ખેડૂતમિત્રો માટે નવી આશા દર વર્ષે ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી ઉપરાંત પશુપાલનમાં પણ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરે છે. ભારતમાં પશુપાલન મોટા ભાગે દૂધ વ્યવસાય માટે કરવામાં આવે છે. આજે અમે તમને રાજ્ય સરકાર દ્વારા Pasupalan yojana ને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં આવેલી “દૂધદાયી પશુ ખરીદ સહાય”,”પશુ છાપરો સહાય યોજના”,”પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના વગેરે વિશે માહિતી આપીશું.
Pasupalan yojana હેઠળ જે લોકો પશુપાલનના માધ્યમથી વ્યવસાય કરવા માંગે છે તેમણે સરકાર શ્રી તરફથી પશુ ખરીદી,”પશુ છાપરો સહાય યોજના”, “પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના, પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરી ફાર્મ સ્થાપના માટે સહાય યોજન વગેરે માટે નાણાંકીય સહાયતા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ જો તમે ગીર અથવા કાંકરેજ ગાય નો પાલન કરવા ઈચ્છો છો, તો તમે સારો લાભ ઉપાડી શકો છો. જોકે આ યોજના 12 દુધાળ પશુના ડેરી ફાર્મ ની સ્થાપના માટે અમલમાં આવી છે. તો આવો જાણીએ છે કે કેવી રીતે તમે આ યોજના નો લાભ લઈ શકો છો. પશુપાલન સહાય યોજના 2025. ચાલો આ યોજના વિશે સરળ ભાષામાં સમજી લઈએ.
યોજના શું છે?
પશુપાલન સહાય યોજના 2025 રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિધિવત યોજના છે જે અંતર્ગત પશુપાલકોને દૂધદાયક પશુઓ ખરીદવા, છાપરાં બનાવવા, પશુઓ માટે તબીબી સુવિધા, અને અન્ય સહાય માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારે i-Khedut Portal દ્વારા 2025 માં નવી પશુપાલન સહાય યોજનાઓ રજૂ કરી છે જેમાં પશુપાલકોને પશુ ખરીદી, દૂધ ઉત્પાદન, છાપરાં બનાવટ તથા અન્ય સહાય માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.
Pasupalan yojana અંતર્ગત ઘણા જુદા જુદા ઉપપ્રકારો હોય છે, જેમ કે ગાય/ભેંસ ખરીદી સહાય, પશુ છાપરાં માટે સહાય, દૂધ સંગ્રહ ટાંકી સહાય, પશુઓ માટે આરોગ્ય કેમ્પ વગેરે.
મુખ્ય ઉદ્દેશ: દૂધ ઉત્પાદન, આવકમાં વૃદ્ધ, અને પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવાનો.
પશુપાલન યોજના ડીટેલ
યોજનાનું નામ | Pasupalana sahay yojana 2025: પશુપાલનની યોજના |
કોણ લાભ લઈ શકે? | કોઈ પણ પશુધારક ખેડૂત જેમણે ગાય, ભેંસ કે અન્ય પશુ ખરીદવાનું ઇરાદું રાખે. |
કેટલી લોન મળશે? | ₹1.30 લાખ સુધી, વ્યાજ દર 6%, જેમાં સહાય 95% સુધી. |
ઉદ્દેશ | દૂધ ઉત્પાદન, આવકમાં વૃદ્ધ, અને પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવાનો |
વિવેક પ્રમાણે કેટલા પશુઓ ખરીદી શકાય? | કેટલીક યોજનાઓમાં 12 દુધાળા પશુઓ સુધીની સહાય માન્ય છે. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13/06/2025 થી 31/07/2025 |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો |
હવે આપણે વાત કરીશુ દૂધદાયી પશુ ખરીદ સહાય યોજના, પશુ છાપરો સહાય યોજના, પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના, પશુપાલન સ્વરોજગારી યોજના, વગેરે ની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.
દૂધદાયી પશુ ખરીદ સહાય યોજના
દૂધ ઉત્પાદન વધારવા માટે ગાય, ભેંસ જેવા દૂધદાયી પશુઓની ખરીદીમાં સહાય આપવા માટેની યોજના.
- પશુપાલક દૂધદાયી ગાય કે ભેંસ ખરીદી માટે લોન અથવા સબસિડી લઈ શકે છે.
- લોન મર્યાદા: ₹1,30,000 સુધી
- સરકાર તરફથી 95% સુધી સહાય
- દૂધદાયક પશુઓ: 2 થી 12 પશુ સુધી મંજૂરી મળતી હોય છે
પશુ છાપરો સહાય યોજના
દૂધદાયી પશુઓને સુરક્ષિત અને આરામદાયક નિવાસ આપવા માટે છાપરાં માટે સહાય આપવી.
- પશુપાલક છાપરાં શેડ બનાવે છે ત્યારે સરકાર નાણાકીય સહાય આપે છે.
