નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઇટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઇટ પરથી તમને ખેડૂતને લગતી નવી નવી યોજના જોવા મળશે. તો તેના માટે તમારે રોજ અમારી આ વેબસાઇટ પર વિજીત કરતા રહેવું પડશે. તો ચાલો આજે આપણે કમોસમી વરસાદને કારણે Pashupalan Yojana ની વાત કરશું, જે નીચે મુજબ છે.
અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.
યોજનાનો પરિચય
પશુપાલન સહાય યોજનાએ ગ્રામ્ય સમાજ માટે એક અત્યંત ઉપયોગી વિકલ્પ છે. દૂધ ઉત્પાદન દ્વારા આગામી સમયમાં દરરોજ આવક જોવા મળે છે અને સ્થાનિક બજારમાં મેલા મોટા ડીમાન્ડ રહેશે. ભારતમાં દૂધ ઉદ્યોગ ખૂબ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં પણ “કાંકરેજ” અને “ગીર” જેવા સ્થાનિક પ્રાણીજાત બહુ ચાહવામાં છે. અત્યારે Pashupalan yojana માં તમે ૫૦ દૂધાળા પશુ સાથે ડેરી ફાર્મ શરૂ કરવા માંગો છો, તો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય છે.
Pashupalan yojana ડીટેલ
| યોજનાનું નામ | Pashupalan Yojana: ૫૦ દૂધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના |
| કોણ લાભ લઈ શકે? | ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂત |
| ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
| ઉદ્દેશ | દૂધ ઉત્પાદન વધારો અને આવકમાં વધારો કરાવવો. |
| સહાય | સહાય દર રાજ્યના નિયમ મુજબ રહેશે (સામાન્ય રીતે 25% થી 50% સુધી). |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01/10/2025 થી 15/11/2025 |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
pashupalan yojana મહત્વની તારીખો
પશુપાલકોને સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: 01/10/2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 15/11/2025
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી pashupalan yojana નો લાભ તમને પણ મળી શકે.
ઉદ્દેશ અને ફોકસ
pashupalan yojana સ્વ-રોજગારી માટે છે, એટલે કે તમારા દ્વારા એક સ્વતંત્ર ડેરી ફાર્મ વસ્તુરૂપે ઊભું કરવું, જેમાં ૫૦ દૂધાળા ગાય/ગાય જાત (ખાસ કરીને કાંકરેજ અને ગીર) રાખવામાં આવે છે.
- આ યોજના થકી દૂધ ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થાય છે.
- રોજની રોજ આવક એટલે કે નિયમિત આવક (ફાળવણી/દૂધ વેચાણ) થાય છે.
- ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલ કરવામાં આવે છે તેવા પ્રદેશમાં રોજગારનું સર્જન થાય છે.
- કુદરતી લાભ (પશુળાની જાતિ, વૃધ્ધિ ક્ષમતા)નો ઉપયોગ થાય છે.
pashupalan yojana સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
પશુપાલન યોજનામા જો તમે ખેડુતમિત્રો રસ ધરાવતા હોવ તો તમે પણ પશુપાલન યોજનાનો લાભ લઇ શકો છો. તે યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડતી હોય છે, તેમાં અરજી કઈ રીતે કરવી, અરજી સ્ટેપ ક્યા છે તે નીચે મુજબ આપવમા આવ્યા છે. તો તે નીચે મુજબ વાંચો.
- સૌથી પહેલાં તમે તમારા લેપટોપ કે ફોન પર https://ikhedut.gujarat.gov.in “યોજના” મેનુ માં થી “પશુપાલન વિભાગ” પસંદ કરો.
- ત્યારબાદ “૫૦ દૂધાળા પશુ ડેરી ફાર્મ યોજના” પર ક્લિક કરો.
- પછી નવી અરજી (Apply New) બટન દબાવો.
- તમારું વ્યક્તિગત વિગત ભરો (નામ, સરનામું, જાતિ આદી).
- આવશ્યક દસ્તાવેજો (જેમ કે આધારકાર્ડ, બેન્ક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો) વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આટલું બધું થય ગયા પછી અરજી સબમિટ કરો અને અરજી નંબર નોંધો.
ચકાસણી
- તમારી અરજી ગ્રામ પંચાયત / તલાટી કચેરી / પશુપાલન વિભાગ દ્વારા ચકાસવામાં આવશે.
- અધિકારી ફાર્મ સ્થળની ફિલ્ડ વેરિફિકેશન કરી શકે છે.
- જો બધું ઓકે હશે તો તમારું મંજૂરી પત્ર જારી થશે.
પશુ ખરીદી અને ફાર્મ સ્થાપન
- યોજનાની મંજૂરી મળ્યા પછી અધિકૃત વેન્ડર પાસેથી કાંકરેજ અને ગીર ગાય ખરીદો.
