધાર કાર્ડ
  • 7/12 ઉતારો અથવા જમીનનો પુરાવો
  • બેંક પાસબુકની નકલ
  • વીજબીલ ની કોપીય
  • મોબાઇલ નંબર
  • પાણીના સ્ત્રોતની વિગત.

ટપક સિંચાઈ યોજના અરજી કઈ રીતે કરવી


tapak sinchay yojana માટે અરજી કરવા મંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ, ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી. જો તમે tapak sinchay yojana માં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇ અને ઑફલાઇન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આપ્યાં છે.

  • બ્રાઉઝરમાં ikhedut.gujarat.gov.in ખોલો.
  • નવા હો તો “New Registration / Farmer Registration” કરો OTP વડે મોબાઇલ વેરિફાઈ કરો.
  • પહેલેથી એકાઉન્ટ હોય તો Login કરો.
  • હોમપેજ પરથી Agriculture / Horticulture Micro Irrigation (Per Drop More Crop) સેગમેન્ટ પસંદ કરો. (આ PDMC સ્કીમ હેઠળ આવે છે.)
  • ત્યાંથી “Drip Irrigation (ટપક સિંચાઈ)” પર Apply ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરવું તેમાં ખેડૂત/લાભાર્થી વિગતો: નામ, સરનામું, કેટેગરી.
  • ત્યારબાદ જમીન વિગતો: સર્વે નં., ગામ, તાલુકો, કુલ વિસ્તાર.
  • પછી પાક વિગતો કયો પાક, વિસ્તાર, સીઝન.
  • સિસ્ટમ પ્રકાર: ડ્રિપ, મુખ્ય ઘટકો (મેઇન/સબમેઇન પાઇપ, ફિલ્ટર, કંટ્રોલ વાલ્વ, ડ્રિપર લાઇન). (આ PDMC માર્ગદર્શિકામાં આવરી લે છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (Aadhaar, 7/12, બેંક પાસબુક, ફોટો).
  • અરજી “Confirm” કરવી બહુ જ મહત્વપૂર્ણ છે.
  • ફોર્મ ભર્યા પછી Submit કરો અને પછી Confirm Application અવશ્ય કરો. Unconfirmed application માન્ય ગણાતી નથી Print લઈને રાખો.

અરજી પછી શું થશે?

  • ટાલુકા કૃષિ કચેરી/અધિકારી ચકાસણી: ક્યારેક સાઇટ વિઝિટ/ફીલ્ડ ઇન્સ્પેક્શન થાય. (PDMC પ્રક્રિયાનો ભાગ.)
  • મંજૂરી બાદ ઇન્સ્ટોલેશન: મંજૂરી મળ્યા પછી જ ડ્રિપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો; ઘણાંક કેસમાં જ્યો-ટેગ ફોટા/ઇન્સ્ટોલેશન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની શરત હોય છે. (PDMC ઓપરેશનલ ગાઇડલાઇન્સ.)
  • બિલ/ફોટા સબમિટ: સપ્લાયર/ખેડૂત દ્વારા જરૂરી પુરાવા સબમિટ.
  • DBT સબસિડી: ચકાસણી બાદ સબસિડી સીધી બેંક ખાતામાં. (રાજ્ય/PDMC માર્ગદર્શિકા મુજબ.)

અરજી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • Khedut પર Application Status / Check Status વિભાગમાં જઈ તમારા મોબાઇલ/અરજી નં.થી ટ્રેક કરો.
  • સામાન્ય કૃષિ સલાહ માટે Kisan Call Centre: 1551 અથવા 1800-180-1551.
  • જિલ્લા/તાલુકા કૃષિ કચેરીના અધિકારીઓનો સંપર્ક વિગતો રાજ્યની કૃષિ વિભાગ સાઇટ પર ઉપલબ્ધ છે.

સફળતાના ઉદાહરણો


ઘણા ખેડૂતોએ ટપક સિંચાઈ અપનાવીને પાણીનો ખર્ચ ઘટાડી ઉપજમાં 25-30% વધારો કર્યો છે. ખાસ કરીને બાગાયતી પાકમાં આ પદ્ધતિ ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. અમદાવાદ જિલ્લાના એક ખેડૂતભાઈએ 3 એકરમાં ટપક સિંચાઈ લગાવીને પાણીના ખર્ચમાં 50% બચત કરી અને દ્રાક્ષની ઉપજમાં 30% વધારો મેળવ્યો. પહેલા 2 દિવસમાં સિંચાઈ થતી, હવે માત્ર 4 કલાકમાં થઈ જાય છે.

tapak sinchay yojana FAQS


Q1: ટપક સિંચાઈ યોજના શું છે?

