Mocha Cyclone Live Updates: મોચા વાવાઝોડા અપડેટ: હવામાન વિભાગે કરી આગાહી 70 કીમીની ઝડપે પવન ફૂંકાશે

Mocha Cyclone 2023: આપણો દેશ ભારત એવી ભૉગોલીક સ્થિતિ પર આવેલો છે કે, જેની આજુ બાજુમાં વિશાલ દરિયો ઘેરાયેલો છે. તેના ઘણા બધા ફાયદાઓ પણ છે અને તે જ ફાયદાઓની સામે ઘણા બધા નુકશાન પણ છે. તેવા નુક્શાનોમાં એક નુકશાન છે ચક્રવાત(વાવાજોડું). આપણે જાણીએ જ છીએ કે આપણા દેશમાં વધારે પડતું મે અને જુન મહિનામાં સાયકલોનિક સિસ્ટમ ઉભી થતી જોવા મળે છે. અને જૂન માસમાં વધારે પડતું વાવાઝોડા આવાની શક્યતાઓ રહેલી હોય છે.

ગઈ વખતે જેમ તૌકતે વાવાજોડું ગુજરાત માં ખાબક્યું હતું. ઘણા બધા ખેડૂતો, પશુઓ, મકાનો સહીત ખુબ નુક્શાની નો સામનો ગુજરાત ને કરવો પડ્યો હતો. આ બધી વાતોની વચ્ચે ફરી એક વખત નવું વાવાજોડું Mocha Cyclone 2023 આવવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો જાણવું ખુબ જરૂરી બની જાય છે કે મોચા વાવાઝોડા કઈ જગ્યા પર ત્રાટકશે અને હવામાન વિભાગે Mocha Cyclone વિષે શું આગાહી કરી છે.

Mocha Cyclone 2023 Live Update


Mocha Cyclone 2023 : જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન વિશે એક નવી અને ખુબ જ ઉપયોગી નીવડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. IMD દ્વારા વ્યક્ત કરવામાં આવ્યુ છે કે, આગામી 6 મે ના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકશે. અને તેના પરિણામ સ્વરૂપે 48 કલાકમાં હવાનું નીચું દબાણ થવાની સંભાવના જોવા મળે છે. Cyclone Mocha નામનું નવું વાવાઝોડું વર્ષ 2023 નું પ્રથમ વાવાઝોડું હશે.

આવી રહ્યુ છે મોચા વાવાઝોડુ


ચક્રવાત હોવાની આગાહી કરી: IMD (India Meteorological Department) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા અનુસાર Global Ensemble Forecast System (GEFS) જેવી સિસ્ટમો દ્વારા 9 મેં ના દિવસે બંગાળની ખાડી માં વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના કરવામાં આવી છે. નવીન પટનાયક કે જેઓ ઓડિસાના મુખ્યમંત્રી છે તેઓએ વાવાજોડાનો સામનો કઈ રીતે કરવો તે માટે મંગલવારે રાત્રે ઉચ્ચતરીય બેઠકનું પણ આયોજન કર્યું હતું. અને IMD ની આગાહી મુજબ અધિકારીઓને ચક્રાવાતનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, તારીખ 9 મેના રોજ વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. તારીખ 10 મેના રોજ “મોચા વાવાઝોડું” બંગાળની દક્ષિણપૂર્વ ખાડી, બંગાળની પૂર્વ મધ્ય ખાડી અને આંદામાન સાગરની આસપાસના વિસ્તારોમાં એક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. જેના કારણે તારીખ 12 મે સુધી મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. તો 9 થી 11 મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડા દરમિયાન 70 થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળ તેમ જ ઓડિશા રાજ્યમાં મોચા વાવાઝોડાને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યા છે.

વાવાઝોડાનું નામ ‘મોચા’ કઇ રીતે પડયુ?


કોઈ પણ વાવાજોડાના નામ કારની જિમ્મે દરીની વાત કરવામાં આવે તો, વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન નુ નામ કરણ કરવામાં આવે છે. અને ઘણા બધા દેશો નું સંગઠન મળીને ક્રમસ વાવાજોડાનું નામ નક્કી કરવામાં આવે છે. આવનારા આ વાવાજોડાના નામની ઓફિશ્યિલ વાત કરીયે તો યમન દ્વારા આ વાવાઝોડાનું નામ Cyclone “Mocha” અથવા “મોચા વાવાઝોડું” રાખવામાં આવ્યું છે. જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર “મોચા” ના નામ પરથી સૂચવ્યું હતું.