- પશુ ની તપાસ (ટેગિંગ, વેકસીન, હેલ્થ ચેક) કરાવવી.
- શેડ બાંધકામ અથવા ફાર્મ તૈયાર કરવો.
સહાય / લોન પ્રાપ્તિ
- યોજનાના અંતર્ગત તમને સબસિડી (૨૫ % થી ૫૦ % સુધી) મળશે.
- બાકી રકમ બેંક લોન રૂપે મળશે (કમ વ્યાજ દર પર).
- લોન અને સહાય ની ચકાસણી બાદ રકમ તમારા બેંક એકાઉન્ટ માં જમા થશે.
નિયમિત અનુસરણ અને રિપોર્ટિંગ
- ફાર્મ ચાલુ થયા પછી પ્રતિ ત્રિમાસિક રીપોર્ટ સબમિટ કરવો પડે છે.
- પશુપાલન વિભાગ દ્વારા ચકાસણી થતી રહશે.
- પશુઓ ની સંખ્યા, દૂધ ઉત્પાદન અને આવક નો રેકોર્ડ રાખવો.
જરૂરી દસ્તાવેજોની યાદી
આ યોજના માટે ક્યાં ક્યાં જરૂરી દસ્તાવેજની જરૂર પડશે તેનું લિસ્ટ નીચે મુજબ કરર્વામાં આવ્યુ છે તો નીચે મુજબ વાંચો.
- આધાર કાર્ડ – અરજદાર ની ઓળખ માટે
- પાસપોર્ટ સાઈઝ ફોટો – તાજેતરની
- મોબાઈલ નંબર અને ઈમેલ ID – સંપર્ક માટે
- બેંક પાસબુક ની ઝેરોક્ષ (અરજદાર ના નામે)
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ (છેલ્લા ૬ મહિના) (જો લોન અરજી કરી હોય તો)
- જમીન ના દસ્તાવેજો (૭/૧૨ ઉતારો અથવા હક પત્રક)
- જમીન ભાડે લેલ હોય તો ભાડાપત્ર (Lease Agreement)
- ગામ પંચાયત અથવા તલાટી કચેરી થી સ્થળ પ્રમાણપત્ર (ફાર્મ સ્થળ માટે)
- પશુ ખરીદી બિલ (અધિકૃત વેન્ડર અથવા પશુપાલન બજાર થી)
Pashupalan yojana (FAQs) વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. આ યોજના કોના માટે છે?
જવાબ: આ યોજના એવા અરજદારો માટે છે જે ડેરી ફાર્મ શરૂ કરી સ્વરોજગારી મેળવવા માંગે છે. ખાસ કરીને કાંકરેજ અને ગીર જાતની ગાય માટે સહાય મળે છે.
Q2. Pashupalan yojana કયા વિભાગ હેઠળ આવે છે?
જવાબ: આ યોજના ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ. (GGVN) અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવે છે.
Q3. કેટલા પશુઓ માટે સહાય મળે છે?
જવાબ: આ યોજનામાં ૫૦ દૂધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય) સુધી સહાય મળશે.
Q4. Pashupalan yojana સહાય કેટલા ટકા મળે છે?
જવાબ: સહાયનો દર અરજદારના વર્ગ પર આધારિત છે.
- સામાન્ય અરજદાર માટે આશરે ૨૫% સબસિડી
- અનુસૂચિત જાતિ/પછાત વર્ગ માટે ૩૩% થી ૫૦% સુધીની સબસિડી મળી શકે છે.
Q5. અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: દરેક નાણાકીય વર્ષ મુજબ તારીખો અલગ હોય છે. ૫૦ દૂધાળા પશુઓ માટે ફોર્મ પૂર્ણ થવાની તારીખ 15/11/2025 છે.
Q6. અરજી કર્યા પછી શું પ્રક્રિયા થાય છે?
જવાબ: અરજી સબમિટ કર્યા પછી તલાટી / અધિકારી ચકાસણી કરશે, મંજૂરી મળ્યા બાદ લોન અને સહાય રકમ ફાળવાશે, ફાર્મ સ્થાપન કર્યા પછી અનુસરણ અને ચકાસણી થશે.
સમાપન
Pashupalan yojana હેઠળ ડેરી ફાર્મ દ્વારા ૫૦ દૂધાળા ગાય (કાંકરેજ/ગીર) કરવી હોય તો એ એક ઘણું લાભદાયી સ્વ-રોજગારી પશુપાલન વ્યવસાય બની શકે છે. જો યોગ્ય આયોજન, બજેટ, વ્યવસ્થાપન અને માર્કેટિંગ ક્ષમતાઓ સાથે આગળ વધો. ઉપર લખેલ માર્ગદર્શિકા દ્વારા તમે તમારા પ્રોજેક્ટને મજબૂત રીતે ઓર્ગનાઇઝ કરી શકો છો.