જવાબ: tapak sinchay yojana હેઠળ ખેડૂતોને પાકને સીધું મૂળ સુધી પાણી પહોંચાડવા માટેની આધુનિક સિંચાઈ પદ્ધતિ (Drip Irrigation) લગાવતી વખતે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે.

Q2: કોણ આ યોજનાનો લાભ લઈ શકે?

જવાબ: ગુજરાત રાજ્યના ખેડૂતો, જેઓ પાસે પોતાની અથવા ભાડે લીધેલી ખેતીની જમીન છે અને પસંદ કરેલા પાક ઉગાડે છે.

Q3: કેટલા ટકા સબસિડી મળે છે?

જવાબ: નાના અને સીમાંત ખેડૂતોને 70% સુધી અને અન્ય ખેડૂતોને 50% સુધી સબસિડી મળે છે (સરકારી નીતિ અનુસાર.

Q5: અરજી કેવી રીતે કરવી?

જવાબ: iKhedut પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર જઈ ઑનલાઇન અરજી કરો, જરૂરી માહિતી ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને અરજી કન્ફર્મ કરો.

Q6: અરજી કર્યા પછી શું થશે?

જવાબ: કૃષિ અધિકારી તમારી અરજી અને જમીન ચકાસશે, મંજૂરી બાદ સિસ્ટમ ઇન્સ્ટોલ થશે અને બિલ/ફોટા સબમિટ કર્યા પછી સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે.

Q7: શું કોઈ પાક માટે ટપક સિંચાઈ યોજના મળી શકે?

જવાબ: મુખ્યત્વે બાગાયતી પાકો (કેરી, દ્રાક્ષ, ડુંગળી, શાકભાજી, ફૂલ) અને કેટલીક અનાજ પાકો માટે ઉપલબ્ધ છે.

Q8: સપ્લાયર કોણ પસંદ કરે?

જવાબ: GGRC દ્વારા માન્ય (empanelled) કંપનીમાંથી જ સિસ્ટમ ખરીદવી પડે છે.

સમાપન


ટપક સિંચાઈ યોજના ખેડૂતો માટે એક સોનેરી તક છે, જેમાં પાણીની બચત, મજૂરી ખર્ચમાં ઘટાડો અને ઉપજમાં વધારો ત્રણેય લાભ એકસાથે મળે છે. સરકારની સબસિડીનો લાભ લઈ આજથી જ આ પદ્ધતિ અપનાવો.