- સહાયની રકમ વિસ્તૃત છે, શેડનું કદ, પશુઓની સંખ્યા પ્રમાણે.
- સામાન્ય રીતે ₹20,000 થી ₹75,000 સુધી સહાય મળી શકે છે.
પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના
પશુઓના આરોગ્ય માટે રસીકરણ, તબીબી ચકાસણી અને સારવાર માટે આરોગ્ય કેમ્પ યોજવા સહાય કરવી.
- રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સમયાંતરે ગામડાઓમાં કેમ્પ થાય છે.
- કેમ્પમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ, રસીકરણ થાય છે.
- સરકાર પશુપાલક સંઘો, સાહિત્યિક સંસ્થાઓને સહાય આપે છે કેમ્પ આયોજનો માટે.
જરૂરી માહિતી:
- કેમ્પ યોજવા ઇચ્છુક સંસ્થાઓને અગાઉથી અરજી કરવી પડે છે.
- પશુપાલક તરીકે તમે પણ મોબાઈલ મેસેજ અથવા ગ્રામ પંચાયત દ્વારા માહિતી મેળવી શકો છો.
પશુપાલન સ્વરોજગારી યોજના
પશુપાલન વ્યવસાયમાં નવો ધંધો (ડેરી ફાર્મ) શરૂ કરવા ઇચ્છતા યુવાનોને નાણાકીય સહાય આપવી.
- ધંધો શરૂ કરવા માટે લોન મળે છે.
- રૂ. 10 લાખ સુધી સહાય યોગ્ય પરિસ્થિતિમાં મળી શકે છે.
- પ્રોજેક્ટ રિપોર્ટના આધારે સહાયની રકમ નિર્ધારિત થાય છે.
- જૂના પશુપાલકો અને યુવાનો બંને અરજી કરી શકે છે.
શરતો:
- ઉંમર: 18થી 45 વર્ષ
- ઓછામાં ઓછી 2 દૂધદાયક પશુ હોવા જોઈએ
- પાસ કરેલ ટ્રેનિંગ (ડેરી ફાર્મ મેનેજમેન્ટ) હોવી જોઈએ (જ્યાં આવશ્યક હોય ત્યાં)
Pasupalan yojana દ્વારા મળતી સહાય
ગાય/ભેંસ ખરીદ સહાય | પશુપાલક ₹1,30,000 સુધીની લોન લઈ શકે છે, જેમાંથી 95% સરકાર તરફથી સહાય તરીકે મળે છે |
પશુ છાપરાં માટે સહાય | પશુઓને ઠંડી-ગરમીથી બચાવવા માટે છાપરાં માટે સહાય |
દૂધ સંગ્રહ સાધન | દૂધ સંગ્રહ માટે ટાંકી અથવા ફ્રિજ વગેરે માટે સહાય |
પશુ આરોગ્ય કેમ્પ | પશુઓની સારવાર અને રસીકરણ માટે કેમ્પનું આયોજન |
લેણદેણ અને લોન સેવા
ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખાસ યોજનામાં રબારી અને ભરવાડ જાતિના પછાત વર્ગ માટે
- ઉંમર: 21‑45 વર્ષ
- વાર્ષિક આવક: ₹3 લાખથી ઓછું
- લોન મર્યાદા: ₹1.30 લાખ સુધી
- વ્યાજ દર: 6%, જેમાં લાભાર્થી ફાળો 5%
- લોનની રકમમાં 95% સુધી સહાય.
Pasupalan yojana મહત્વની તારીખો
પશુપાલન સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: 13/06/2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ: 31/07/2025
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે.
Pasupalan yojana માં કોણ લાભ લઇ શકે?
પશુપાલન યોજના એ એવી સરકારી યોજના છે જેનો મુખ્ય હેતુ છે: “પશુપાલકોને આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડી તેમનો જીવનધંધો સશક્ત બનાવવો.
1.દૂધ ઉત્પાદન વધારવું:
ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંનું એક છે. વધુ ઉત્પાદનમાં પશુપાલનની ભૂમિકા મહત્વની છે.
2. ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવી:
ખેતી સિવાય વધુ એક આવકનો સ્ત્રોત: દૂધ, ગોબર, વાછરડા, બટકા વગેરે.
3. ગામડાંમાં રોજગારી વધારવી:
પશુપાલનથી ગ્રામ્ય યુવાનોને રોજગારી મળી રહે.
3. પશુઓના આરોગ્યની સંભાળ:
આરોગ્ય કેમ્પ, રસીકરણ, સારવાર માટે સહાય.
4. શેડ, પાણી, ખોરાક જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.
Pasupalan yojana પાત્રતા
નરેન્દ્ર મોદી દ્વારા હાલ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને આવી બધી યોજનાઓનો ઉપયોગ કરવા માટેના માપદંડ અલગ અલગ હોય છે. પશુપાલનની વિવિધ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોવ તો, તેના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. Pasupalan yojana માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે. અને નીચેના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે.
