Krushi Rahat Package 2024: આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશમાં 60% લોકો ખેતી પર આધાર રાખતા જોવા મળે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત પોતે તનતોડ મહેનત કરીને અનની પેદાશ કરતો હોય છે. અને જયારે ખેડૂતોનો પાક તૈયાર થાય ત્યારે જ કમોસમી વરસાદ પડે છે. ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો નિર્ણય કર્યો છે. શુ તમે ખેડુત છો? અને ખેડૂત નુકસાન સહાયનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે જ આ પોસ્ટમાં ખેડૂતને નુક્સાનની સહાય ની માહિતી આપવામાં આવી છે.
ઘણા સમયથી ગુજરાતમાં ઋતુ પ્રમાણે જ વરસાદ આવતો જોવા મળતો હતો, પરંતુ આ વખતે તો તેનું ઉલ્ટું જ થયું ઋતુ વગર જ વરસાદ ખાબકી પડ્યો. માર્ચ મહિનાના સમયગાળામાં કમોસમી વરસાદના કારણે રાજ્યના ઘણા ખેડૂતોને ઘઉં, જીરું, જેવા તૈયાર પાકને નુકસાન થયું હતું. કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન સામે રાજ્ય સરકારે ગંભીરતાથી આ બાબતને ધ્યાને લઇ તાત્કાલિક સમયે જિલ્લાવાર સર્વેની બધી જ કામગીરી પૂર્ણ કરી છે. અને ખેડૂતો ને જે નુકસાન થયું છે તેના માટેની અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ (Krushi Rahat Package 2024 ) જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
હવે આપણે આ જે નુકસાની થઈ છે તેની સહાય કોને મળશે, કેટલી મળશે, ક્યારે મળશે, કેવી રીતે મળશે, તેની અરજી કયાં કરવી, અરજી કેવી રીતે કરવી, કેટલા જિલ્લાઓને લાભ મળશે તેની જાણકારી મેળવીશું.
- ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹13,500 ઉપરાંત ₹9,500 સહાય ચૂકવાશે અને તેની સાથે સાથે કુલ ₹23,000 એક હેક્ટર લેખે ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પણ સહાય અપાશે
- બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹18000 ઉપરાંત વધારાની ₹12,600 સહાય સાથે કુલ ₹30,600 એક હેક્ટર લેખે ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે
- આ નુકસાન 13 જિલ્લાઓમાં અને 48 તાલુકામાં થયું છે
- 33 ટકા જેટલું નુકસાન જે ખેડૂતોને થયું છે તેને આ સહાયનો લાભ નહિ મળે
Details of Krushi Rahat Package 2024
યોજનાનું નામ | Krushi Rahat Package 2024 |
લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
મુખ્ય લાભ | કુલ રૂ.23,000 પ્રતિ હેકટર |
હેઠળ યોજના | ગુજરાત સરકાર |
પોસ્ટ કેટેગરી | સરકારી યોજના |
પાક દીઠ કયા પાકની કેટલી સહાય?
- ખેડૂતોને મળશે નુકશાની સહાય: ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવી ખેતીને નુકસાન થયું અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ એક હેક્ટર દીઠ ₹13,500 ની સહાય અને રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની ₹9,500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ ₹23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
- જ્યારે આંબા, લીંબુ, કેરી, જામફળ, જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર ₹18,000 ની સહાય
- ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.12,600 એક હેક્ટર દીઠ વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
Krushi Rahat Package | ખેડૂત સહાય
ખેડૂત સહાય પેકેજ ગાંધીનરમાં ભૂપેન્દ્ર પટેલેના અધયક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક જોવા મળી હતી. તે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો તે નિર્ણય અંગે માહિતી આપત એક મંત્રીએ કહીંયુ હતું કે રાજકોટ, જૂનાગઠ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર, અને અમદાવાદ સહીત 13 જિલ્લાના 48 તાલુકામાં કમોસની વરસાદને કારણે નુકસાન થયું હતું તે અંગે નો અહેવાલ મળીયો હતો. વહીવટ તંત્રી ના સર્વે અનુસાર ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જનતાઓ અનુસાર રજૂઆતો કરવામાં આવી હતી. અને આ રજૂઆતને દયાનમાં રાખીને ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF અને ખાસ કિસ્સામાં રાજય બજેટ માંથી ખુબજ સારી એવી સહાય અને ત્યારે સુધીની સહાય કરતા પણ આ સહાયમાં વધારો કરીને વિશેષ રાહત પેકેજ બનાવવામાં આવ્યુ છે.
માવઠા સહાયની જરૂરી માહિતી
કોઈ પણ સંજોગોમાં જમીન ધરાવતા વ્યક્તિના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4000 કરતાં ઓછી હશે, તેવા સંજોગોમાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.4000ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ જે થશે તે રકમ રાજ્યના બજેટમાંથી ચુકવવામાં આવશે.
ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો. વિડીયો જુવો
નુકશાનીનો લાભ લેવા માટે કેવી રીતે કરવી ઓનલાઇન અરજી
કમોસમી વરસાદને કારણે જે નુકશાન થયું છે તે નુકશાનની સામે સહાય મેળવવા માટે નીચે મુજબની માહિતી દયાનમાં લેવી જોઈએ.
આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામનો નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવી પડશે તેમ તેમણે જણાવ્યુ હતું. અને જો હજુ તમને કાંઈ ન સમજાય તો તમે તમારા ગામના ગ્રામપંચાયતમા VCE નો સંપર્ક કરી શકો.
ખેડૂતો ને જે નવી નવી સહાય મળતી હોય છે તેની માહિતી Digital Gujarat પર જોવા મળતી હોય છે, અને તેની ઓનલાઈન અરજી પણ Digital Gujarat માંથી કરવાની હોય છે. કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે તેની સહાય પેકેજ માટેનું ડીટેલ ઠરાવ હવે બહાર પાડવામાં આવશે. જેમાં કઈ રીતે અરજી કરવી, કોને સહાય મળશે, કેટલી સહાય મળશે, જેવી માહિતી ડીટેલ માં આપશે.