તમારા માટે નવી સરકારી યોજનાઓ


  • પશુપાલન સહાય યોજના 2025
  • મગફળી ટેકાના ભાવ ક્યારે થશે ચાલુ
  • પાક નુકસાન સહાય 2025
  • ટ્રેક્ટર જીપીએસ સિસ્ટમ 2025
  • ડિજિટલ ખેતી સહાય 2025
  • શાકભાજી ગ્રીનહાઉસ સબસીડી 2025
  • ઈલેક્ટ્રિક મોટર સબસીડી 2025
  • પાક લણણી સાધનો સબસીડી 2025
  • જીવાત નિયંત્રણ સહાય યોજના 2025
  • ગોબરગેસ સહાય યોજના 2025
  • ઓર્ગનિક ખેતી સહાય યોજના 2025
  • ડેરીફાર્મ સહાય યોજના 2025
  • બોરવેલ પંપ યોજના 2025
  • ટપક સિંચાઇ યોજના 2025
  • પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના 2025
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2025
  • કૃષિ મશીન સહાય 2025
  • જન્માષ્ટમી 2025
  • ચારા સહાય 2025
  • મીની ટ્રેક્ટર સહાય 2025
  • પશુપાલન યોજના 2025
  • પીએમ કુસુમ યોજના 2025
  • તાડપત્રી સહાય યોજના 2025
  • ડ્રોન સહાય યોજના 2025
  • પીએમ કિસાન સહાય યોજના 2025
  • ગોડાઉન સહાય યોજના 2025
Categories સરકારી યોજના 2025 Tags Drip irrigation scheme, Drip irrigation scheme 2025, Drip irrigation scheme in india, Drip irrigation scheme pdf, Drip irrigation subsidy apply online, Drip Irrigation Subsidy Gujarat 2025, Drip irrigation subsidy in Gujarat 2025, Drip Irrigation subsidy in Gujarat 2025 pdf, Drip irrigation System Subsidy in Gujarat, Ggrc Subsidy calculator, https://pmksy.gov.in › microirrigation, ikhedu, ikhedut, ikhedut portal, ikhedut Portal પર ટપક સિંચાઈ ફોર્મ, ikhedut tapak sinchay yojana 2025, iKhedut Yojana, ikhedut yojana 2025, khedutbhai, kishan pindariya, Micro Irrigation scheme, PMKSY Application Form PDF, PMKSY scheme, PMKSY scheme details, pmksy.gov.in login, Pradhan Mantri Krishi Sinchayee Yojana, Subsidy on drip irrigation in Gujarat, Tapak sinchai paddhati in gujarati, Tapak sinchai paddhati subsidy 2025, Tapak sinchai paddhati subsidy apply online, Tapak sinchai paddhati subsidy calculator, Tapak sinchai yojana 2025, Tapak sinchai yojana eligibility, tapak sinchay yojana 2025, tapak sinchay yojana 2025: ટપક સિંચાઈ યોજના ખેડૂતો માટે સબસિડી, tapak sinchay yojana gujarat, tapak sinchay yojana kya hai, प्रधानमंत्री कृषि सिंचाई योजना, આઇ ખેડૂત, આઇ ખેડૂત ટપક સિંચાઇ યોજના, આઇ ખેડૂત પોર્ટલ, ખેડૂત ભાઈ, ખેડૂતભાઈ, ખેતીમાં પાણી બચાવવા ટપક સિંચાઈ પદ્ધતિ, ગુજરાત ટપક સિંચાઈ યોજના માટે ઑનલાઇન અરજી, ટપક સિંચાઈ પદ્ધતિ ના ફાયદા, ટપક સિંચાઈ પદ્ધતિ પ્રોજેક્ટ, ટપક સિંચાઈ પધ્ધતિ pdf, ટપક સિંચાઈ યોજના, ટપક સિંચાઈ સિસ્ટમ સાથે પાક સિંચાઈ, પરંપરાગત સિંચાઈ પદ્ધતિ, સિંચાઈ ના પ્રકાર, સિંચાઈ ના સ્ત્રોતો જણાવો, સિંચાઈ નું મહત્વ
Godown Sahay Yojana 2026: ખેડૂતોને ગોડાઉન બનાવવા 1,00,000 ની સહાય
Tabela Sahay 2026: તબેલા લોન યોજના ગુજરાત 2026

પાકોના ભાવના સચોટ સર્વે

આવનારા દિવસોમાં કયા પાકના ભાવ કેવા રહી શકે. તેના ઊંડાણ પૂર્વક અને સચોટ સર્વે જોવા માટે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીદો.

આજના બજાર ભાવ

  • તમામ શહેરના બજાર ભાવ
  • રાજકોટ આજના બજાર ભાવ
  • ગોંડલ આજના બજાર ભાવ
  • જામનગર આજના બજાર ભાવ
  • ઊંઝા આજના બજાર ભાવ
  • અમરેલી આજના બજાર ભાવ
  • જૂનાગઢ આજના બજાર ભાવ
  • બોટાદ આજના બજાર ભાવ
  • મોરબી આજના બજાર ભાવ
  • જામજોધપુર આજના બજાર ભાવ
  • કોડીનાર આજના બજાર ભાવ
  • ડીસા આજના બજાર ભાવ
  • વિસનગર આજના બજાર ભાવ

તમારા માટે ઉપયોગી

  • નવી યોજના 2025
  • તાજા બજાર ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • ખેતી વિડિયો

About Us

ખેડુતભાઈ વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે બનાવામાં આવેલ છે, જે લોકો ખેતી વિશે નવું નવું જાણવા માગે છે, જેમ કે નવી યોજના, રોજના બજાર ભાવ અને ખેતી ઉપયોગી અન્ય નવી માહિતી આ વેબસાઈટ તેના માટે જ છે. તમામ માહિતી એકદમ મફત મળશે.

Quick Links

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

YouTube Channel

જો તમે રોજના બજાર ભાવ, ખેતીની નવી યોજના, હવામાન ની માહિતી, ખેતીના સમાચાર તેમજ બીજી માહિતી સૌથી પ્રથમ મેળવવા માંગતા હોવ તો, અમારા યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો.

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
© 2026 Khedutbhai. All rights reserved.
  • હોમ
  • તાજા ભાવ
  • વોટ્સએપ ગ્રુપ
  • નવા વિડીયો