- ગુજરાતના જમીનધારક ખેડૂત અથવા પશુપાલક હોવા જોઈએ.
- પછાત વર્ગના (SEBC/SC/ST) લાભાર્થીઓ માટે ખાસ લાભ.
- ઉંમર મર્યાદા: 21 થી 45 વર્ષ
- વાર્ષિક આવક: રૂ. 3,00,000 કરતા ઓછી હોવી જોઈએ.
- દુધદાયક પશુઓ રાખવાનું ઇરાદું હોય.
જરૂરી દસ્તાવેજો
Pasupalan yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ/પછાત વર્ગ માટે)
- આવક પ્રમાણપત્ર
- માલિકીનો 7/12 ઉતારો અથવા જમીનની નકલ
- પશુપાલન ઈતિહાસ (જો હોય તો)
- બેંક પાસબુક
- ફોટો
પશુપાલનની યોજનામાં અરજી કેવી રીતે કરવી?
પશુપાલનની યોજના 2025 માટે અરજી કરવા મંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ, ત્યારબાદ નીચે જણાવેલ માહિતી ને અનુસરવી. જો તમે પશુપાલનની યોજનામાં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે.
- i-Khedut પોર્ટલ પર પશુપાલન સહાય માટે ઓનલાઈન અરજી કેવી રીતે
- i-Khedut પોર્ટલ ખોલો.
- https://ikhedut.gujarat.gov.in પર જાઓ.
- “અરજદાર માટે યોજના” પર ક્લિક કરો.
- મુખ્ય પેજ પર “યોજનાઓ માટે અરજી કરો (ફાર્મર એપ્લીકેશન)” બટન પર ક્લિક કરો.
- “પશુપાલન” વિભાગ પસંદ કરો.
- “ખેતી”, “બાગાયતી”, “માછીમારી” વગેરે વિભાગોમાંથી “પશુપાલન” પસંદ કરો.
- જે યોજના માટે અરજી કરવી છે તે પસંદ કરો.
ઉદાહરણ તરીકે:
- “દૂધદાયી પશુ ખરીદ સહાય”,”પશુ છાપરો સહાય યોજના”,”પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના,પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના, વગેરે માંથી પસંદ કરો.
- શું તમે પહેલેથી રજીસ્ટર્ડ છો? હા તો તમારા આધાર નંબર/ફાર્મર ID વડે લોગિન કરો, અને જો ના તો “નવી અરજી” પસંદ કરો અને તમારું વિગતવાર રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ ફોર્મ ભરવું.
- તમારું સંપૂર્ણ ફોર્મ ભરો જેમ કે નામ, સરનામું, ગામ, પશુઓના પ્રકાર અને સંખ્યા, આવક અને જાતિ વિગત વગેરે.
- દસ્તાવેજ અપલોડ કરો (PDF અથવા JPG).
- સંપૂર્ણ વિગતો ચકાસો અને પછી ફોર્મ સબમિટ કરો.
- અરજીની કોપી પ્રિન્ટ કરો અથવા PDF સેવ કરો.
- અરજીની સ્થિતિ તપાસવી હોય તો હંમેશા “અરજીની સ્થિતિ (Application Status)” વિભાગમાંથી તમારું ફોર્મ નંબર નાખી શકો છો.
મદદ લાઇન
તાલુકા કૃષિ કચેરી અથવા નજીકના “ખેડૂત સહાય કેન્દ્ર” (KCC) માં જઈને પણ મદદ લઈ શકાય છે.
અથવા, i-Khedut પોર્ટલની હેલ્પલાઇનનો ઉપયોગ કરો.
પશુપાલન યોજનાના સામાન્ય પ્રશ્નો (FAQS)
1. શું બિનખેતીવાળા અરજી કરી શકે?
જવાબ: Pasupalan yojana મુખ્યત્વે જમીન ધરાવતા પશુપાલકો માટે છે.
2. કેટલી દૂધદાયી ગાય ખરીદી શકાય?
જવાબ: કેટલીક યોજના હેઠળ 2 થી 12 દૂધદાયી પશુઓ સુધી સહાય મળે છે.
3. અરજી મંજુર થયા પછી લોન કયાંથી મળે?
જવાબ: ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અથવા અન્ય અનુમોદિત બેંકો મારફતે લોન આપવામાં આવે છે.
4. પશુપાલન યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
જવાબ: Pasupalan yojana નો લાભ લેવા માટે iKhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સમાપન
પશુપાલન સહાય યોજના 2025 એ ખાસ કરીને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે એક સુવર્ણ તક છે. સરકાર દ્વારા મળતી સહાયથી તમે વધુ દુધદાયક પશુ મેળવી શકો, છાપરાં બનાવી શકો અને વધુ આવક પ્રાપ્ત કરી શકો. તમારું ધ્યેય હોય તો આજે જ i-Khedut પોર્ટલ પર જઈને અરજી કરો.